ટૂંકી વાર્તા
ટૂંકી વાર્તા
એક શહેરમાં બે મિત્રૉ રેહતા હતાં તેમાંનો એક મિત્ર અંધ હતો. એક દીવસ બન્ને જણ નક્કી કર્યું કે રાતનું જમવાનું સાથે જમીયે, અંધ મિત્ર તેનાં મિત્રના ઘરે જમવા ગયો. જમીને વાતો કરતાં રહ્યાં ને રાતે મોડું થઈ ગયું. અંધ મિત્રને ઘરે જવાનું હતુ. બીજા મિત્રને ચિંતા થઈ, રાત થઈ ગઈ છે, રસ્તામાં ખૂબ અંધારું હશે.
એને તેનાં મિત્રને કીધું કે હું તને એક ફાનસ આપું છું, તુ એ લઇને ચાલજે એટલે રસ્તે જતાં બીજા લોકો તને જોઈ શકે ને ખબર પડે કે તું ચાલે છે. એટ્લે કોઈ તને અથડાઈ નાં જાય.
અંધ માણસ ફાનસ લઇને ચાલતો થયો. થોડો આગળ ગ્યો ને એક સાયકલવાળાભાઈ સાથે અથડાઈ ગયો. અંધ માણસ બોલ્યો કે, 'ભાઈ હું તો અંધ છું પણ તમે મારા હાથનું ફાનસ પણ ના જોઇ શકયા ?
સાયકલવાળા ભાઇ બોલ્યા કે, 'ભાઈ આ ફાનસ તો બંધ થઈ ગયું છે. એટલે હું તમને ના જોઇ શક્યો મને માફ કરો.'
અંધ ભાઇ પોતાની રીતે ચાલી ધરે પહોંચ્યા.
બીજાના આપેલા અજવાળા કરતા વ્યક્તિ પોતાના અંધારા માં વધું સુરક્ષીત હોય છે.