STORYMIRROR

Heli Vora

Inspirational

3  

Heli Vora

Inspirational

વો જો અધૂરીસી બાત બાકી હૈ

વો જો અધૂરીસી બાત બાકી હૈ

14 mins
28.1K


રૂમનો દરવાજો જોરથી ખખડ્યો. અંદર રહેલા બંને જણા રાત્રે છેક ત્રણ વાગે સૂતા હતા એટલે સામાન્ય ટકોરા તેમને સંભળાયા નહિ. ઓરડો વેર-વિખેર હતો, કપડા આમતેમ ફેલાયલા હતા આખરે દિયા પથારીમાંથી ઉઠી.

ચાય પૂરી થઈ જશે જલ્દી જજો.”  રૂમની બહાર ઉભેલી દર્શનાએ કહ્યું. ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૪માં એન્જીનીયરીંગ કોલેજના એસાઈનમેન્ટ સબમીશનના પ્રતાપે રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ ચાલુ હતું. ભણતી વખતે સૌથી વહાલી લગતી ચીજ એટલે ઊંઘ અને હોસ્ટેલમાં સૌથી વહાલી ચીજ એટલે  રવિવારનું આજે કોમ્બીનેશન હતું. દિયાની રૂમ પાર્ટનર ઋત્વી હજી જાગી ગયા પછીની ઊંઘની મજા લઈ રહી હતી.

જવું છે પાયલની દીદીના મેરેજમાં?” દિયા તેના મગ અને ઋત્વીના ગ્લાસમાં ચાય લઈ આવી હતી.

શું કરીશું? પાયલ બીઝી હશે અને મેરેજમાં બીજા કોઈને આપણે ઓળખીશું નહિ.બંને જણા અન્ય શહેરોમાંથી અભ્યાસ માટે આવ્યા હતા, એટલે લોકલ ફ્રેન્ડને ત્યાં લગ્નમાં જતા ખચકાટ થતો હતો.

બીજી પાંચ છોકારીઓ તો છે... આપણે બીજાને ન ઓળખીએ તો શું વાંધો? કંઈક ચેન્જ મળશે અને છેવટે સારું લંચ તો મળશે જ!બંને જણા હસવા લાગ્યાં.

બપોરે હજુ વેન્યૂ પર પહોચીને છોકરીઓએ સૌથી ખૂણાની ખુરશીઓ પસંદ કરી. કોલેજમાં સ્માર્ટફોન એલાઉડ નહોતા એટલે એમજ બેસીને ટાઇમ પાસ કરવાનો હતો.

પેલો તને ઓળખે છે?” દર્શનાએ ઋત્વીને પૂછ્યું. ઋત્વીએ દર્શનાએ ચિંધેલ છોકરા તરફ જોયું. ઇન્ડો વેસ્ટર્નમાં ભેલ, પોલીશ્ડ દાઢીવાળો એ છોકરો સોહામણો હતો. એ છોકરો હજુ પણ ઋત્વી સામે જ જોઈ રહ્યો હતો. ઋત્વી થોડી ખચકાઈ. એ ઓળખીતો છે કે કેમ એ સમજવા માટે ફરી એ તરફ નજર કરી, બટ નો હિન્ટસ.

હા યાર, એ મારા તરફ જ જુએ છે પણ હું એને ઓળખતી નથી.” ૠત્વી દર્શના તરફ ફરીને ધીરેથી બોલી.

ભલે વિચિત્ર લાગતું હોય પણ પેલાની નજર ઋત્વી તરફથી ખસવા તૈયાર ન હતી. ઋત્વી અને બીજી છોકરીઓ સ્ટેજ પર પ્રિયાની બહેનને અભિનંદન પાઠવવા પહોંચતાની સાથે જ પેલા છોકરાએ ઋત્વી સાથે ફોટોમાં આવવાની તક ઝડપી લીધી. બંને વચ્ચે નજરોનો ખેલ પ્રસંગમાંથી છોકરીઓ નીકળી ત્યાં સુધી ચાલુ રહ્યો.

પહેલી વાર આટલી સુંદર, સહજ અને સાદી છોકરીને જોઈને ઘાયલ થઈ ગયેલો વિરલ તે દિવસના લગ્નના વરરાજાનો દોસ્ત હતો. તે લગ્નના ફોટા સિલેક્ટ કરવા વરરાજા સ્ટુડીઓમાં ક્યારે જાય એની રાહ જ જોતો હતો. છેવટે આગ્રહથી તેને સ્ટુડીઓ પર લઈ ગયો અને ઋત્વી સાથેનો પોતાનો ફોટો મોબાઈલમાં સરકાવી આવ્યો. કેટલી સુંદર છે એ! વારંવાર ફોટો ઓપન કરીને જોવાનું તે ચૂકતો નહિ.

