STORYMIRROR

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

જ્યાં લગી લાગ્યાનો ભય

જ્યાં લગી લાગ્યાનો ભય

1 min
14K


જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં,

ત્યાં લગી ભગતિ ન થાય રે,

શરીર પડે વાકો ધડ લડે,

સોઈ મરજીવા કહેવાય રે ... જ્યાં લગી લાગ્યાનો ભય...


પોતાનું શરીર માને નહીં મનનું,

શરીરના ધણી મટી જાય રે,

સદગુરુ ચરણમાં શીશ નમાવે

ત્યારે પૂરણ નિજારી કહેવાય રે ... જ્યાં લગી લાગ્યાનો ભય...


નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને

મેલી દેવી મનની તાણાતાણ રે,

પક્ષાપક્ષી નહીં હરિ કેરા દેશમાં

એનું નામ જ પદની ઓળખાણ રે ... જ્યાં લગી લાગ્યાનો ભય...


અટપટો ખેલ આ ઝટપટ સમજાય ના

એ તો જાણવા જેવી છે વાત રે,

ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,

ત્યારે મટી જાયે સાચે જાત રે ... જ્યાં લગી લાગ્યાનો ભય...


Rate this content
Log in

Similar gujarati poem from Classics