સાદગી એજ જીવન
સાદગી એજ જીવન
એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું. ધીરે ધીરે વાત જીવનમાં વધતા સ્ટ્રેસ અને કામના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા,
ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા, પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી. પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા,
"ડીયર સ્ટુડન્ટ, તમારા બધા માટે ગરમા ગરમ ચા' બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે 'કપ' લેતા આવો." છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો કપ શોધવા લાગ્યા. કોઈએ ક્રિસ્ટલનો શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેનનો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો. બધાના હાથમાં ચા આવી ગઈ. પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,
"જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવનમાં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે. ફ્રેન્ડસ, એ તો પાક્કું છે કે કપ ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી. સાદગીથી જીવો, સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો. એકબીજા સાથે જોડાયેલા રહો. આ જ સાચું જીવન છે.
'જમાવટ તો જીંદગીમાં હોવી જોઈએ, બાકી 'બનાવટ' તો આખી દુનિયામાં છે જ.'