પોતાનો અલગ મોબાઈલનો બીઝનેસ કરવાની વિરલની ઈચ્છા સામે વિરલના પપ્પાની શરત હતી કે તેના કાકાની મોબાઈલ શોપ પર કામ કર્યા પછી ફાવશે તો જ નવી મોબાઈલ શોપ કરાવી આપશે એટલે વિરલને  દિવસમાં એકાદ વાર ન છૂટકે દુકાને જવું પડતું. દુકાનમાં કામ કરતો ઇકબાલ વર્ષોથી એ જ શહેરમાં રહેતો અને એને પેલી છોકરી વિષે પૂછવામાં ખાસ જોખમ જેવું ન હતું  એટલે ફાઈનલી ઇકબાલને એ ફોટો બતાવ્યો. ઇકબાલ આખી ઇનસાઇડ સ્ટોરી વિરલની આંખમાં વાંચી ગયો. ગરજના ભાવ બોલાયા. પહેલા આઈસ્ક્રીમ, પછી  ઢાબા પર ડીનર અને આખરે ૨૦૦ના રીચાર્જ પછી વધામણી મળી.

આ છોકરી તેની બહેનપણી સાથે આપણી શોપ પર ક્યારેક કાર્ડ રીચાર્જ કરાવવા આવે છે...પંદર દિવસથી ઋત્વીની ચહેરો ભૂલી ન શકેલા વિરલકુમાર ઉછળી પડ્યા. છોકરી હોસ્ટેલની હોવાનો આશરો પણ ઇકબાલને હતો કારણકે લોકલ છોકરીઓ કરતા હોસ્ટેલની છોકરીઓની બોલી થોડી અલગ પડી આવતી.

બસ પછી શું હતું? ઘરથી દુકાનનો રસ્તો ત્રણ કિલોમીટર લાંબો થયો. વાયા હોસ્ટેલ થઈને દુકાને બાઈક જવા લાગ્યું. કોમ્પ્યુટર એન્જીનીયરીંગની કોલેજના ટાઈમિંગ અને ટાઈમ-ટેબલ મોબાઈલ મેમરીમાં સેવ થયા. સાંજે ચાર વાગ્યે અચૂક દુકાને પહોચી જવાવા લાગ્યુંમમ્મી પપ્પા ખુશ હતા કે દીકરો ધંધા બાબતે સીરીયસ થયો છે! વેલ, સાવ ખોટા તેઓ નહોતા છોકરો સીરીયસ તો થયો હતો પણ......

છેલ્લા ચાર દિવસથી પેલો સોહામણો છોકરો બાઈકથી કોની પાછળ ચક્કર મારે છે એ બાબત  હોસ્ટેલની છોકરીઓ માટે ગમ્મતનો વિષય બન્યો. ખાલી ઋત્વીને ચહેરો જાણીતો લાગતો હતો પણ એકઝેટ ત્યારે જ ઓળખાયો જયારે તે  દિયાના ફોનમાં રીચાર્જ માટે સ્ટાર મોબાઈલ્સમાં તેની સાથે ગઈ.

શબરી રામની વાટ જુવે તેમ છેલ્લા દોઢ મહિનાથી સુંદર છોકરીની રાહ જોઈ રહેલા વિરલને હળવો એટેક આવી ગયો. હવે તો આજુબાજુ ઉભેલ ઘરાકો કઈ ભાષામાં બોલે છે એ પણ નહોતું સમજાતું, પેલા સીનીયર સીટીઝન કાકાના મોબાઈલની બેટરી બગડી હતી એમનો ફોનનું ઓપરેશન ચાલુ હતું અને મોબાઈલના ડોક્ટર ખોવાઈ ગયા હતા કોઈ ફેંટસીમાં... ગુલાબી રંગનો સાદો ડ્રેસ, સહેજ વાંકડિયા ભૂરા વાળ અસ્તવ્યસ્ત થયા હતા તો પણ કાતિલ લગતા હતા. પાતળી કમર, મોટી મોટી આંખો અને નાનકડું અણીયાળુ નાક... ગોરો ચહેરો અને ગુલાબી હોઠ....અહાહા આવડું સુંદર તે કોઈ હોતું હશે!

મિસ્ટર તમારું નામ શું છે?” પેલા કાકાનો ફોન ઉઘાડો ડીસમેન્ટલ હાલતમાં પડ્યો હતો એ કાકાથી જોવાતું ન હતું. એમના વહાલા સંતાનોથી વાત કરવા આ એક જ તો માધ્યમ હતું.

