STORYMIRROR

ANITA GAUSVAMI

Classics Fantasy

2  

ANITA GAUSVAMI

Classics Fantasy

સાદ કરે છે

સાદ કરે છે

1 min
2.8K


સાદ કરે છે, દિલ હરે છે રે

મને એ સાદ કરે છે રે


ગામને પાડ રોજ બપોરે

ઝાડવા કેરી ડાળ,

સાદ કરે છે સાંજને ટાણે

દૂરનું ડુંગરમાળ..... મને એ...


ભણવા ટાણે સાદ કરે છે

નાનકડું એ તળાવ,

કામની વેળા રોજ બોલાવે,

એક એવો છે ઢાળ. મને એ....


નદીઓ કેરી ભેખડો પેલી

ખેતરો કેરી હાર,

સાદ કરે છે જંગલ કેડી,

કેમ કરું હું વાર મને એ....


આભ અડે જ્યાં દોર જમીને

કોણ છુપાયું ત્યાં,

રોજ ઈશારે એય બોલાવે આવ, અલ્યા અહિયાં.


Rate this content
Log in

More gujarati poem from ANITA GAUSVAMI

Similar gujarati poem from Classics