STORYMIRROR

MANISHBHAI PRAJAPATI

Inspirational

3  

MANISHBHAI PRAJAPATI

Inspirational

પ્રદુષણ

પ્રદુષણ

2 mins
244

આપણે સૌ આ પૃથ્વી પર રહીએ છીએ. આ પૃથ્વી પર જીવાવવા માટે આપણે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તેમાંય પાણી અને ખોરાક વગર તો થોડાક દિવસ પણ ચાલે, પણ હવા વગર તો પળવાર પણ ન ચાલે. પણ આ હવા શુદ્ધ અને પ્રદુષણમુક્ત હોવી જોઈએ. જો હવા ગંદી અને પ્રદુષણવાળી હોય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

હવામાં રહેલો ઓક્સિજન આપણા જીવન માટે જરૂરી છે. આજથી સદીઓ પહેલાં માનવ વસ્તી ઓછી હતી. જંગલોનું પ્રમાણ પણ વધુ હતું. સાથે સાથે વાહન-વ્યવહાર પણ ન હતો. લોકો બળદગાડું, ઊંટગાડી કે ઘોડા જેવા પ્રાણીઓ પર સવારી કરતાં. અથવા ચાલાતાં મુસાફરી કરતા હતા. પણ આજે વૈજ્ઞાનિક શોધ ખોળોને લીધે સુખ સુવિધાઓ વધી છે. પેટ્રોલ ડીઝલ જેવા વાહનોનું પ્રમાણ વધ્યું છે. લોકોએ પોતાના સ્વાર્થ માટે જંગલો કાપ્યા છે.

જંગલોમાં રહેલા વૃક્ષો હવામાંથી પ્રદુષણ અને કાર્બનડાયોક્સાઈડ ખેંચી લે છે. અને બદલમાં હવા શુદ્ધ કરીને ચોખ્ખો ઓક્સિજન વાતાવરણમાં પાછો આપે છે. પણ દિવસે દિવસે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે પ્રદુષણ પણ વધતું જાય છે. માણસે સ્થાપેલા ઉદ્યોગોને લીધે તેમાંથી નીકળતા ઝેરી વાયુઓ હવામાં ભળે છે. અને હવાને પ્રદુષિત કરે છે. વળી આજે વિશ્વની વસ્તી પણ વધી છે. જેના લીધે શહેરો પણ વધ્યા છે. જેને લીધે પ્રદુષણ પણ વધ્યું છે. આ બધા કારણોને લીધે હવામાં પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે.

પરિણામે આજે હવા ખુબ જ અશુદ્ધ બની છે. બાળકો અને મોટી વયના લોકોને આવી પ્રદુષણવાળી હવા શ્વાસમાં જવાથી અનેક રોગો થાય છે. માથાના દુ:ખાવો. દમ, શ્વાસ, છીંક, ઉધરસ, એલર્જી જેવી તકલીફ થાય છે. હવે શુદ્ધ હવા પૈસાથી તો ન ખરીદાય, કેવા દિવસો આવ્યા છે. જો આપણે અત્યારથી જાગૃત નહિ થઈએ, તો હવાનું પ્રદુષણ એટલું વધી જશે કે આપણે શ્વાસ પણ નહિ લઇ શકીએ. અને માનવ જીવન કે સજીવ સૃષ્ટિ બચી શકશે નહિ.

જો આપણે આપણી આગળની પેઢીને બચાવવી હશે, તો હવાનું પ્રદુષણ રોકવું જ પડશે.


Rate this content
Log in

More gujarati story from MANISHBHAI PRAJAPATI

Similar gujarati story from Inspirational