સંયમની સમજણ
સંયમની સમજણ
સ્કૂલેથી પરત ફરેલી ધ્યાનીએ તરત જ બેગનો ઘા કરીને શૂઝ સાથે જ સોફા પર બેસતાં મમ્મીને પ્રશ્ન કર્યો.
"મમ્મી.. મમ્મી સંયમ એટલે શું?"
"અત્યારે ગુસ્સો આવવા છતાં હું પરિસ્થિતિ અને સમયને સમજીને તારી સાથે પ્રેમથી વાત કરું છું એ.."
