ઝરૂખા
ઝરૂખા
ઝરૂખે ઊભેલી
ષોડશીને
જોવા
ચંદ્ર ઊભો
આકાશની બારીએ !
ઝરૂખો
જોયા કરે
ઝૂંપડીએ સળગાવેલ
દીપક !
ખંડિયેરના
ઝરૂખે
બેસી ચાતક
જોયા કરે છે,
ચંદ્રને !
ઝરૂખો
જીર્ણ તૂટી ગયો,
મહેલની
આંખમાં
આંસુઓ !
ઝરુખો
પાડોશી ઝરૂખાને
કરે છે
પ્રેમ !
ઝરૂખે ઊભેલી
ષોડશીને
જોવા
ચંદ્ર ઊભો
આકાશની બારીએ !
ઝરૂખો
જોયા કરે
ઝૂંપડીએ સળગાવેલ
દીપક !
ખંડિયેરના
ઝરૂખે
બેસી ચાતક
જોયા કરે છે,
ચંદ્રને !
ઝરૂખો
જીર્ણ તૂટી ગયો,
મહેલની
આંખમાં
આંસુઓ !
ઝરુખો
પાડોશી ઝરૂખાને
કરે છે
પ્રેમ !