સૈનિકની ગૌરવ ગાથા
સૈનિકની ગૌરવ ગાથા


સૈનિક ઉસે કહેતે હૈ જો ખેલતે અપની જાન પે,
ઔર એક સવાલ ભી ન ઉઠને દેતે ઇસ દેશ કી શાન પે.
સૈન્યની નિકટ રહી ને કુશળતા પૂર્વક લડાઈ કરનાર યોદ્ધા ને સૈનિક કહેવાય છે.
સૈનિક એટલે દેશની સુરક્ષા,
સૈનિક એટલે દેશની વીરતા,
સૈનિક એટલે દેશની પ્રગતિ,
સૈનિક એટલે દેશની બહાદુરી,
સૈનિક એટલે દેશની આન બાન અને શાન,
સૈનિક એટલે દેશની જાન...
આવા જ બુલંદ હોસલાઓને ભેગા કરીને એક સૈનિકની આત્મા જન્મ લે છે. ગમે તેટલી વધુ વસ્તી ધરાવતો દેશ હોય પણ સરહદ પર સૈનિકોનું ઉકળતું લોહી ન હોય તો બધું જ અર્થ વગરનું છે. કોઈ દેશ ગમે તેટલો બળવાન હોવાનો દાવો કરે કે પછી પોતાની પાસે બીજા દેશ કરતાં સર્વશ્રેષ્ઠ હથિયારો, મિસાઈલો અને અણુબોમ્બ હોવાનો દાવો કરે પરંતુ જો દેશની સરહદ પર વીર જવાનો તેમનો જોશિલો જુસ્સો લઈને દેશની રક્ષા કરવા ન આવે તો તે દેશ અંદરથી ખોખલું જ કહેવાય.
દેશ નું સાચું ભવિષ્ય સૈનિક જ તો છે. કોઈકની માંગનું સિંદૂર, કોઈકનો પુત્ર અને કોઈકનો ભાઈ જાય છે સરહદ પર અને પોતાની કે પરિવાર ની ચિંતા કર્યા વિના જાન ની બાજી લગાવી દે છે.
સૈનિકો દુશ્મનો ને હરાવી ને પોતાના વતનમાં પાછા આવે છે ત્યારે હું માનું છુ ત્યાં સુધી તો ભગવાનની જેમ એમની પૂજા કરવી જોઈએ. શા માટે ? તો એટલા માટે જ કે પરમકૃપાળુ પરમેશ્વર તો ઉપર બેઠા બેઠા બધું નિહાળી રહ્યા છે. અને આ સૃષ્ટિ સારી રીતે ચાલી રહી છે તેનું સંચાલન કરી રહ્યા છે. તેવી જ રીતે સરહદ પર સૈનિકો દેશ ને સુરક્ષા પૂરી પાડે છે. ત્યારે આપણે એમની પૂજા તો કરવી જ રહી. ત્યારે મને એક ગીત યાદ આવે છે,
"થી ખુન સે લથપથ કાયા ફિર ભી બંદૂક ઉઠાકે,
એક એક ને દસ કો મારા ફિર ગયે હોશ ગવા કે."
સરહદ પર જાન ની બાજી લગાવનાર સૈનિકો પોતાની દેશ પ્રત્યેની ફરજ ક્યારેય ચૂકતા નથી. તેમજ સરહદ પર કોઈ જાતિવાદ કે કોમવાદ હોતો નથી. ત્યાં તો સૌ ભાઈ ભાઈ ની જેમ રહે છે. અને એનાથી પણ વિશેષ એક હિન્દુસ્તાનીની જેમ રહે છે. ત્યારે એ ગીત ની જ એક પંક્તિ છે,
"કોઈ શીખ, કોઈ જાત મરાઠા, કોઈ ગોરખા, કોઈ મદ્રાસી,
સરહદ પર મરને વાલા હર વીર થા ભારતવાસી."
સૈનિકો જ્યારે યુદ્ધના અંતે વિજય પામીને ઘરે પોતાના પરિવાર પાસે આવતા હોય છે ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક હોય છે. એ પરિસ્થિતિ માટે એક ગીત છે,
"અપની આઝાદી કો હમ હરગિઝ મીટા નહિ સકતે,
સર કટા સકતે હૈં લેકિન સર ઝુકા નહિ સકતે."
દરેક સૈનિક પહેલા તો આપણી જેમ એક સાધારણ માણસ જ હોય છે. અને એક માણસની નૈતિક ફરજ ન ભૂલતા, જે દેશમાં આપણે રહીએ છીએ, આપણને સુરક્ષા પ્રાપ્ત થાય છે તેના વિકાસમાં એક હાથ આપણા સહુનો પણ હોવો જોઇએ. દેશની ઉન્નતિમાં આપણો હાથ ન હોય તો ચાલશે પણ દેશની અધોગતિ માં તો ક્યારેય પણ આપણો હાથ ન જ હોવો જોઈએ.
ફરીવાર સૈનિકો માટે કહું છું કે,
નો કન્ટ્રી ઇઝ પરફેક્ટ, યુ નીડ ટુ મેક ઇટ બેટર.
સૈનિકો વિશે થોડીક વાતો ખ્યાતિના વિચારોમાંથી.