સર્જનહાર
સર્જનહાર


બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં તાલુકા મથકથી બે કિલોમીટરના અંતરે આવેલી ગોળિયા (વખા) પ્રા.શાળા તા-૦૧/૧૦/૧૯૭૮થી અસ્તિત્વ ધરાવે છે. મુળ વખા ગામથી છૂટા પડેલા માળી જ્ઞાતિના લોકોએ પોતાના બાળકો ૧ થી ૫ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે હેતુથી ગામને અડીને આવેલા ભોમાજી રાવતાજી માળીના ખેતરમાં એક વર્ગખંડથી શાળા શરુ કરેલી. પરંતુ આ વિસ્તારના લોકો મુખ્યત્વે હીરા ઘસવાની કામગીરી સાથે સંકળાયેલા હતા. તેથી છોકરાઓને શાળામાં ભણવા મોકલવા કરતાં પોતાના વ્યવસાયમાં જોડવાનું વધારે પસંદ કરતાં. વળી દીકરીઓને ઘર કામમાં રોકી રાખતા. તેથી શરૂઆતમાં આ શાળામાં વિદ્યાર્થીઓની જૂજ સંખ્યા અને માત્ર એક શિક્ષક જ હતા. પરંતુ સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શિક્ષકોએ જન-જાગૃતિના પ્રયત્નો કરતાં શાળામાં બાળકોની સંખ્યા વધી. પરિણામે વધુ વર્ગખંડ નિર્માણ કરવાની જરૂરીયાત ઊભી થઈ. એ માટે વર્ગખંડ મંજૂર પણ થયા. પણ પ્રશ્ન હતો વર્ગખંડ બાંધવા માટે જમીનનો.
એ માટે શાળાના આચાર્યશ્રી બાબુભાઈ પ્રજાપતિએ કમર કસી.&nb
sp;તેમણે શાળામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં લેખિત આમંત્રણ પત્રિકાઓ પાઠવીને વાલીઓને શાળામાં આકર્ષ્યા. પછી લોકોના દિલ જીતી વર્ગખંડ નિર્માણ માટે શાળામાં જમીનની આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનું શરુ કર્યું. શરૂ-શરૂમાં ગામની ભાગોળે આવેલી પડતર જમીનનો ઉપયોગ કરવાનું નક્કી થયું. પરંતુ એક બાજુ હાઈવે અને બીજીબાજુ પાણીથી ભર્યા ઊંડા તળાવવાળી આ જમીન શાળાના વાતાવરણ માટે ભયરૂપ હતી. આથી ગામના શિવાલયના પ્રાંગણમાં વર્ગની હંગામી વ્યવસ્થા કરવામાં આવી. સમય જતા શિક્ષકોના પ્રયત્નો અને શાળાના ગુણવત્તાવાળા વાતાવરણથી પ્રભાવિત થઈને ગામ લોકો એ શાળા માટે જમીન આપવાનો નિશ્ચય કર્યો. જેના ફળસ્વરૂપે ગામના વાતની માળી મંછાજી હરજીજી એ પોતાના ગરથારની જમીન શાળાને રૂ.૨૦ના સ્ટેમ્પ પેપર પર દાનમાં લખી આપી. મંછાજીના આ પગલાથી પ્રેરાઈને માળી કસ્તુરજી ખેમાજી એ પણ પોતાના ગરથારની જમીન શાળાને વર્ગખંડ માટે દાન આપી. હવે જમીનનો પ્રશ્ન હાલ થતા શાળામાં બે વર્ગખંડ, મધ્યાહન ભોજન શેડ, કુમાર-કન્યાના ટોયલેટ બ્લોક, દરવાજા સાથેનો કમ્પાઉન્ડ વોલ તૈયાર થયો. જે શાળાના વિભાગ નંબર બે તરીકે વિકાસ પામ્યો.