વિરની વેદના
વિરની વેદના
હું : 'આપના કુટુંબ માં કોણ કોણ છે ?'
આર્મિ ઓફિસર : 'મારા કુટૂંબમાં સવા સો કરોડ ભારતીય છે.'
હું : 'હા સર એ તો છે જ પણ સાહેબ હુ ક્યારેક ઘરે એક કલાક મોડો પહોચ્યો હોવ તો ઘરેથી ૧૦ ફોન આવી જાય. આપ તો ઘરેથી નીકળ્યા પછી. પાછા આવશો કે નહિ એ પણ નથી ખબર.'
આર્મિ ઓફિસર : 'હા અમારી વિદાય દર વખતે અંતિમ વિદાય જેવી જ હોય છે. જ્યારે ન્યુઝમાં સરહદના સમાચાર આવતા હોય ત્યારે મારા ઘરના દરેક સદસ્યો ડરના માહોલથી જોવે. મારી મા તો એમ કહે કે 'બેટા ફોનની ઘંટડી વાગે એટલે મારો હ્યદય નો ધબકારો પલવાર માટે ચુકિ જાય છે.'
હું : 'હા સર એ માતાને વંદન કરવાનુ મન થાય કે પોતાના દિકરાને માતૃભુમી રક્ષા માટે દર વખતે હસતા હસતા જ વિદાય આપે.'