પણ વિરલભાઈને પોતાનું નામ યાદ આવે તો ને! દુકાનમાં હાસ્યનું મોજું ફેલાયું. ઇકબાલ સુપરમેનની માફક ઘાયલ આશિકની મદદે આવ્યો. કાકાના ફોનનું  પ્રકરણ પતાવી પેલી છોકરીઓને અટેન્ડ કરવા વિરલસાહેબને ફ્રી કર્યા. આજે વિરલના કામની ઝડપ ઐતિહાસિક ધીમી હતી.પેલીના હોવાના અહેસાસને અને તેની ખુશ્બુને તે શ્વાસમાં ભરી રહ્યો.  બસ જાણે આ પળ લંબાતી જ રહે..... રીચાર્જ પછી ય બીજી સ્કીમ સમજાવી, નવા મોબાઈલ બતાવ્યા, એના ઉપરના બોડી અને કવર્સ પણ બતાવ્યા. વિરલના કાકા એની સેલ્સમેનશીપ પર વારી ગયા. દિયા અને ઋત્વીને આ સ્પેશીયલ ફેવરનું કારણ સમજાતું હતું.

તમારે કાર્ડ રીચાર્જ નથી કરાવવો?” વિરલે સામેથી ઋત્વીને પૂછ્યું.

ઋત્વી પાસે મોબાઈલ જ નથી ને..” દિયાએ  હસતા હસતા જવાબ આપ્યો.

કોઈ પાસે મોબાઈલ ન હોય એ બાબત અત્યાર સુધી આઘાતજનક હતી આજે અચાનક દુઃખદાયક બની ગઈ. ઋત્વિના ચહેરા પર સૂચક સ્મિત આવ્યું. વિરલ જીવનમાં પહેલીવાર શરમાયો. બાય” ઋત્વીએ પોણો કલાક દરમિયાન એક જ છેલ્લો શબ્દ કહ્યો.

વિરલના કાનમાં ચાર દિવસ સુધી બાયગુંજતું રહ્યું. રોજ હોસ્ટેલમાંથી નીકળતી વખતે બાઇકથી ચક્કર લગાવતો વિરલ અને ચક્કર લગાવવાની આ રોજની ક્રિયા ઋત્વીને કોઠે પડી ગઈ હતી. રોજ સ્મિતની આપ-લે થતી, બસ, એટલા માટે વિરલ રોજ આટલો લાંબો ચક્કર સવારે વહેલો ઉઠીને મારતો.

તે દિવસે કોલેજ પતાવીને રાત્રે પરીક્ષાનું વાંચવાનું હતું. દિયા અને ઋત્વી ચાનો કપ લઈ થોડીવાર ફ્રેશ થવા હોસ્ટેલની અગાશી પર ગયા. અંધારી રાત હતી. બીજનો પાતળો ચાંદો અને અગણિત તારાઓ હતા. સામે વીજળીના તાર પર એક ઘુવડ બેઠું હતું. તે સિવાય આસપાસ ખાસ કોઈ જાણીતી ચહેલ-પહેલ ન હતી. આવો સમય જાદુઈ હોય છે.

તમે એક બીજાને પસંદ કરો છો તો આગળ શા માટે નથી વધતા?” દિયાએ ડાયરેક્ટ પૂછી લીધું. ઋત્વી જરા હેબતાઈ ગઈ કારણકે અત્યારે એના દિમાગમાં વિરલના જ વિચારો હતા એ વાત દિયા કળી ગઈ હતી.

હું આગળ વધવાની બાબતે કલ્પના પણ ન કરી શકું. મારી એક બહેનનાં લગ્ન હજી ગઈ સાલ લીધા છે અને એક બહેન હજી સ્કુલમાં છે. ખેતીની આવક ચાર માસથી વધુ ચાલતી નથી. કુટુંબથી ઉપરવટ થઈને બા-પપ્પા મને ભણાવે છે. હું સામાન્ય પરિવારમાંથી બીલોંગ કરું છું, લવ મેરેજ અમારા જેવા માટે મોટો ઈશ્યુ કહેવાય. ઉલટાનું મને ગિલ્ટી ફિલ થાય છે આવા આકર્ષણ પર. પણ એ મારા હાથની વાત નથી રહી...છોકરીઓનો આ સબળ પોઈન્ટ છે, મિત્રની મનની પરિસ્થિતિ સમજી શકે અને કોમ્યુનીકેટ પણ કરી શકે. આવી પરિસ્થિતિનો દિયા પાસે કોઈ તોડ ન હતો એટલે ચા પીવાનું જ તેણે મુનાસીબ સમજ્યું.

