સંવેદનાનુ નગર
સંવેદનાનુ નગર

1 min

732
સંવેદના નામે એક નગર હતુ.
લાગણીનાં પાયા પર રચાયેલુ. સિમેંટ, રેતી, ઇંટ, કપચીને બદલે એના ઘરોમા વણાયેલાં હતા, પ્રેમ, ત્યાગ, વિશ્વાસ અને પરવાહ. ખૂબ મોજીલું અને આનંદી નગર.
પણ એક દિવસ... એક દિવસ, સંવેદના નામનાં આ નગરને, પૈસો, પદ, પ્રતિષ્ઠા અને પાવરની ભૂખ જાગી. આ ભૂખ એટલી તીવ્ર હતી કે
બીજાનો વિચાર કરવાનુ ભૂલાયુ. અને સૌથી પહેલા એમા હોમાઇ પરવાહ. પછી એ ત્યાગને ખાઇ ગઇ. ત્યારબાદ વારો આવ્યો વિશ્વાસનો. અને વિશ્વાસ ગયો એટલે પ્રેમ આપોઆપ જ આ ભૂખમાં સ્વાહા થઇ ગયો.
-આજે પૈસો, પદ, પ્રતિષ્ઠા અને પાવર બધું જ છે, છતાં ભૂખ મટી નથી. આ પ્રેમ, ત્યાગ, વિશ્વાસ અને પરવાહ ગયાનો રંજ પણ નથી. પરંતુ કોઇકનુ મન હવે આ લાગણીઓને શોધે છે. એને હજી કંઇક ખૂટે છે.
પણ... અફસોસ એ કે, હવે એ ખોવાયેલુ કે હોમાઇને સ્વાહા થઇ ગયેલુ પરત મળે એમ નથી.