Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Abhishek Patel

Inspirational

4  

Abhishek Patel

Inspirational

અનમોલ સંગાથ

અનમોલ સંગાથ

4 mins
219


રાત્રિના ચાર વાગી રહ્યાં હતાં. ઘડિયાળના એલામૅના કાંટાનો અવાજ કાને ધીમે ધીમે સંભળાઈ રહ્યો હતો. ટીક. . . ટીક. . . ટીક. . આંખો ઊંધથી ઘેરાઈ રહી હતી. એલામૅની લાઈટનો આછો અજવાશ પંખાની પાંખોના પડછાયાંને દિવાલ પર પાથરી રહ્યો હતો. ઘરનાં આંગણમાંથી ગુલાબની મીઠી મહેક આવી રહી હતી. A. Cની લીલી લાઈટનાં અક્ષરો ઝાંખા-ઝાંખા વંચાય રહ્યાં હતાં. સ્ટીટ લાઈટનું આછું અજવાળું ઉંબરાં સુધી આવીને બેસી રહ્યું હતું. આ બધી વાતોના એકાંતમાં યાદોને સથવારે તો જાણે. . .

સાહેબ ઓ સાહેબ બે અમદાવાદની ટિકિટ આપજો બા તમારે અમદાવાદ જવું છે તો 30 રૂપિયા છૂટાં આપો અને બે ટિકિટનાં 60 રૂપિયા આપો. સ્ટેશનમાસ્ટરનો વળતો જવાબ કદાચ મારી આગળ ઊભેલા બાને ધીમો-ધીમો સંભળાતો હશે એવું મને લાગી રહ્યું હતું. લે દીકરાં આ પૈસા કેટલાંની નોટ શે ? તારાં થતાં એટલાં લઇ લે અને બીજા પાછાં આલ. કદાચ આગળ ઊભેલાં દાદીની આંખોમાં અજવાશ પણ ઓછી હશે એમ લાગી રહ્યું હતું. સ્ટેશનમાસ્તરે તેમના 60 રૂપિયા કાપીને વળતાં ચાલીસ રૂપિયા પાછાં આપ્યાં. 40 રૂપિયાને હાથમાં લેતાંની સથવારે જ. . . કયાં જતાં રિ'યાંએક તો આ ઉંમરે બધું કામ થિયાં કરે ?એક તો સંભળાયે ઓશું ને દેખાય એ ઓશું. ને એનાં પપ્પાંને કીધું તું કે અહીંયા જ બેસજો આ ટિકિટ લઇને અહીંયા પાછી આવું છું. થોડી પણ જપ નહીં મળે. ઘરે પણ આંખો દિ' ચાલ-ચાલ જ કર્યા કરે. થોડી પણ જપ હોય તો?

આ બધું જ મારી આંખો ટીકીટ લેતાં-લેતાં દાદીનાં મીઠાં ગુસ્સા ભર્યા અવાજને સાંભળી રહી હતી.  એમની ઉંમરનાં આ મીઠાં ગુસ્સામાં દાદા પ્રત્યે મીઠો પ્રેમ છલકાઈ રહ્યો હતો. ઓ કાન્તુંની મા મેં અહીંયા છું. એકાંતમાં દાદાની નજર દાદી પર પડતાં બૂમ પાડી. કાન્તુંની મા અહીં આવ અહિંયા બેસ. પેલા ટ્રેનવાળા ભાઈને સાથે સાથે પૂછીને ની આવે કે અમદાવાદની ટ્રેન ક્યારે આવશે ? દાદા મીઠા અવાજે દાદીને કહી રહ્યાં હતાં. મારે પણ યુનિવર્સિટીનાં કામ થી બરોડાં જવાનું હતું. તેથી મારે પણ એ જ ટ્રેન પકડવાની હતી.

