DILIPBHAI PATEL

Inspirational

3.4  

DILIPBHAI PATEL

Inspirational

રવિવારની શાળા

રવિવારની શાળા

3 mins
54


મારી શાળાના બાળકો રજાના દિવસને માત્ર મનોરંજનના દિવસ તરીકે પસાર કરતાં હતા. સામે પક્ષે શિક્ષકો પણ બાળકોને રજાના દિવસે માત્ર લેખિત ગૃહકાર્ય આપી શૈક્ષણિક દિવસ તરીકે જોવા માંગતા હતા. આ કારણે બંને પક્ષે લેખિત ગૃહકાર્યની વેઠ ઠેઠ સુધી પહોચતી લાગી. બાળકોને Self Learning તથા Learning by doing ની કોઈ તક મળતી ન હતી. બાળકો પોતાની રાષ્ટ્રીય અને સામાજિક ભૂમિકાથી સ્પષ્ટ ન હતા. હવે શાળાના બાળકો થકી ગ્રામજનો, માતા-પિતા તથા ગામના શ્રેષ્ઠીઓને આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી, આદર્શ નાગરીકનો ઉત્તમ નમૂનો પૂરો પાડવાનો એક વિચાર આવ્યો.

બાળકોના વિચારોની સંરચના એ તેમના વિકાસ માટે મહત્વનું લક્ષણ છે. આથી અમે તેમની સ્વાભાવિક જીજ્ઞાસા અને રચનાત્મકતા માટે ‘Sunday School’નું માધ્યમ પૂરું પાડ્યુ કે જ્યાં તેઓ પોતાની જ્ઞાન પિપાસા માટે શોધખોળ કરી શકે. આપણે બાળકોને પુસ્તકના તથ્યોનું સંગ્રહસ્થાન નહી પણ ઉત્તમ અન્વેષક બનાવવાના છે. માટે જ સાહસિક મનુષ્યો પોતાના જ્ઞાનને સતત વિસ્તારીને ‘ચમત્કાર’ ને પાછળ ધકેલ્યા કરે છે. શિક્ષણ એ ચેતનાની ખેતી છે. જેથી શિક્ષણને જીવંત અને ચેતનવંતુ બનાવવા તથા ચીલાચાલુ પધ્ધતિથી કંઈક હટકે કરવા અમારી ગોરલ પ્રાથમિક શાળાએ ખૂબ જ મહત્વાકાંક્ષી નવતર પ્રયોગ ‘Sunday School’ અમલમાં મૂકેલ છે. આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ બાળકો રવિવારના દિવસે પણ Self Learning કરતાં થાય તથા રજાના દિવસના લેખિત ગૃહકાર્યની વેઠ ઠેઠ સુધી ન પહોચે તે માટે Learning by doing ની સંકલ્પના સિદ્ધ કરવાનો છે. શિક્ષણરૂપી આ યજ્ઞમાં વિદ્યાર્થી, શિક્ષકો અને ગ્રામજનોની ભૂમિકા ઋત્વિજ સમાન છે. આ નવતર પ્રયોગમાં અમારી શાળાના ધોરણ – ૫ થી ૮ ના ૫૦ બાળકોના ૧૦ જૂથ બનાવામાં આવેલ છે. આ દરેક જૂથમાં પાંચ બાળકોમાંથી એક બાળકને લીડરશીપ સોપવામાં આવેલ છે.

હવે દર શનિવારે બાળકોને ‘Sunday School’ માટે નીચે મુજબના શીર્ષક હેઠળ જુદા જુદા પ્રોજેક્ટ આપવામાં આવેલ છે. • વેપાર-વાણિજ્ય વ્યવસ્થા અને નિયંત્રણ • આપણી સંસ્થાઓ • આપણા મદદગાર (Our Helpers) • આપણા શિક્ષણના સિતારા • ખેત પદ્ધતિ.પેદાશો અને સાધનો • છોડમાં રણછોડ • વ્યસનમુક્તિ અભિયાન • પ્લાસ્ટિકમુક્ત ગામ • મારું જીવન એજ મારો સંદેશ • Save Water • Health is Wealth • દેશી રમતો • ગુરૂદેવ નમઃ આ પ્રોજેક્ટ માટે બાળકોને એક તૈયાર પ્રશ્નાવલી આપવામાં આવે છે. જેમાં બાળકો દ્વારા નક્કી કરેલ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત લઇ પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્નોની સાથે આપણી રાષ્ટ્રીય અને સામાજિક ભૂમિકા સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવે છે. પ્રોજેક્ટની મુખ્ય થીમ હેઠળ શાળા દ્વારા સ્વચ્છ ગામ, વ્યસનમુક્ત ગામ અમે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટે સંકલ્પ લેવડાવામાં આવે છે. આ મુલાકાત ના ફોટા પણ ગ્રુપ દ્વારા તરત મને મોકલવામાં આવે છે છે. જેથી બાળકો અને મુલાકાતીને પ્રોત્સાહન તથા પ્રવૃત્તિમાં ચોકસાઈ જોવા મળે છે. આ નવતર પ્રયોગથી બાળકોના મનમાં વિકાસ માટેની જુદી-જુદી દિશાઓ ખુલે છે. જે ભવિષ્યમાં તેના મનમાં કશુક નવું સર્જન કરવાનું સિંચન કરી જાય છે. આ બીજારોપણ સમય જતા વૃક્ષ બની પાંગરે છે. ગૃહકાર્યની આ નવી રીતથી બાળકોનો ભણતરનો ભારનો ભાર ઘટી ગયો હોય તેવો એહસાસ જોવા મળે છે.

 ૧. નવતર પ્રયોગની લેખિત સામગ્રી. ૨. શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા/વાર્તાલાપ. ૩. મુલાકાતીઓનો પ્રતિભાવ. ૪. બાળકોના વર્તન પરિવર્તનની નોધ ૫. બાળકોની મુલાકાતના ફોટો

૧. બાળકો રવિવારના દિવસનો મનોરંજનની સાથે શૈક્ષણિક ઉપયોગ કરતા થયા. ૨. બાળકોમાં વિવિધતા સભર ગૃહકાર્ય મળ્યું. ૩. બાળકોનો ઉત્સાહ તથા ભાગીદારી વધી છે. ૪. બાળકો શાળામાં નિયમિત થયા છે/હાજરીનું પ્રમાણ વધેલ છે. ૫. શાળામાંમાં પ્રત્યેક બાળક મહત્વનું બન્યું છે.

રવિવારના દિવસનો શૈક્ષણિક ઉપયોગથી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. બાળકોની સક્રિય ભૂમિકાથી સ્થાનિક સ્રોતોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે. આમમનોરંજન અને શિક્ષણ એકબીજાની પૂરક બન્યા છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો,વાલીઓ અને સ્થાનિક સ્રોતોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે......


Rate this content
Log in

Similar gujarati story from Inspirational