Dharmishtha Desai

Inspirational

3.5  

Dharmishtha Desai

Inspirational

તિરંગાનો પાંચમો રંગ

તિરંગાનો પાંચમો રંગ

2 mins
30


"મેરા મુલ્ક, મેરા દેશ મેરા યે વતન

શાંતિકા ઉન્નતિ કા પ્યાર કા ચમન"

આ દેશભક્તિ ગીત આપણે જ્યારે જ્યારે સાંભળીએ છીએ ત્યારે ત્યારે એમ થાય કે આપણાં તિરંગામાં તો કેટલા બધા રંગ છે. તિરંગાનો એક કલર કેસરી તો તે છે શૌર્ય અને દેશભક્તિનો પ્રતિક. સફેદ રંગ તો તે છે શાંતિનો પ્રતિક. લીલો રંગ તો તે છે દેશની હરિયાળીનો પ્રતિક. વળી અશોકચક્ર તો તે છે સર્વ ધર્મ અને સાર્વભૌમત્વનું પ્રતિક.

પણ જ્યારે આપણાં દેશમાં કોમી એકતાની ભાવનાવાળા દ્ર્શ્યો જોઈએ, દરેક નાગરિકને પોતપોતાના ધર્મ પ્રત્યે જે છે તે અનેક ધર્મમાં સર્વ ધર્મ સમભાવ જોઈએ ત્યારે આ બધા પણ જાણે તિરંગાનો પાંચમો રંગ હોય તેમ લાગે.

દેશ ઉપર જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની આપત્તિ આવે ત્યારે ત્યારે દેશના સૌ કોઈ નાગરિકો બધા જ ભેદભાવ ભૂલીને જે એકતાના દર્શન કરાવે છે, ત્યારે તિરંગાના આ પાંચમા રંગને નમન કર્યા વગર રહેવાય નહિ.

દેશ ઉપર જ્યારે કોઈ બહારનો દુશ્મન હુમલો કરે ત્યારે દેશના નવજુવાનો તો બહાદુરીથી તેમનો સામનો કરે જ છે, પણ દેશના નાગરિકો પણ પોતપોતાની રીતે દેશમાં શાંતિ અને અખંડિતતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં લાગી જાય છે.

હમણાં જ તાજેતરમાં કોરોનાએ જે હાહાકાર અને તબાહી મચાવેલી તે તો ક્યારેય ભૂલાય તેમ નથી. માણસ જ માણસથી દૂર ભાગે તેવી પરિસ્થિતિ પેદા થઈ ગયેલી હતી. તેમ છતાંય આવી વિષમ પરિસ્થિતિમાં નર્સ, ડોક્ટર, સ્વયંસેવકો,દવાવાળા, સફાઈ કામદારો, અને કેટલાંય દાતાશ્રીઓ એ જે રીતે પોતાનું યોગદાન આપ્યું હતું ત્યારે તેમાં પણ આપણને તિરંગાનો પાંચમો રંગ નજરે આવી ગયેલો.

આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. અને તેમાં સર્વ ધર્મ અને સર્વ જાતિના લોકો વસ્યા છે. દેશમાં અનેક પ્રકારના તહેવારો આવે છે ત્યારે આ તહેવારો ખૂબ જ સંપથી, શાંતિથી અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે.

અનેકતામાં વિવિધતા એ આ દેશની ખાસિયત છે. સિન્ધી, પારસી અને એવી તો અનેક જાતિના લોકોને આ દેશે અપનાવ્યા છે.અને તેઓ પણ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. અહિંસા પરમો ધર્મ એ ન્યાયે આ દેશમાં શાંતિ અને ભાઈચારો પણ જોવા મળે છે.

કેટકેટલી વિવિધતાઓથી ભરેલો આપણો દેશ છે. અને તેમાં પણ ઐક્ય સાધવું અઘરૂં છે. પણ આપણાં દેશમાં એ શક્ય છે. ભાતિગળના લોકો, વિવિધ પ્રકારની રહેણીકરણી અને વિવિધ પ્રકારની વિચારસરણી અને છતાંય કેટલી શાંતિ.સૌને સમાન હક્ક અને સમાન સ્વતંત્રતા.

તો દેશની એકતા, અખંડિતતા, સર્વ ધર્મ સમભાવ અને સાર્વભૌમત્વ એ જ છે આપણાં તિરંગાનો પાંચમો રંગ.

અને તિરંગાનો આ પાંચમો રંગ એ આપણાં દેશની આન, બાન અને શાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational