સાચી દીપાવલી
સાચી દીપાવલી
આજે વાત કરું તહેવારોની ખરી મજા ગામડામાં હોય. અહીં ધન ઓછું વપરાય પણ મનથી તહેવાર પારંપરિક ભાવથી ઉજવાય. ગામડે હજી શહેર જેવી પૈસાની રેલમ છેલ ન દેખાય અને હોય તોય બતાવે ના. એવી ગામમાં દીપાવલી મહાપર્વની વાત કરું છું.
દિવાળીનો તહેવાર આવી રહ્યો હતો. બાળકોને છૂટી પડવાની હતી. દર વરસે કનક ભાઈ મીના ને લઈને બે બાળકો સાથે મા બાપ પાસે આવે. માવતર ખુશ ને બાળકો ને દીપાવલીનો તહેવાર ઉજવવાની ખરી મજા આવે. એક પુત્ર રોનક અને પુત્રી રીમા. પાંચ અને ત્રણ વરસનાં હતાં. મા બાપ ભેગાં હોય તો બાળકો ખુશ થાય. એવી રીતે વડિલો પાસે એમનાં સંતાનો આવે તો તેઓ પણ ખુશી અનુભવે. મીના ને પણ ગામડે ગમે. ઓછા પૈસામાં સૌનાં સંગાથમાં બધાંજ ખુશી અનુભવે. આમતો કનક ભાઈ સારી નોકરી કરે એટલે સુખી હતાં અને ગામડે ખેતીવાડી હતાં જે બીજો ભાઈ સાથે રહી સંભળાતો. એટલે એ પણ સુખી હતાં. ગામડે કાચા પાકા ઘરોની રોનક ખૂબજ સારી લાગે માટીનાં દીવડા ઘર આંગણ ઝગમગ કરે તુલસી ક્યારો ઘર સરસ સમજાવે. આંગણામાં મોટી રંગોળી પૂરે. દિવાળીના દિવસોમાં જે તે દિવસે દેવ પૂજન. મંદિર દર્શન. બઘા સાથે જ જાય દેવોના નૈવેધ કરાય. આમ જૂની પ્રણાલી અહીં જીવંત દેખાય. ફટાકડા ફોડાય પણ નાનાં જેથી પશુ પંખી ઘરડાં હેરાન ન થાય. આવું શહેરમાં ન જોવા મળે.
આ વખતે કનકભાઈ એ ફટાકડા ન ફોડવાની બંધી લીધી હતી, બાળકોને ખબર હતી. પણ એ રકમમાંથી કંઈ નવું કરવા ધારેલું.
ધનતેરસનાં સવારે કનક ભાઈ બાજુનાં ગામે જઈ નાનાં મોટાં બાળકો નાં કપડાં ખરીદી કર્યાં નાનાં નાનાં મીઠાઈ નાં પડીકા પેક કરાવ્યાં. મા ભાભી પત્ની માટે સાડી પીન બકલ લીધાં, ઘરે આવી ઘરનાં લોકોનો સામાન ઘરમાં આપી. માને લઈ ગરીબ વાસમાં લઈ ગયો. નાનાં બાળકો ને હાકલ કરતાં દોડી આવ્યાં. મા ને આમ પણ આખું ગામ ઓળખે. એમનાં સારા સ્વભાવથી. અને કનક ભાઇ નાની દવા ની ટીકડી લાવી ને ઘરમાં રાખે. એ સૌને ખબર પેટ માથું તાવ શરદી જુલાબ વગેરે ની મફતમાં આપતાં. તેથી સૌ માને જાણે. લાવેલા કપડાં મીઠાઇ બધાને આપતાં જે ગરીબના મોઢે દેખાયો એવો આનંદ બહુ ઓછો જોવા મળે. બધાને હરખતાં માપણ હરખતાં અને લેનાર પણ હરખતાં આશીર્વાદ આપતાં. ખૂબ આનંદ થયો ને મનોમન હવે દર વખતે આવું જ કાંઈક કરવાનો પાકકો વિચાર કરી મા બેટો સહર્ષ ઘરે આવ્યાં. દિવાળીના દિવસે સૌએ નવા કપડાં પહેરી કનક ભાઈ પાસે બતાવવા આવ્યા તો ફરી દિવાળીની ભેટ રુપે સૌને દસ દસ રુપિયા આપી આનંદિત કર્યાં. જે ખરેખર સાચી દીપાવલી ઊજવાઈ એવું સૌએ અનુભવ્યું. ગામડાં નો આ રંગ ધીરે ધીરે ઘણાં ને લાગ્યો ને ગામડું પણ રંગમય વિચારો કરતું પ્રગતિ કરી રહ્યું. સૌએ સાચી દિપાવલી ફટાકડા વગર પણ રંગમય રીતે ઉજવી.
