vipul dabhi

Inspirational

1.1  

vipul dabhi

Inspirational

વિપુલ ભાઈની લાગણી

વિપુલ ભાઈની લાગણી

4 mins
1.2K


બજારની વર્તમાન સ્થિતિ..મમ્મી પપ્પાની વૃદ્ધ અવસ્થા...

ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું...છતાં..પણ આજે....

મમ્મી...અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ ..અંતે મનભેદનું પરિણામ બન્યું...


જે મને શંકા હતી તે જ અંતે થયું.... વેકેશનમાં ગયેલ પત્ની વેકેશન પુરૂ થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ નહોતી લેતી....


મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ..સસરા તરફથી મળ્યો...જમાઈ રાજ...તમારા માઁ બાપથી તમે જુદા થાવ તો...મારી દીકરીને ત્યાં મોકલું...


અચાનક ...થયેલા પ્રહારથી હું મૂંઝાઈ ગયો..છતા પણ સ્વસ્થ થઈ... મેં સામો સવાલ કર્યો....

અને નહીં થાઉ તો...?

સસરા બોલ્યા...દીકરી અહીં અમારે ત્યાં રહેશે...

મેં કીધું....આ તમારી ધમકી સમજી લઉ ?

તે બોલ્યા... એવું સમજી લ્યો..

 

મેં કીધું...તો..મારી ચેતવણી પણ સાંભળી લ્યો..આ નિર્ણય તમારો છે મારો નહીં....હવે પછીના આવનાર દરેક પરિણામો..માટે ફક્ત તમે જવાબદાર હશો....

મતલબ...સસરા બોલ્યા..


મતલબ સાફ છે..માઁ બાપ મારા છે જુદા થવું કે ન થવું ..એ મારી અંગત વાત છે..આ તમારો વિષય નથી...જેથી..તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહુ ..તેમાં આપણા બંન્નેનું માન સન્માન રહેશે....એમ વાત કરી મેં મોબાઈલ ને કટ કર્યો..


મને ઘરે ચિંતામાં બેઠેલો જોઇ.. પપ્પા એ સવાલ કર્યો....બેટા કોઈ તકલીફ ?


મેં વિગતે વાત કરી....

પપ્પાના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી...પણ સાથે મક્કમતા પણ હતી...પાપા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા..બેટા... આવડી નાની વાતમાં દુઃખી શું કામ કામ થવું..? મારા તરફથી લીલી ઝંડી છે તને..

તું આનંદથી જુદો થા...બેટા


તેઓ તેમની આંખો ભીની લૂછતાં બોલ્યા...બેટા પણ અમને મળવા આવતો રહેજે....

આવા નાના કારણોને લીધે...લગ્ન જીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ....

આટલું બોલી પપ્પા છાપું વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા....


મને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ..


અગણિત ઉપકાર મારી જીંદગી ઉપર... આ માઁ બાપના છે..પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકી મારા મોજશોખ પુરા કર્યા....

જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે. ...જયારે..જયારે હું મુંઝાયો .. ત્યારે..ત્યારે..મારા ખભા ઉપર હાથ મૂકી...મને હિંમત આપી છે..

એ પપ્પાની ભીની આંખો... અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું ?

તેના માટે તો માત્ર હું જ ઘડપણની લાકડી છું...


મારા લગ્ન જીવનને ફક્ત ચાર વર્ષ જ થયા છે..તેમાં..મારા સાસુ સસરાને આવું બોલવા નો હક્ક કોણે આપી દીધો ?

તમે દીકરી આપી છે...તો મારા માઁ બાપે કમાતો દીકરો આપ્યો છે..એટલે દિકરી આપી અને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું...વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું ...એવો મેં મનની અંદર નિર્ણય લઈ લીધો...


સાંજે મમ્મી ..પાપા સાથે..ડાઇનિંગ ટેબલ ઉપર હું જમતો હતો..ફરીથી ...સસરા નો...મોબાઈલ આવ્યો....ફરીથી એજ સવાલ...જમાઈ રાજ..શુ વિચાર્યું ?


મેં કીધું..વિચારવા નું શુ હોય ? ...મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામમા જ કરાવી લીધી છે....હું..મમ્મી પપ્પાથી જુદો થાવ છું..પણ ....હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે....રહીશ.


જમાઈ રાજ..ઘર ના મળે ત્યાં સુધી સાથે રહેજો..સસરા બોલ્યા...


મેં કીધુ.. ઘર કોને ગોતવું છે..મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રહેવું છે....આમે હું તમારી દીકરીના આગ્રહને કારણે તમને પપ્પા..કહીને જ બોલવું છું....