બીજા ચાર દિવસ પસાર થયા અને વિરલ દેખાયો નહિ એટલે ઋત્વીને થોડું અડવું લાગવા લાગ્યું. દિવસ દરમિયાન પણ એને ક્યારેક વિચાર આવતો કે શું થયું હશે? એ પોતાને જ જવાબ આપતી કે શું ફેર પડે છે પણ છતાં અંદરથી કંઈક કન્વીન્સ થતું ન હતું. આને જ મિસ કરવાનું કહેવાતું હશે?” તેણે મનોમન વિચાર્યું. સતત એકાગ્ર થવાના તેના પ્રયત્નોનો વિફળ જઈ રહ્યા હતા. આખરે કેન્ટીનમાં જવાનું વિચાર્યું કે જેથી થોડો ચેન્જ મળે તો વિચાર વંટોળમાંથી બહાર આવી શકાય. કેન્ટીનમાં જવા માટે આજે ફક્ત મેઘનાની કંપની હતી. મેઘના તેના પોતાથી વિરુદ્ધ સુરતી ફુલ ફટાક, એક્સ્પ્રેસીવ છોકરી હતી, કોઈ એને ચાલુ પણ કહેતા પણ એ પ્રમાણિક હતી. પોતાની ચોઈસથી લાઈફ જીવતી. એટલે ઋત્વીને તેનો કોઈ પરહેઝ ન હતો. તે મેઘના સાથે કેન્ટીનમાં પહોચી. મેઘનાના રૂટીન મુજબ કેટલાય છોકરા છોકરીઓ મેઘનાની આસપાસ ગોઠવાયા. ઋત્વીને ચાથી મતલબ હતો, કેન્ટીનમાં મીનીમમ બજેટમાં તે જ અવેલેબલ હતી!

હેઈઈ.... આ કોણ છે આજે આ ન્યુ ફેસ?” મેઘનાના બોલ્યા પછી ઋતવીનું ધ્યાન ગયું અને જોતાની સાથે જ એ ચમકી... થોડી ચા તેના ખોળામાં ઢોળાઈ, વિરલ અહિયાં ક્યાંથી?

ઠાકર વીરજી દેવજીના ફેમીલીનો છે, હમણાં સ્ટાર મોબાઈલ્સમાં બેસે છે.”  મેઘનાના કોઈ ફ્રેન્ડે ઓળખાણ કરાવી.

કૂલ, તારા નંબર તો આપ... ક્યારેક કામ લાગશે..” મેઘનાએ ડાયરેક્ટ ચાન્સ લીધો. બધા હસ્યા. પછી ક્યારેક..” વિરલે જવાબ વળ્યો. ઋત્વીને થોડું ઓકવર્ડ લાગ્યું. તે ભી થઈને જતી રહી અને કેટલીય વાર સુધી વિરલની અચાનક હાજરી મમળાવતી રહી.

વિરલ અને ઇકબાલની આજે સ્પેશીયલ મીટીંગ હતી. વિરલનો કેન્ટીન પ્લાન કેવો રહ્યો એની ગંભીર ચર્ચા માટે. ચાર દિવસની સળંગ કેન્ટીન મુલાકાતો પછી આજે ઋત્વી જોવા મળી હતી. એ બાબત વિરલના ચહેરાની લાલી પરથી દેખાઈ આવતી હતી પણ કોઈ જ વાત કર્યા વગર નીકળી ગઈ એ વાત ઇકબાલને પણ ખટકી. પણ ગુડ ન્યુઝ એ હતા કે વિરલને સમાચાર મળ્યા હતા કે હોસ્ટેલની છોકરીઓએ આ રવિવારે રાતના શોમાં પિક્ચર જોવા જવા માટે હોસ્ટેલમાંથી પરમીશન લીધી હતી. રવિવારે રાતના શોનું શિવમ સિનેમાનું વિરલ અને ઇકબાલનું પણ બુકિંગ થયે જ છૂટકો.

00 રૂ. બાબતે ઋત્વી ચોક્કસ વિચારત જો આ બધી છોકરીઓની ફાઈનલ એક્ઝામ પહેલાનું લાસ્ટ નાઈટ આઉટ ન હોત તો. આ બધી ફ્રેન્ડસ ફરી ક્યારે મળશે એ નક્કી નહોતું. છોકરીઓની ડેસ્ટીની જ એવી હોય છે! ટીકીટ વિન્ડો પર જ વિરલ દેખાઈ ગયો ઋત્વીને. ઓનલાઈન બુકિંગ હતું તોય લાઈનમાં ઊભો રહ્યો હતો. ઋત્વીએ પણ આજે તેણે એવોઈડ ન કર્યો. હવે એક્ઝામ આવવાની હતી અને પછી તો. એના મનમાં હતાશા આવી ગઈ એ વિચારે. વિરલ સામે તે હસી. વિરલે ઋત્વીથી પહેલાજ તેની ટીકીટ હાથમાં લઈ લીધી અને ખિસ્સામાંથી પેન કાઢી કંઈક લખીને પાછી આપી.

