"શું દેશ ખરેખર આઝાદ થયો છે ?"
"શું દેશ ખરેખર આઝાદ થયો છે ?"


"એ જમી મેરી એ આશમાં મેરા, ખુબસુરત એ જહાં
ઔર ઉસસે ભી ખુબસુરત દેશ મેરા."
15 ઓગસ્ટ 1947, એ આપણો દેશ આઝાદ થયો પણ શું ખરેખર આપડે આઝાદ થયા છીએ ? એ આપણા અંતરાત્માને પૂછી તો જોઈએ એકવાર.
આજે આપણા ઘરની બેહન, દીકરીઓ એ ઘરની બહાર નીકળતા પેલા વિચાર કરવો પડે છે, શું આજ સંસ્કૃતિ છે, જે દેશની મહિલાઓ સુરક્ષિત નથી એ દેશ કેવી રીતે આઝાદ કહી શકાય. રાજા- રજવાડા તો જતા રહ્યા પણ રાજાનો છોકરો જ આજે રાજા બની રહ્યો છે અને રંક અને ગરીબ એની એજ સ્થિતિમાં જ રહ્યા છે. "રાજાનો છોકરો હવે રાજા નહીં બને પણ હકદાર જ બનશે" આ વાક્ય માત્ર ફિલ્મ પૂરતુંજ મર્યાદિત લાગે છે.
દેશમાં ભ્રષ્ટાચાર એ હદે વધી રહ્યો છે જેની કોઈ સીમાજ નથી. તમે માત્ર પૈસા આપો તમારું કામ થઈ જાય છે. આના લીધે જ દેશમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. બાબાસાહેબ આંબેડકર દલિતો, આદિવસી, લઘુમતી અને મહિલાઓ પર અત્યાચાર ના થાય એટલા માટે સુરક્ષા આપી નિયમો બનાવ્યા પણ અત્યાચાર ઘટવાને બદલે વધતાજ જાય છે. આ બધામાં આપણે પેહલા નંબરે જ છીએ.
આપણે આગળ ક્યાં જવાની જંરૂર covid-19 Pandemicમાં આપણે ભારતીયો લોકડાઉનમાં-કરવામાં આવેલા નિયમોનું પાલન ના કર્યું જેના લીધે જ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
અંતમાં એટલું જ કહીં વાંચનાર ને કે ખરેખર શું આપણે આઝાદ થયા છીએ !એવું પોતાના અંતર આત્મા ને પૂછી જોવો !
"ભારત માતા કી જય'