ફ્લેગ ઓફ ધ ડે
ફ્લેગ ઓફ ધ ડે
જ્ઞાન કી પાઠશાલા બાકરોલ શાળામાં બાળકોની ગેરહાજરી અને અનિયમિતતા એ સરકારી શાળાઓની મોટી સમસ્યા છે. જેના ઉકેલ માટે કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા બાકરોલ દ્વારા રાજ્યની શાળાઓ માટે પ્રેરણારુપી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા બાકરોલ દ્વારા વિદ્યાર્થીઓની ગેરહાજરીનો પ્રશ્ન ઉકેલાય અને શાળામાં વિદ્યાર્થીઓની હાજરી જળવાઈ રહે તે માટે "ફ્લેગ ઓફ ધ ડે " નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓના કુમાર અને કન્યા એમ બે ગ્રુપ બનાવવામાં આવ્યાં છે. જે બંને ગ્રુપ માટે સિમ્બોલ ઓફ પ્રેઝન્સ ના ફ્લેગ બનાવવામાં આવ્યાં છે. કન્યાઓ માટેનો ગુલાબી કલરનો ધ્વજ અને કુમાર માટેનો પીળા કલરનો ધ્વજ રાખવામા આવ્યાં છે. શાળામાં પ્રાર્થના બાદ જે ગ્રુપની સંખ્યા વધારે હોય તે ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સ્ટેજ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. એક માસમા જે ગ્રુપની સંખ્યા વધારે હશે તેમને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ નવતર પ્રયોગ શાળાના આચાર્યશ્રી દ્વારા હાથ ધરાયો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત હરીફાઈ શરૂ
થશે અને ગેરહાજરીનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટશે. આમતો અમારી શાળામાં વધુ ગેરહાજર બાળકો રહેતા નથી પણ જે બે પાંચ ટકા ગેરહાજર રહે તે પણ આવતા થાય તે હેતુ માટે આ પ્રયોગની શરૂઆત કરી છે. અમારા જિલ્લામાં આની શુભ શરૂઆત નવા નદિસર શાળામાં થયેલ છે. તેમની પ્રેરણા લઈ અમે ગઈ કાલ 15 ઑગષ્ટ થી કાલોલ તાલુકાના લોકલાડીલા ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ અને કાલોલ તાલુકાના નાયબ મામલતદાર શ્રી સોલંકી સાહેબના હસ્તે કુમાર કન્યાના હાજરી ધ્વજનું વિમોચન કરાવવામાં આવ્યું હતું. અને આજથી શુભ શરૂઆત કરવામાં આવી. આજે બૉયસ ની સંખ્યા વધુ હોવાથી ધોરણ પહેલાના બાળકોએ ધ્વજ લહેરાવ્યો હતો.
આ પ્રયોગ થી બાળકોની હાજરીમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળ્યું છે. બાળકોમાં એક પ્રકારની તાલાવેલી જોવા મળી છે. પોતાના મિત્રોને શાળામાં લઈ આવીને પણ પોતાનો ધ્વજ ફરકે તેવી ભાવના જાગૃત થઈ છે.
બાળકોની હાજરીમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળ્યો છે. બાળકોમાં પોતાનો ધ્વજ ફરકાવવાનો એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો.
આ પ્રયોગ દરરોજ પ્રાર્થના પછી આજે પણ કરવામાં આવે છે.