એ ટીકીટ ઋત્વીએ સાચવીને પર્સમાં મૂકી અને પછી પોતાની ફ્રેન્ડસ સાથે ગોઠવાઈ ગઈ. મુવી પતવાની બંને જણા રાહ જોતા હતા. વિરલ ઋત્વીને આજે મળવા માંગતો હતો અને ઋત્વી એને ફાઈનલ ગુડ બાય કહેવા માંગતી હતી. બધી છોકરીઓ ભાડેલી રીક્ષામાં ગોઠવાવા લાગી. રીક્ષાનો પહેલો ફેરો ગયો. બીજા ફેરામાં રીક્ષામાં કેન્ટીનમાં ગયેલી છોકરીઓ જવાની હતી. ઋત્વીએ ચાન્સ લઈ લીધો અને બીજી રીક્ષામાં આવવાનું કહી ચાર રસ્તે આવેલી ટોકીઝનો રસ્તો ક્રોસ કરી સામે તરફ ઊભી રહી. વિરલની સતત નજર તેના પર જ હતી. ઇકબાલને કેન્ટીનમાં મોકલી એ તરત પાછળ આવ્યો.

બંને પહેલી વખત પ્રત્યક્ષ થયા હતા. પૂરી વિસ મીનીટમાં રીક્ષા પાછી ફરવાની હતી. બંને જણને કંઈક કહેવું હતું પણ કોઈ કઈ બોલીજ શકતું ન હતું. વિરલે તેના બંને હાથ પોતાના હાથમાં લીધા. બહુ ઠરી ગયા હતા. ઋત્વીને ગરમાવો મહેસુસ થયો, તેણે હાથ પાછા ન ખેચ્યા. લગભગ ત્રણેક મિનીટ સુધી બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. શ્વાસની ઝડપ બુલેટ ટ્રેન સાથે હરીફાઈમાં ઉતરી. વિરલે ઝટકા સાથે એને ખેંચી, એના હોઠ પર ત્રણ નાનકડા તલ આજે પહેલી વાર વિરલ જોઈ શક્યો. એની કમર ઘણી પાતળી હતી. એ બસ નિહાળતો જ રહ્યો. પણ ઋત્વી? એની આંખો તો બંધ હતી. બસ અનુભવી રહી, પરસેવાની સુવાસ, હૂંફાળી હથેળીઓ, મજબુત પક્કડ, અને ધબકારાનો અવાજ.... અચાનક એક એક ક્ષણ અનંતમાં લંબાઈ રહી. વિરલે એના કમર પર હાથ મુક્યો. આંખો જિદ્દે આવી હતી ચહેરા પરથી ખસવાનું નામ જ નહોતી લેતી. ઋત્વીની બંધ ખૂણા પર નાનકડા પ્રવાહી ટીપા દેખાયા. એ વિરલ અનુભૂતિના હતા. પ્રવાહી પોતાનો રસ્તો કરેજ. ટીપા પણ ગાલના રસ્તે ચાલ્યા. વિરલે પકડ ઢીલી કરી અથવા કદાચ થઈ ગઈ. હાથ છોડ્યો, રુતવી ભાન આવતાની સાથે જ દોડી. કેન્ટીનમાંથી આવી રહેલી સહેલીઓ સાથે રીક્ષામાં ચડી ગઈ. વિરલના હાથમાં એનો રૂમાલ રહી ગયો.

એ દિવસ પછી એ સતત વાંચવા લાગી. મનને એક મિનીટ માટે પણ ફ્રી કરે તો તે ફરી એ જ ડાળ પર ઉડી જતું હતું. પરીક્ષા પતવા સાથે જ એ માણાવદર પહોંચી અને એને અગાઉથી જાણ હતી એ પ્રમાણે બીજા દિવસે તેણે છોકરાવાળા જોવા આવવાના હતા. ઋત્વીનું હૃદય બરાબર રુઠેલું હતું. ઘરે આવ્યાના પંદર દિવસ સુધી એણે ભાગ્યેજ કોઈથી વાત કરી. છોકરાને જોવાની પણ ના કહી અને બા-પપ્પાને નિર્ણય લઈ લેવા કહ્યું. સગા સબંધીઓ વખાણ કરવા લાગ્યા કે કેટલી સંસ્કારી છોકરી છે. આવા વખાણ સમાજ કરે ત્યારે મોટું બલિદાન મુળીયામાં હોય છે. પપ્પાએ સગપણ નક્કી કર્યું અને બીજા જ મહીને સગાઇ લગ્ન સાથે લેવડાવ્યા એટલે એક ખર્ચે બે પ્રસંગો પતી જાય. ઋત્વીનું મગજ અને હૃદય ક્યાંય ભેગા થતા ન હતા. પંદરમે દિવસે મગજ હાર્યું.

પર્સમાંથી પેલી ટીકીટ શોધી, તેની પાછળ જોયું તો એક ફોન નંબર હતા. એક ક્ષણનો વિલંબ કર્યા વગર તે લેન્ડલાઈન ફોન પાસે પહોચી, એકાંત મળતા જ ફોન લગાવ્યો.

