Sneha Patel

Inspirational

3  

Sneha Patel

Inspirational

સપના

સપના

4 mins
7.2K


કોઈ તો ઢૂંઢ કે મુઝકો કહીં સે લે આયે,
કિ ખુદકો દેખા નહીં હૈ બહુત ઝમાનો સે.
- કુમાર પાશી

‘મને નિષ્ફળ માણસોથી સખત નફરત છે, અબઘડી જ તું મારી નજર સામેથી દૂર થઈ જા.’ અને સુમનભાઈએ એમના હાથમાં રહેલ ગોળ પેપરનું ફીંડલું એમના દીકરા સુકરાંત પર ફેંક્યું.

સુકરાંત બિચારો શિયાંવિયાં થઈ ગયો અને બેડરુમમાં જઈને રુમ અંદરથી બંધ કરીને પલંગ પર જઈને પડ્યો. આજે એક કંપનીમાં ઇનટરવ્યુ હતો અને એમાં સુકરાંતને નોકરી નહોતી મળી. પતી ગયું. પછી ઉપર પ્રમાણેની ઘટના બની ગઈ હતી. જો કે પપ્પા સુમનભાઈની આવી ઘાંટાઘાંટની સુકરાંતને કોઈ નવાઈ નહોતી. નાનપણથી એની સાથે આવી ઘટનાઓ બનતી આવતી હતી. પપ્પાની અપેક્ષાઓનું ધોરણ કાયમથી એની તાકાત કરતાં વધુ પડ્તું જ રહેતું. એમની આશાને પહોંચી વળવા એ જીવ લગાવીને મહેનત કરતો પણ પપ્પાની ધારણા પ્રમાણે કયારેય પરિણામ મેળવી શકતો નહોતો. હવે એ થોડો કંટાળ્યો હતો પણ શું કરવું એની એને સમજ નહોતી પડતી.

એના પપ્પા એને સુપરચાઈલ્ડ સમજતાં હતાં. નાનપણથી એના કાનમાં, ‘બેટા; સપના તો મોટાં જ જોવાનાં અને એ સપના પૂરા કરવા રાતોની ઉંઘ પણ હરામ થઈ જાય તો કરી દેવાની.’ ને એ વખતે એ મનોમન વિચારતો કે,’ જો હું રાતે સૂઇ જ નહીં શકું તો અમને સપના કેવી રીતે આવશે?’

સુકરાંત એક સંતોષી જીવ હતો. જીવન પાસેથી, માતા પિતા – સમાજ – ભગવાન અને છેલ્લે પોતાની જાત પાસેથી પણ એની અપેક્ષાઓ લગભગ બહુ જ ઓછી રહેતી. એણે કદી પોતાના માતા પિતાની પાસે કોઈ જ વસ્તુની જીદ કે માંગણી નહોતી કરી, જે સમયે જે મળ્યું એનાથી ચલાવી લીધું હતું અને એ ચલાવી લેવું એ એની મજબૂરી નહોી પણ એનો સ્વભાવ હતો. પણ એનો મતલબ એવો નહોીં કે એ કોઈ વસ્તુ પાછળ મહેનત નહોતો કરતો. એ મહેનતુ પણ એટલો જ હતો પણ નસીબ સાથ નહોતું આપતું. શું કરવું એની કશું જ સમજ નહોતી પડતી અને સુકરાંતની પાંપણ પર બે મોતી ચમકી ઊઠ્યાં.

સામે પડેલ ટીપોઈ પર બાઈકની ચાવી અને વોલેટ પડ્યાં હતા એ ઉપાડીને એ ઘરની બહાર નીક્ળી ગયો. મોબાઈલમાંથી પ્રિયાનો ફોન નંબર લગાવીને એને એસ.વી. રોડ પરના નવા બનેલ સી.સી.ડી કાફેમાં આવવા કહ્યું, સામેથી પણ ’ઓકે’ જવાબ મળતાં થોડી રાહતનો શ્વાસ લઈને બાઈક ચાલુ કરી.સી.સી.ડીમાં પ્રિયા, સુકરાંતની સૌથી સારી મિત્ર પહેલેથી જ આવીને બેઠી હતી. એણે હસીને સુકરાંતનુ સ્વાગત કર્યું.

