Jay Mogal

Inspirational

3.5  

Jay Mogal

Inspirational

વીતેલો સમય

વીતેલો સમય

2 mins
163


આપણી સાથે જિંદગીમાં નાની મોટી ઘટનાઓ ઘટતી રહે છે ત્યારે તો આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, પણ કોઈ વાર સમય વીત્યા પછી સમજ આવે છે કે એ જે પણ આપણી સાથે ખરાબ થયું એ આપણા સારા માટે છે.

અરે કોઈ વાર તો એવો સમય આવે છે કે ભગવાન પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પણ સમય જતાં ખ્યાલ આવે છે કે, ના ભગવાન જે કરે છે તે હંમેશાં સારા માટે જ હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ જીવનમાંથી જતી રે' ત્યારે બહુ જ દુઃખ થાય છે. પણ પછી સમય પર છોડી દઈએ ત્યારે ખ્યાલ આવે કે એ વ્યકિત કે વસ્તુ એ એનાથી પણ વધુ સારાને આવવા માટે જગ્યા કરી હોય છે.

આપણી સાથે અત્યાર સુધીમાં જે પણ ખરાબ સમય વીત્યો હોય તેનો કોઈ દિવસ અફસોસ ના કરવો જોઈએ, પણ એમાંથી બોધ લઈને આગળ વધવું જોઈએ. કેમ કે, જે થવાનું હોય એતો થઈને જ રહે છે તો પછી એના વિશે વધારે વિચારવું એ વ્યર્થ છે. તો વધારે વિચાર્યા કરતા કુદરત પર છોડી દેવું કેમ કે આપણાં કરતા એમનો નિર્ણય બેસ્ટ હોય છે. ઘણી વખત તો બધા સાથે એવું થયું હોય છે કે એમના સગાવહાલા જ એમનાથી મોં ફેરવી દે છે અરે જાય એટલા જવા દેવાય ભગવાન એને જ દૂર કરે છે જે આપણાં કે આપણી લાગણી ના લાયક નથી હોતા. પણ એતો સમય વીત્યા પછી જ સમજમાં આવે છે. ત્યાં સુધી એ ઢંઢેરો પીટ્યા કરે ફલાણો મારી સાથે નથી બોલતો, ઢીંકનો મારા પ્રસંગમાં ના આવ્યો. અરે એ બધાં જેલેસી હોય છે તમારું સારું નથી જોઈ શકતા. એમને તો એમના સમય એમના હાલ પર જ છોડી દેવાં બસ એટલું યાદ રાખવું કે સમય સૌનો આવે છે. એમાં આપણે કોઈ બાકાત નથી.


Rate this content
Log in

More gujarati story from Jay Mogal

Similar gujarati story from Inspirational