હલ્લો..” જાણીતા અવાજે ઋત્વીની અંદર કંઈક સળવળ ઉપાડી.

ઋત્વી બોલું છું..

વિરલ ફોન લઈને દુકાનની બહાર ભાગ્યો. ઋત્વીના ગયા પછી કોઈ સમાચાર ન હતા. એની  હાલત બેચેનીથી ખરાબ થઈ ગઈ હતી. તે રાત્રે મૂરખની માફક કઈ બોલ્યા વિના ઋત્વીની નજીક આવ્યો એમાં એને આઘાત લાગ્યો હશે? પોતાને વાસનાનો કીડો સમજી હશેએને હું ગમતો જ નહિ હોઉં? રોજ જુદા વિચારોથી પરેશાન હતો. એ લોકો મળ્યા એને આજે દોઢ મહિનાથી વધુ સમય થયો હતો અને તેનું વજન કિલો ઘટ્યું હતું. એ જમી શકતો જ ન હતો. ઘરમાં રોજ ઝઘડતો. મિત્રોને પણ એવોઈડ કરતો. મોટા ભાગનો સમય એકાંતમાં વિતાવતો. પપ્પાને કુંવરનો પગ છોકરીના કુંડાળામાં પડ્યો હોવાનો આશરો આવી ગયો. પૂછપરછ કરાવતા કોઈ હોસ્ટેલની છોકરી પર ભાઈ ફિદા થઈ રહ્યા હોવાના પણ સમાચાર થયા પણ એ જાતે એ બાબતે કંઈ ઉચ્ચાર ન કરે ત્યાં સુધી આંખ આડા કાન કરવાનું ડહાપણ તેમણે વાપર્યું હતું.

વિરલ, અચાનક જ મારા ગામ માણાવદર આવી ગઈ એટલે થયું કે હું વાત તો કરું.વિરલ કંઈ બોલી રહ્યો ન હતો. અચનાક ભાગી જવા માટે ઋત્વીને જોરદાર ઝાપટ મારવાનું તેને મન થયું.

આઈ મીન..” તે અટકી અટકીને બોલી રહી હતી. કોઈ અંદાજ નહોતો કે શું વાત કરવી... મારી સગાઇ થઈ ગઈ છે. અને લગ્ન પણ છે...તે એક શ્વાસે બોલી ગઈ. કંઈક જોરથી તૂટવાનો અવાજ આવ્યો. રસોડામાં અથાણાની બરણી ફૂટી હતી. તું રાહ જોતો હોય કદાચ. અને હું તને જાણ કર્યા વગર જતી રહું એમાં મન માન્યું નહિ. કંકોત્રી મોકલું છું. દુકાનના સરનામે...એનો અવાજ તૂટી રહ્યો હતો લગભગ દસેક મિનીટ ફોન હોલ્ડ પર રહ્યો કોઈ આગળ કંઈ બોલ્યું નહિ.

બાય.” “બાયબંને બાજુ ફોન મૂકાયા અને ડુસકા હોઠ સુધી ચાલ્યા. લગ્નનાં ફક્ત બે દિવસ બાકી રહ્યા પણ આંસુ પૂછ્યા વગર દિવસ રાત ઋત્વીની આંખો પખાળતા રહ્યા. વિરલ ફોન લઈને દુકાનથી બહાર નીકળ્યા પછી ક્યારેય પાછો ગયો જ નહિ. દુકાને આવેલી કંકોત્રીએ ઘરના બધાને વિરલના હૃદયના સમાચાર પહોંચરા કરી દીધા હતા. બધાને વિરલ પ્રત્યે સહાનુભતિ હતી પણ વિરલથી આ અનુભૂતીઓ સહન થતી ન હતી.

છેલ્લા તેર દિવસથી ઋત્વીને રડતી જોઈને ધમાલમાં રહેલા પરિવારજનોએ તેને વિદાયનું દુઃખ હોવાનું સગવડીયું તારણ બાંધી લીધું. સાસરેથી રોકવા આવેલી મોટી બહેન હેતવી રાત્રે બધા સૂઈ જવાની તે રાહ જોતી રહી. પછી ઓશીકું પલાળી રહેલી ઋત્વીને હાથ પકડીને અગાશી તરફ દોરી ગઈ. ઋત્વીના પેટમાં ફાળ પડી. એના હાથ કંપવા લાગ્યા. હેતુબેનને કઈ ખબર પડી ગઈ હશે? હવે શું થશે? બે દિવસ માટે ઘરમાં દેકારો થશે? પપ્પાને પણ ખબર પડી ગઈ હશે? અને દેવાંગને? જેનાથી તે મળ્યા વગર પરણવા જઈ રહી હતી. મારું બધું બલિદાન એળે જશે?