સુકરાંત એની સામેની સીટમાં ગોઠવાયો અને થોડું રીલેક્ષ ફીલ કરવા લાગ્યો. બે કેપુચીનો અને એક બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રીના ઓર્ડર પછી પ્રિયા બોલી, ‘સુક, બોલ.. કેમ આમ મળવા બોલાવી? કોઈ ખાસ વાત કે એમ જ ?’ ‘ના યાર, આજે ફરીથી એક નોકરીમાં પસંદગી ન થઈ અને એ જ ફરીથી ઘરે પપ્પાની નારાજગીનો આલાપ.. હવે કંટાળ્યો છું યાર, ક્યાં ગોથા ખાઉં છું સમજાતું જ નથી.’ અને પ્રિયા ખડખડાટ હસી પડી. સુકરાંત બાઘાની માફક એને જોઈ રહ્યો. એ પોતાના દુઃખની વાત કરી રહ્યો હતો અને આ પાગલ… ‘જો બકા, તારા પપ્પા તારી પાસે તારી તાકાત બહારની આશા રાખી રહ્યાં છે. યુ નો, દુનિયામાં ફકત ૧૨% લોકો મોટા મોટા, ગજા બહારના સપના જોઇને સ્માર્ટ અને હાર્ડવર્ક દ્વારા એને પૂરા કરવાની ક્ષમતા ધરાવે છે. હું એમ નથી કહેતી કે માનવીએ મોટા મોટા સપના ન જોવા જોઈએ.

સપના જુઓ પણ સાથે પોતાની કાર્યક્ષમતા અને બુધ્ધિમત્તાને પણ ધ્યાનમાં રાખવી જોઇએ. આપણને નાનપણથી જ મોટા મોટા સપના જોઇને એને પૂરાં કરવા એની પાછળ લાગી જાઓ એમ શીખવવામાં આવે છે પણ એ પૂરાં કેવી રીતે કરવા એ વિશે કોઈ માર્ગદર્શન નથી અપાતું.

દરેક માનવીની માનસિક અને શારિરીક તાકાત તેમજ આઇક્યુ અલગ અલગ હોય છે અને એથી જ દરેક માનવીની સિધ્ધી હાંસલ કરવાની પધ્ધતિ પણ અલગ જ હોવાની. એ વાત એ માનવીના મા બાપ કે એના શિક્ષક જ સમજીને સુધારી શકે પણ એ લોકો તો આપણી પર કહેવાતા જ્ઞાનનો ખજાનો ઠાલવવામાં જ વ્યસ્ત હોય છે. તારા કેસમાં પણ એવું જ છે. તારી તાકાત હાર્ડવર્ક માટે પુષ્કળ છે પણ તું સ્માર્ટ વર્ક નથી કરી શક્તો, મજૂરીયો જ છે સાવ અને હું તને પહેલેથી જ આ વાત કહેતી આવી છું. હવે તું સ્માર્ટવર્ક ન કરી શક્તો હોય તો તું મજૂરી કરીને ધીમે ધીમે આગળ વધનારા બાકીના ૮૮% લોકોમાં આવે છે. તારે જાતે આ વાત સમજી લેવી જોઇએ. બાકી દુનિયા તો શિખામણો આપવા તૈયાર જ ઉભી છે, આપણી વાસ્તવિકતા, તાકાત શું એ તો આપણે જ જાણતાં હોઇએ. એવા લોકોનું એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાંખવાનું નહીં તો તું અત્યારે જે હાલતમાં છું એવી ડિપ્રેશનની હાલતના કગારે આવીને ઊભા રહી જવાય અને સાવ જ અટકી જવાય.’

‘પ્રિયા, હું સમજુ છું અને માનું પણ છું. વળી મને મારી જાત પ્રત્યે કોઈ જ જાતનો અપરાધભાવ નથી કારણ હું જે કરું છું મારી પૂરી તાકાત અને પ્રામાણિકતાથી કરું છું પણ મારી લીમીટ આ જ છે, શું કરું?’ ‘ગુડ, તું જાણે છે -સ્વીકારે છે તો પછી દુનિયાની ચિંતા ન કર અને ધીમે ધીમે પ્રગતિના પથ પર આગળ વધવાનું ચાલુ કર. તું મહેનતુ, પ્રામાણિક અને શક્તિશાળી છે એટલું જ પૂરતું છે. તારા પપ્પાને શાંતિથી બેસીને તારી લિમીટેશન સમજાવ, એમને સીધા ન સમજાવી શકાતા હોય તો તારી મમ્મીને સમજાવ. એ તારા ડેડીને એમની રીતે હેન્ડલ કરી લેશે. બાકી પપ્પાના બોલવા પર જઈને પોતાની જાતને નીચી સમજવાની ભૂલ ન કરીશ. દુનિયાના ૮૮% લોકો જેવા તારી જેવા જ છે એ યાદ રાખીને ‘યા હોમ કરીને કૂદી પડો, ફતેહ આગે છે.’

‘ઓહ પ્રિયુ, થેંક્યુ સો મચ.’ અને સુકરાંત સાચે જ પોતાની જાતને મોરપીચ્છ જેવો હળવીફૂલ અનુભવી રહ્યો.


Rate this content
Log in

More gujarati story from Sneha Patel

Similar gujarati story from Inspirational