હરિને હેત કરીએ
હરિને હેત કરીએ
માનવમાત્રમાં પ્રભુ નિહાળીને હરિને હેત કરીએ,
માયાનાં આવરણોને ટાળીને હરિને હેત કરીએ,
સૌનાં સારાં પાસાઓ નિરખીએ ને સબક લઈએ,
ના જોઈએ કોઈ બાજુ કાળીને હરિને હેત કરીએ,
માત્ર મૂર્તિમાં જ છે એવું નથી ઈશ્વરનું અસ્તિત્વ,
પ્રત્યેકમાં પરમેશને બસ પરખીને હરિને હેત કરીએ,
દયા, કરુણા, સ્નેહ, ઔદાર્ય જેવા ગુણો ધરીએ,
મુસીબતમાં કોઈને સાથ આપીને હરિને હેત કરીએ,
વાણી બોલીએ મધુરીને ના કટુ વચનો કદી કહીએ,
નયનમાંથી નેહ સદા ઊભરાવીને હરિને હેત કરીએ,