શું ચાલે છે તારા મનમાં? આજે સમય નથી તારી આનાકાની સંભાળવાનો પણ આ લગ્ન તું કમને કરે છે એ નક્કી છે.” હેતવી ઋત્વીની આંખોમાં જોઈ રહી. હેતુબેનને કંઈ ખબર નથી એ વાતે ઋત્વીને હાશકારો થયો પણ સંયમના પાળીયા તૂટ્યા... અંદર ભરાઈ પડેલો સંવાદનાનો ઢગલો બારી ખુલતાજ બહાર આવ્યો... આંસુઓ છૂટથી વહ્યા.... હેતવીની આંખો પણ પલળી. પોતાની નાનકડી બહેન સાવ લેવાઈ ગઈ હતી, હેતવી કરુણાથી ઉભરાઈ ગઈ. બધાને એક બહેન તો હોવી જ જોઈએ. ઋત્વીને આજે પહેલી વાર ભાઈ ન હોવાનો વસવસો ભૂંસાઈ ગયો સમૂળો.

અરે કહેવાય તો ખરુંને તારે... કદાચ કંઈક કરી શકાત!હેતવીના અવાજમાં ભીનાશ હતી.... પણ ઋત્વીની આંખો ફાટી ગઈ હેતવી પાછળ ફરી... પાછળ બા અને પપ્પા હતા. હેતવી પણ ગભરાઈ.

હા બેટા, અમે પરંપરાના વજનમાં ઉછર્યા અને તમને પણ એમ જ ઉછેર્યા, તમે દીકરીઓ પરંપરાને પાછળ રાખી ભણીઘણીને અમને આટલું માન અપાવી શકો તો અમારે પણ કંઈક પ્રેરણા તો લઈ શકાય... પ્રયત્ન તો કરી શકીએ...હેતવી, ઋત્વી અને બા ત્રણે જણા ખૂબ ઓછું બોલતાં પપ્પા સામે આશ્ચર્યથી તાકી રહ્યા.

પપ્પા તમે સીરીયસ છો?” ઋત્વી ભયાનક એકન્ક્ઝાઈટીની મારી ચીસ પાડી રહી. પપ્પાએ હકારમાં ડોકું ધુણાવ્યું. હું એક ચાન્સ લઈ લઉં? હજુ એક દિવસ છે મારા પાસે?” હજુ પણ તે રડી રહી હતી પણ આંસુઓ હતાશાના બદલે આશાના હતા. પપ્પા ભયાનક વિમાસણમાં હતા પણ ખાનદાનની પહેલી એન્જીનીયર દીકરીને એ ઇનામ આપવાનો પ્રયાસ કરવા માંગતા હતા. સામાજિક દબાણનો પાર ન હતો.

ઋત્વી બે-બે પગથિયાં ચુકવતી નીચે ભાગી. અને સમાન ફેંદવા લાગી. ઓશિકા નીચે રહેલી ફોન નંબર વળી મુવી ટીકીટ આંસુઓથી પલળી ગઈ હતી. નંબર રેલાઈ ગયા હતા. બુલશીટ્ટતે બબડી. સ્લેમ બુકમાંથી નંબરો શોધ્યા પહેલા દર્શના અને પછી મેઘનાને પણ પરોઢના પાંચ વાગ્યે ફોન થયા પણ વિરલનો નંબર હાથ લાગ્યો નહિ. દિયા પાસે કદાચ હોય કાર્ડ રીચાર્જ માટે એમ વિચારીને એને ફોન લગાવ્યો. વિરલના નંબરતો ન જ મળ્યા, પણ સ્ટાર મોબાઈલ્સના લેન્ડ લાઈનના નંબર મળ્યા હતા. ૧૧ વાગે સગાઈનું મુહુર્ત હતું અને સ્ટાર મોબાઈલ્સ ૯ વાગે ખુલતું. ઋત્વીની હાલત ખરાબ હતી સવારથી ત્રણ ઉલટીઓ થઈ ચુકી હતી. મમ્મી પપ્પા અને હેતવી ઉચક જીવે મહેમાનોને આવકારી રહ્યા. ઋત્વી તૈયાર થવાના બહાને મહેમાનોથી બચવા  પપ્પાનો નવો મોબાઈલ લઈ, હેતુબેનના બંધ ઘરમાં ચાલી. ૯ પર કાંટો  આવતા જ ફોન લગાવ્યો...

હલ્લો..” સામે છેડે ઇકબાલ હતો.

ઇકબાલ જલ્દી વિરલને ફોન આપ. સમય નથી મારા પાસે..ઇકબાલ હેબ્તાયો.

