DEVYANI TRIVEDI

Inspirational

3  

DEVYANI TRIVEDI

Inspirational

વીરતાની વાર્તા

વીરતાની વાર્તા

2 mins
169


એક ગામ હતું. તે ગામમાં સાવિત્રી નામે એક વિધવા સ્ત્રી રહેતી હતી. તેણે એક પુત્ર હતો. તેનું નામ રવિ હતું. રવિ પગે અપંગ હતો. સાવિત્રીએ ઘણા ડોક્ટર પાસે રવિનો ઈલાજ કરવવાનો પ્રયત્ન કર્યો. પણ બધા જ ડોક્ટર નો એક જ જવાબ હતો કે, ‘રવિ ક્યારેય પોતાના પગ પર ચાલી નહિ શકે.’ વળી ગરીબી હંમેશા રવિને ઘરે તાંડવ કરતી રહેતી. રવિની મા સાવિત્રી બીજા લોકોના ઘરે કામ કાજ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી રવિ પણ ખુબ જ દુ:ખી રહેતો હતો. કારણકે તે અપંગ હોવાથી બીજા છોકરાની જેમ રમી-કૂદી શકતો ન હતો.

રવિની માતા સાવિત્રીએ ધીમે ધીમે રવિના પગની સારવાર માટે પૈસા ભેગા કર્યા. અને સારા ડોક્ટર પાસે રવિના પગનું ઓપરેશન કરાવ્યું. ઓપરશન સફળ થયું. પણ તેણે હજી ઘણી કસરત અને માવજતની જરૂર હતી. રવિની માતા રોજ રવિને ચાલવાની કસરત કરાવતી હતી. ઘણી મહેનતને અંતે રવિનો પગ સાજો થઈ ગયો. હવે તે બિલકુલ છૂટો ચાલી અને દોડી શકતો હતો. એ પછી તેણે અનેક દોડની સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ખુબ ઇનામ જીત્યા. એક પણ સ્પર્ધા એવી ન હોતી કે એમાં રવિ ઇનામ ન જીતે !

એમ કરતાં સમય વીતતો ગયો. રવિના મા પણ હવે ઉમર થવાથી થાકી જવા લાગી. એક વાર તેની મા બિમાર પડી. તેણે દવાખાને દાખલ કરવાની જરૂર પડી. તેની સારવાર માટે ખુબ પૈસાની જરૂર હતી. રવી પાસે એટલાં પૈસા ન હતા. તે ઉદાસ થઈ ગયો. પણ તે હાર માને એવો ન હતો. એટલામાં તેણે જાણવા મળ્યું કે શહેરમાં એક મોટી દોડ સ્પર્ધાનું આયોજન થયું છે. જેમાં જીતનારને ખુબ મોટું લાખો રૂપિયાનું ઇનામ મળવાનું હતું. રવિ પણ આ સ્પર્ધામાં ભાગ લેવા ગયો. તેની આંખો સામે પથારીમાં પડેલી બિમાર મા દેખાતી હતી. તેની માએ પોતાની માટે કરેલી દોડધામ અમે મજૂરી તેને યાદ હતી. રવિ એ ખુબ હિંમત કરી એ દોડમાં ભાગ લીધો અને પહેલું ઇનામ મેળવ્યું. એ ઇનામમાં તેને લાખો રૂપિયા મળ્યા. એ રૂપિયાથી રવિએ પોતાની માતા સાવિત્રીનો ઈલાજ કરાવ્યો. અને તે સાજી થઈ ગઈ.

આમ મહેનત અને ધગશ હોય તો કાંઈપણ અશક્ય નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational