'રક્ષા' પર્વ વિશ્વાસનો
'રક્ષા' પર્વ વિશ્વાસનો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે આ પર્વ. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધે છે. શું એક રાખડી બાંધીને કોઈકની રક્ષા ખરેખર થઈ શકે ? એક સૂતરનો તાંતણો જે ભાઈના હાથે બાંધતા જ ભાઈ બહેનની રક્ષા અર્થે પોતે હમેશા તત્પર રહેશે.પોતાના અંતઃકરણ ના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે.પ્રેમ અને સંસ્કારની સુવાસ આ પવિત્ર પર્વમાં મહેકતી જોવા મળે છે.
આખું વર્ષ ભાઈ બહેન સાથે ગમે એટલું ઝગડે પણ રક્ષાબંધનના દિવસે તો બહેન કરતા વધારે ઉતાવળ એને હોય. જો કોઈ બહેન સાથે ઝગડ્યું હોય તો એની ધુલાઈ કરી આવે અને પોતે પોતાની બહેનને બચાવી એનો ગર્વ સમુ સ્મિત ચહેરા પર છલકતું હોય.
ભાઈના જીવનમાં, જીવન વિકાસમાં બહેનની સ્નેહ પૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક એટલે રાખડી. રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમબંધન." સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટીએ ન જોતા પવિત્ર દૃષ્ટિ રાખવી". આવો સંદેશ આપનાર આ પવિત્ર પર્વને આપણા જીવનમાં ઉતારીએ. ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતુ ઝરણું. બહેન જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈની દૃષ્ટિમાં પરિવર્તન આવી જાય. બ
હેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે અને બહેન નિર્ભયપણે ફરી શકે છે.
રાખડી એ માત્ર સૂતરનો તાંતણો નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમનું મહત્વ સમજાવતું પવિત્ર બંધન છે. ભાઈના હાથે રાખડી બાંધીને બહેન ફક્ત પોતાનુંજ રક્ષણ ઇચ્છે છે એવું નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના હોય છે. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વ્હાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પર્વ છે.
"આ તો સુતરના તાંતણે બંધાયેલો સબંધ,
ભાઈ બહેનના ઝઘડાને પ્રેમમાં બાંધનાર આ ભવ્ય સબંધ.
પ્રેમ અને સંસ્કારની સુવાસ ફેલાવે ચારેકોર,
ભાઈ બહેન નાં પ્રેમની ગાથા સમજાવે આ સબંધ.
રાખડિમાં ભલે ન હોય સાચા મોતી કે હીરા,
તું તારા કર્તવ્ય પર હમેશાં અડગ રહે એટલું ચાહું મારા વીરા."
પૂર્ણિમાના ચન્દ્રની ચાંદની જેમ ભાઈ બહેન વચ્ચે સતત પ્રેમનું ઝરણું વહાવતું પર્વ એટલે રક્ષાબંધન."
જીલ ત્રિવેદી