STORYMIRROR

આ ધરતી પર

આ ધરતી પર

1 min
1.1K

કોણ કહે છે આ ધરતી પર ક્યાય, કશે ભગવાન નથી !

કોણ કહે છે આ આવની પર ઈશ્વરના એધાણ નથી !


રાત દિવસ અને સાંજ સવાર સદા નિયમસર આવે છે,

સુરજ ચાંદ સદા નિયમિત જગતને તેજ થકી બહેલાવે છે.


ચોમાસાની જળવર્ષા અને વસંત ઋતુતણી રાણી,

ટાઢ શિયાળો, તાપ ઉનાળો ઋતુઓની કેવી લ્હાણી !


જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય,

ધરતીમાતા ધાન ઉગાડે એ ઉપકાર અમૂલ્ય.


એકધારું ને અનઅટકતું અનંત આયોજન આવું,

વિરાટને આંગણીયે જેને નિત્ય નવું થઈ સરજાવું.


અંતર્યામી ઈશ્વરની એ આ સહુ ઓળખાણ નથી !

પાપમાં પડું ના કહેશો કદી 'ક્યાય અહીં ભગવાન નથી'


કોણ કહેછે આ ધરતી પર ક્યાય ભગવાન નથી !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from JAYESH SUTHAR

Similar gujarati poem from Inspirational