Dharmishtha Desai

Inspirational

2  

Dharmishtha Desai

Inspirational

રકતદાન મહાદાન

રકતદાન મહાદાન

3 mins
82


માનવતાનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે રક્તદાન છે. કેમકે જ્યારે પણ કોઈને કોઈ કારણોસર આકસ્મિક બ્લડની જરૂર પડી તો ત્યારે કોઈપણ વ્યક્તિ ભલે તે પોતે કોઈપણ જાતિનો હોય કે તે વ્યક્તિનો કોઈ સગો ના હોય તો પણ તે વ્યક્તિ પોતાનું લોહી જે તે જરૂરિયાતવાળી વ્યક્તિને આપવા તૈયાર થઈ જાય છે અને સમયસર તે વ્યક્તિનો જીવ બચાવી લે છે.

આનાથી મોટી બીજી માનવતા કઈ હોઈ શકે ? અને એટલા માટે જ અવારનવાર રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. કેમકે રકતની જરૂર તો અવારનવાર વિવિધ કારણોસર પડતી જ હોય છે

એમાં પણ કેટલાક બ્લડ ગ્રુપ એવા પણ હોય છે જે મળવા ખુબજ મુશ્કેલ હોય છે. બીજા દાન જેમકે અન્નદાન, નેત્રદાન, અંગદાનની જેમજ રક્તદાન પણ એક પ્રકારનું શ્રેષ્ઠ મહાદાન અને આશીર્વાદરૂપ દાન છે. માન્યું કે રક્ત કોઈ એક સંસ્થામાંથી કે કોઈ બ્લડબેંકમાંથી મળી રહે, પણ અમુક એવાં પણ બ્લડગ્રુપ છે જે મળવા દુર્લભ હોય છે. અને ક્યારેક સમયસર બ્લડ ના મળે તો વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. હવે તમે વિચારો કે જો તમારું બ્લડ ગ્રુપ એવા દુર્લભ ગ્રુપમાં આવતું હોય તો તમારૂં બ્લડ કેટલાના જીવ બચાવવામાં કામ લાગે અને તમને કેટલા આશીર્વાદ તે વ્યક્તિના માતાપિતા, ભાઈબહેન કે પત્નીના મળે ?

દર્દીને મન તો ઇશ્વર, ડોક્ટર અને ત્યારબાદ આવા રકતદાતાઓ ભગવાન સ્વરૂપ હોય છે. માટે જ જો તમને કોઈ શારીરિક સમસ્યા ના હોય તો તમારે રક્તદાન અવશ્ય કરવું જોઈએ. ભલે તે સ્વૈચ્છિક હોય , પણ તમારે તમારી ઈચ્છાથી રક્તદાન કરવા માટે વિચારવું જ રહ્યું. કેમકે તમારૂં બ્લડ કોઈનું જીવન બચાવી શકે છે અને આ મહાદાન દ્વારા તમને તમારૂં જીવન કોઈને કામ લાગ્યું તેનો તમને આત્મસંતોષ પણ થશે. ઘણીવાર પૈસા આપતા પણ બ્લડ મળતું નથી. કે આવા ટાઈમે સગાવ્હાલા પણ મોં ફેરવી દેતા હોય છે. ત્યારે તમારૂં આપેલ રક્ત જ તેમને કામ લાગે છે.

રક્તદાન વિષે ઘણી ભ્રામક માન્યતાઓ લોકોનાં મનમાં હોય છે. પણ તે બધી ખોટી છે. રક્ત આપવાથી કોઈ જ નબળાઈ કે અશક્તિ આવતી નથી. આપણું શરીર સતત લોહી બનાવતું જ રહે છે. એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી. કે હવે નવું લોહી ક્યારે બનશે. રક્તનું દાન કરી કોઈના દિલમાં વસી જાઓ. તમારૂં જીવન કોઈને કામ લાગ્યું અને તમારો માનવઅવતાર સફળ થયો એનો સંતોષ માનો.

દેશની સરહદે આપણાં નવજવાનો જે આપણી રક્ષાકાજે પોતાનું લોહી વહેવડાવે છે ત્યારે જો તેમને પણ લોહીની જરૂર પડે ત્યારે જો આપણું લોહી તેમને કામ લાગી જાય તો આપણે કંઇક અંશે તેમનું અને દેશ પ્રત્યેનું ઋણ અદા કર્યાનો સંતોષ મેળવી શકીએ. એ સૈનિકોનાં પરિવારની દુવાઓ કમાઈ શકીએ. કોઈનાં લાડકવાયાને જીવતદાન આપી શકીએ અને આપણાં થકી કોઈના પરિવારમાં ખુશી લાવી શકીએ એનાંથી રૂડું બીજું શું?

આજ રકતદાને હિંદુ મુસ્લીમ વચ્ચેનાં ભેદ મીટાવી એકબીજાને પસંદ કરતાં જોવા મળ્યા છે. વર્ષો જૂના વેરને મીટાવી દીધાં છે. એકતાની ભાવના જગાડી છે. લોકો એકબીજાની નજીક આવ્યાં છે . ભાઈચારો વધ્યો છે. નફરતની જગ્યા પ્રેમે લીધી છે.

માટે જ રક્તદાન કરો અને બીજાને પણ તે માટે પ્રેરણારૂપ બનો. એક પ્રણ લો કે આપણે સમય સમય પર રક્તદાન કરીશું . બીજામાં પણ એની જાગૃતતા લાવીશું. રક્તદાન એ ઉત્તમ અને સર્વોત્તમ દાન છે. એની શિબિરો યોજીને તેની ઉજવણી કરો. કોઈ એક દિવસ શું કામ રોજ મનાવો.


Rate this content
Log in

More gujarati story from Dharmishtha Desai

Similar gujarati story from Inspirational