વિરલભાઈ તમારી કંકોત્રી આવી ત્યારથી સુરત માસીના ઘરે જવાનું કહીને નીકળી ગયા છે. ક્યાં પહોચ્યા એનો અહી કોઈને આશરો નથી...

એના નંબર?” ઋત્વી ભાંગી રહી હતી.

તેર દિવસથી સ્વીચ ઓફ છે. તમારા માટે કોઈ ગીફ્ટ મોકલવાનું કહેતા હતા.ઇકબાલ અટક્યો. “ભાઈની હાલત બહુ ખરાબ હતી.આટલું જ બોલ્યો ઇકબાલ. છોકરાઓ હમેશા ઓછું બોલે પણ ઘણું કહી જતા હોય છે. ઋત્વિનો રડવાનો અવાજ બે એક મિનીટ સાંભળ્યા બાદ ઇકબાલે ફોન મુક્યો.

સાડાદસ વાગ્યે ઋત્વીને સાડી પહેરી આવતી જોઈ ઘરના બધાને જવાબ મળી ગયો હતો. દેવાંગ શહેરનો હતો એટલે રીંગ સેરીમનીની એની ઈચ્છા હતી. અગિયાર વાગ્યા, ચાંદલા વિધિ થઈ ત્યાં અજાણ્યો છોકરો દરવાજે ઊભો રહ્યો. ઋત્વીનું કુરિયર હતું. કોઈએ એની વેડીગ ગીફ્ટમાં સોનાની વીટી મોકલી એ જોઈને પરિવારમાં વાહવાહી થવા લાગી. ઋત્વીએ રીંગ તરત પહેરી લીધી. હજુ દેવાંગની રીંગ આંગળીમાં આવવાની બાકી જ હતી.

એ વાતને દાયકો થવા આવ્યો. ઋત્વી એની દીકરીને સ્કુલ મુકીને પોતે કોલેજ જવાની તૈયારી કરી રહી હતી. દેવાંગ હમેશ મુજબ ટુરમાં હતો. ફેસબુક પર સ્ટોરીમિરર દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધાએ જુના ઘા પરથી ચામડી હટાવી હતી. એણે વર્ષોથી હાથમાં ન લીધેલી ડાયરી ધ્રુજતા હાથે કાઢી. ઇકબાલના નંબર એ ડાયરીમાં તે દિવસે લખી લીધા હતા. મોબાઈલ હાથમાં લીધો.

હલ્લો..” હાશ હજુ ઇકબાલના નંબર બદલ્યા નથી ઋત્વી સ્વગત બોલી. કેમ છો? ઋત્વી બોલું છું. નંબર આપીશ વિરલના?” ઇકબાલે તેને ઓળખી. મજામાં છું, વિરલભાઈ સાચા હતા, કહેતા હતા કે ફોન આવશે, પણ મોડો આવ્યો.ઋત્વી ચોંકી ગઈ.

એમણે તમારા માટે મેસેજ આપ્યો છે, મારે એ કાગળિયું શોધવો પડશે, ફોન ચાલુ રાખજો.ઋત્વીની એક એક મિનીટ યુગ બરાબર વીતી રહી.

સેક મીનીટે તે ફોન પર આવ્યો, “હવે મારો નંબર કે સરનામું તો નહિ આપું. કદાચ ફરી સંપર્કમાં આવશું તો મારાથી મારા ઈમોશન્સ કંટ્રોલ નહિ થાય. કદાચ તારાથી પણ ન થાય તો મને પાપ લાગે. તું હવે કોઈકની અમાનત છો. બસ એક વાર તને ગળે મળવાની અભિલાષા હતી તે દિવસે અને હજુય છે. મારા જીવનમાં તારા પછીય કઈ થંભ્યું નહોતું. છોકરીઓ પણ આવી. તું માણાવદરના ગામડાની હતી. હું નહિ. પણ પહેલો પ્રેમ ભૂલાતો નથી એ વાત હું પ્રમાણીકતાથી કબૂલું છું. અને તે રાતે જે હતી એ લવ હતો, લસ્ટ નહિ. કોઈક વાર મળી જા ભૂલેચુકે તો ગળે મળજે. બસ, એક વાર.....ઇકબાલ એક શ્વાસે વાંચી ગયો.

બાય ઇકબાલ..” ઋત્વીએ ફોન મુક્યો, અને આંખો મીંચી આંખ બંધ કરી બોલી આમીન

આજે એણે પહેલી વખત કલમ ઉપાડી, સ્ટોરીમીરરની કોમ્પીટીશન માટે લવ સ્ટોરી મોકલવા માટે..... હતી તો તે એન્જીનીયરીન્ગની પ્રોફેસર, પણ સાલા ઈશ્ક અચ્છે અચ્છો કો શાયર બના દેતા હૈ.....


Rate this content
Log in

Similar gujarati story from Inspirational