35 વર્ષ મારા બાપે મને સાચવ્યો..બાકી ના વર્ષ તમે મને સાચવો...


સસરાજી ગંભીર થઈ બોલ્યા.. એ શક્ય નથી....દીકરી અને જમાઇ કાયમ માટે અમારા ઘરમાં સારા ન લાગે...


મેં કીધું....પણ મારે તમારી સાથે જ રહેવું..છે...જેથી મને અને તમને તમારી લાડકી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે....


સસરા.... બોલ્યા...

દીકરી જમાઈ.. પિયરમાં સારા ન લાગે....સાસરામા જ સારા લાગે..


મેં કીધું.... મારૂ. કહેવાનું એજ છે..વડીલ...દીકરી સાસરે જ સારી..લાગે..


તમારી દીકરી છે...તો તે મારી પત્ની..પણ છે..

જેટલી ફરજ તમારી દીકરી ને મારે સુખી રાખવાની છે. તેટલી જ ફરજ મારી મારા માઁ બાપ પ્રત્યે પણ છે ..એ કેમ તમે ભૂલી જાવ છો ?

તમારી દીકરીને જયારે મોકલવી હોય ત્યારે 365 દિવસ અમારા ઘરના બારણાં ખુલ્લા છે....


બાકી એક સલાહ તમને આપું ..તમે દીકરીના ઘરમાં માથું ના મારો...એ આપણા એક બીજાના હિતમાં છે...


તમારા લાડ..અને વધારે પડતા પ્રેમે તમારી છોકરીને વધારે પડતી સ્વચ્છંદી ..અને તોછડી બનાવી દીધી છે....

આજકાલ દીકરીના માઁ બાપ દીકરીનું યોગ્ય ઘડતર કરતા નથી...અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે..પછી..વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બનતી ગઈ છે....


સત્ય ..અને કડવું, 

છેલ્લે મારૂ  સાંભળી લ્યો..તમારી દીકરી ને એકલું એટલે રહેવું..છે..તેના સમયે ઉઠવું...કીટીપાર્ટીઓ કરવી છે...અને સહેલીઓ સાથે રખડવું..છે...તે શક્ય નથી.


આપ છ મહિના કે વર્ષ સાચવી તેનો અનુભવ કરી જોવો...લગ્ન પહેલાની દીકરી અને સાસરેથી પાછી આવેલ દીકરીનો તફાવત ખબર તમને પડી જશે...

અને યાદ રાખજો...જાતે અહીં મુકવા તમે આવશો...


સોમવારથી સ્વીટુની સ્કૂલ ખુલે છે...તમારી દીકરી ને મોકલવી હોય તો મોકલી આપો નહીંતર સ્વીટુનું ત્યાં એડમિશન લઈ લેજો.....કહી મેં મોબાઈલ કટ કરી દીધો...


પપ્પા મમ્મી મારી સામે જોતા રહ્યા....પપ્પા..ભીની આંખે બોલ્યા..તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી..તેજ ..તું બોલ્યો.. બેટા ગર્વ છે...મને તારા ઉપર... 


સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું..બીનજરૂરી કચકચ કે તે લોકોની વ્યક્તિગત જીંદગીની અંદર દખલગિરી ન કરતી..નહીંતર ઘરને તૂટતું કોઈ બચાવી નહીં શકે...


ત્યાં થોડીવાર પછી ફરીથી મોબાઈલની રિંગ વાગી... સસરાનો મોબાઈલ આવ્યો

જમાઈ રાજ...કાલે બપોરે નીકળી રાત્રિ સુધીમાં અમારી દીકરીને મુકવા આવું...છું.... સાંજે આપણે સાથે જમવાનું રાખશું....


મેં કીધું..આવો તો બેત્રણ દિવસ રોકાઈને જજો..ઘર જ છે...


સસરા.. બોલ્યા.. બેટા.. માફ કરજે...તારી સ્વમાની અને કડક વાત સાંભળી...મારી જવાની યાદ આવી ગઈ.. મેં તારાજેવું વર્તન કર્યું હોત..આજ મારા માઁ બાપના દીવાલ ઉપર લટકતા ફોટા સામે નીચે માથે ઉભો ન હોત...


તમે શાંતિથી સ્વમાનથી તમારા માઁ બાપ સાથે જીવો.. તેવા અમારા આશીર્વાદ છે..


-ત્રણ ભાઈઓ વિજયભાઈ, નનકુભાઈ તેમજ મિતેશભાઇને સમર્પિત


Rate this content
Log in