ટ્રેન જેવી આવેને એમાં ચઢી જાઉં. પણ ટ્રેનની થોડી વાર હતી. એવામાં ફોનની ઘંટડી વાગી. યશનો ફોન આવી રહ્યો હતો.  પણ ફોન ઊંચકતાની ઝપટભેરમાં જ. . . . હેલ્લો અભિષેક કેવું છે શું કરે છે વાંચે છે કે નહીં આખો દિ' ઊંધ્યાં જ કરે છે ?એનાં મીઠાં શબ્દોનો પ્રહાર મારાં હોઠ પરની ખુશીને મલકાવી રહ્યો હતો. કંઈ બોલું એ પહેલાં જ તેની વાતોથી મારાં મોંને યશ એની વાતોથી સેવી નાખતો હતો. અલા ભાઈ યશ આજે તો ઘણો જલ્દી ઉઠી ગયો છું. અને થોડું બરોડા યુનિવર્સિટી ખાતે કામ છે એટલે જવું પડે એમ છે અચાનક જ કામ માટે જવું પડ્યું. અને હા યસ તું કેમ છે? બસ અભિષેક મજામાં યશનો વળતો મીઠો જવાબ આવતાંને સથવારે ટ્રેનનો અવાજ સંભળાયો. અરે યશ આ ટ્રેન આવી ગઈ છે. હું ટ્રેનમાં ચડી નિરાંતે તને ફોન કરું. byy bro. . ટ્રેનનો અવાજ સંભળાતા જ પ્લેટફોર્મ પર સામેની ખુરશીમાં બેઠેલા દાદા-દાદીને પણ અમદાવાદ જવાનું છે તે અચાનક મને યાદ આવી ગયું. પણ દાદા- દાદીને જોઈને મારાં મનનાં પ્રશ્નો મારાં મનને ગૂંચવી રહ્યાં હતાં. તરત જ ઝપટભેરમાં દાદા-દાદી પાસે જઈને પૂછવાની સથવારે જ કહ્યું ઓ બા તમે અમદાવાદ જવાનાં છો ? હા દીકરા અમદાવાદ જવાનાં શે. પણ મેં સામેના રૂમમાં બેઠેલા સ્ટેશનમાસ્તર

 ને કીધું શે કે અમારે અમદાવાદ જવાનું શે તો અમારી ટ્રેન આવે તો કેજો. એ ભાઈ એ કીધું કે તમારી ટ્રેન આ પાટાં પર જ આવશે અને થોડીવાર છે એટલે અમે બેઠાં. ટ્રેન હજું પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી હશેને સ્ટેશન માસ્ટરે દાદા-દાદીને બુમ પાડી. 'બા' તમારી અમદાવાદની ટ્રેન આવી ગઈ છે. તમે આમાં ચડી જાવ. બસ આટલું કહીને સ્ટેશન માસ્તર તેનાં કામ માં સંડોવાય ગયો.

દાદા-દાદીની ઉંમરને જોઈને લાગી રહ્યું હતું કે કદાચ તેમની ૭૦ થી ૭૫ વર્ષની ઉંમર હશે. તરત જ મારાં ડાબા હાથ અને કમરની વચ્ચે ખભાં પર દાદી નું થેલું ભેળવી દાદીનો હાથ પકડીને તેમને ટ્રેનમાં ચઢાવવાં માટે ટ્રેન તરફ ચાલવા માંડ્યો. દાદીનાં હાથની કરચલીઓ મારાં કોમળ હૃદયને સ્પર્શી રહી હતી. મારી બાની મીઠી યાદોમાં મને ભીંજવી રહી હતી. દાદી પણ મજબૂત રીતે મારા હાથની પકડને પકડી રહ્યાં હતાં. દાદીનો બીજા હાથ વડે દાદાને પકડીનેચાલી રહ્યાં હતાં. ધીમે ધીમે ટ્રેનના ડબ્બામાં તેમને શાંતિથી બેસાડીને તેમની બાજુમાં બેઠેલા ભાઈને અમદાવાદ ઉતરવાનું હોવાથી આ દાદા-દાદીને શાંતિથી નીચે ઉતાર જો એમ કહી મારાં રિઝર્વ ડબ્બામાં જવાં માટે મેં રવાના થઈ રહ્યો હતો ત્યારે દાદી- દાદાના મુખમાંથી મીઠાં શબ્દો ઓસરી રહ્યાં હતાં. દીકરાં "ભોળોનાથ તારું ભલું કરે" આવો દીકરો બધાંને મળે. જા દીકરાં તારે પણ તારાં ડબ્બામાં જવાનું શે. તો ધીમેથી જતો રે. હવે અમે શાંતિથી નીચે ઉતરી જઈશું. દાદા-દાદીના મોઢાં પરની રેખાઓ મારા મનને ઘણું શીતળતાં આપી રહી હતી. બંનેનો અનમોલ પ્રેમ જાણે મને ઘણું બધું શીખવાની પ્રેરણા આપી રહ્યો હતો. ટ્રેનમાંથીનીચે ઉતરવાની સથવારે પીળાં સિગ્નલમાંથી લીલું સિગ્નલ થતું દેખાઈ રહ્યું હતું. ઝપટભેરમાં જ દોડીને રિઝર્વેટ ડબ્બાંમાં રિઝર્વેશન જગ્યા પર ગોઠવાયો. આ બધી વાતોને એકાંતમાં માળતાં ખબર ન'ઈ પડી કે સવારનાં ક્યારે પાંચ વાગી ગ'યાં.

સાચાં પ્રેમની કોઇ વ્યાખ્યા હોતી નથી.


Rate this content
Log in

More gujarati story from Abhishek Patel

Similar gujarati story from Inspirational