સંતોષ
સંતોષ
અડધો રોટલો કૂતરા ને આપી એ ભિખારી નિરાંતે સૂઈ ગયો.
ન ભૂખ, ના ગ્લાનિ બસ સંતોષથી છલકાતી આંખો ગાઢ નિંદ્રા સાગરમાં ગર્ક થઈ ગઈ.
ફૂટપાથની સામે આલીશન બેડ પર આધિ વ્યાધિના વમળમાં ચકરાવે ચઢેલ ધન કુબેર તમામ ઉપાયો વ્યર્થ થયાની મડા ગાંઠ ઉકેલવા મથી રહ્યો હતો.
બેમાંથી એક સુખી હતો અને બીજો બિચારો ધનિક !
