ગુંજારવ નથી કરતા
ગુંજારવ નથી કરતા
કમળ કીચડમાં ખીલે છે છતાં કાદવ નથી કરતા,
ભ્રમર થાકી ગયા છે શું કે ગુંજારવ નથી કરતા ?
અમે તો બાથ ભીડી એકલા ને એકલા જગથી,
બહુ ઓછાં કરે છે એવી હિંમત સૌ નથી કરતા,
ત્યજી અમૃત અને ધારણ કર્યું છે વિષ ગળામાં,
બધી દેવો કરે એવી ભૂલો માનવ નથી કરતા,
લઈ લીધેલા ધ્યેય પાછળ ખંતથી વળગી રહ્યા,
જે નક્કી હોય એમાં કદી અવઢવ નથી કરતા,
જ્યારથી કાપી છે ડાળી બાગના એ ઝાડની,
કોઈ પણ પંખી હવે કલરવ નથી કરતા,
સંબંધ સાચો હોય છે ત્યાં ગણિત નથી હોતું,
બાકી અમુક તો દસના બદલે નવ નથી કરતા.
