શિક્ષકોનું દર્પણ એટલે શાળા
શિક્ષકોનું દર્પણ એટલે શાળા
કોઈ પણ શિક્ષકોનું દર્પણ તેમની શાળા હોય છે. જો શાળાના બાળકો સ્વચ્છ હોય અને શાળા ચોખ્ખી હોય તેમાં શિક્ષકોનો ચેહરો જોવા મળે છે. જેમ દર્પણમાં જોવાથી આપણને આપણા ચહેરાંમાં શું ખામી છે તે ખબર પડે છે તે પ્રમાણે શાળા ને જોવાથી અને બાળકો ને જોવાથી શિક્ષકોની ખામી ખબર પડે છે. તેજ રીતે શિક્ષકોની ખૂબી પણ ખબર પડે છે. એટલે જ શાળા એ શિક્ષકોનું દર્પણ છે. શિક્ષકો એ દર્પણમાં જોવાની જરૂર નથી તેની શાળા અને બાળકોમાં જ તેનું પ્રતિબિંબ દેખાય છે.