પ્રેરણાત્મક વાર્તા
પ્રેરણાત્મક વાર્તા
તે જ સમયે એ ત્યાં એકદમજ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તાર જીવનની સાચી કિંમત જાણવી છે ને ? તો લે આ લાલ પથ્થર તને આપું છું. તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત સમજાશે. પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થરને વેચવાનો નથી. તે વ્યક્તિ તે લાલા પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલામાં ખરીદીશ ? ફળવાળા એ લાલ પથ્થર ને ધ્યાનથી જોઈને કહ્યું આ પથ્થરના બદલમાં તમને હું 10 સફળજન આપી શકું. તે વ્યક્તિએ કહ્યું ના હું આ પથ્થરને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલામાં ખરીદીશ ?
શાકભાજીવાળા એ કહ્યું મારી જોડેથી પાંચ કિલો બટાટા લઈ જાવ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો.
તેના પછી તે વ્યક્તિ સોનીની પાસે ગયો અને તેજ વાત કહી સોની એ તે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું હું અને 3 કરોડ રૂપિયા આપું તને, તું મને આપી દે. સોનીની આ વાત સાંભળી તે ખરેખર ચોંકી ગયો હતો, તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું ના હું નહીં વેચી શકું અને આગળ વધ્યો.
તે આ લાલ પથ્થરને લઈને હીરા વેચવાવાળાની દુકાનમાં ગયો. હીરાના વેપારીને આજ વાત કહી હીરાના વેપારી એ તે પથ્થરનું ખુબજ ધ્યાનથી 10-15 મિનિટ નિરીક્ષણ કર્યું. અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થરને તેની ઉપર મૂક્યો. અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો ? આ તો આ દુનિયાનો સૌથી અણમોલ રત્ન છે. આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય.
આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું?
ભગવાને કહ્યું ફળવાળાએ, શાકભાજીવાળાએ, સોનીએ, અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે. હે માનવ તું કોઈક માટે પથ્થરના એક ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્ય રત્ન.
દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરાના વ્યાપારીને તને જણાવી. બસ આજ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર અને માટેજ જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાનું. દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે. અને તેના માટે મહેનત અને ધૈર્યની જરુરત હોય છે.
મિત્રો આ વાર્તા પરથી તમે સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે. દુનિયા તમારા વિશે કઈ પણ કહે તે ફક્ત તમને તેમની સમજણ પ્રમાણે જ તમને આંકશે. તમેજ તમારી જાતને સારી રીતે જાણી શકો છો. તમારા જીવનમાં આવતી અસફળતા, નિરાશ કે કઈ પણ હોય તેના પર કામ કરો, નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો.
એક વાત મિત્રો હંમેશા ધ્યાન રાખજો, તમારું જીવન ખુબજ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખુબજ જરૂરી છે.
