DHRUVIL PRAJAPATI

Inspirational

3  

DHRUVIL PRAJAPATI

Inspirational

પેન્સિલનો જાદુ

પેન્સિલનો જાદુ

2 mins
484


એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક નાનકડી પ્રાથમિક શાળા હતી. તે શાળામમાં અનેક બાળકો ભણતા હતા. તે શાળામા નરેશ નામનો એક છોકરો પણ ભણતો હતો. તે ભણવામાં ઘણો જ આળસુ હતો. એટલે ભણવામાં પણ કાચો હતો. તે ક્યારેય શાળાથી મળેલું લેસન બરાબર કરતો નહિ. વળી તે શાળામાં તોફાન મસ્તી પણ ખુબ જ કરતો હતો. તેની રોજ કોઈને કોઈ ફરિયાદ આવ્યા જ કરતી. એટલું જ નહિ ઘણીવાર તો તેની ફરિયાદ ઘર સુધી પણ આવતી. તેના મમ્મી પપ્પા પણ તેનાથી થાકી ગયાં હતા.

હવે એકવાર આ નરેશ લેસન કર્યા વગર શાળામાં ગયો. સાહેબે બધા બાળકોનું લેસન તપાસ્યું. પછી નરેશનો વારો આવ્યો. પણ નરેશ લેસન લાવ્યો નહતો. એટલે સાહેબે તેને ઠપકો આપ્યો અને વર્ગની બહાર ઉભા રહેવાની શિક્ષા આપી. પણ નરેશ વર્ગની બહાર ઉભા રહેવાને બદલે ઘરે નાસી ગયો. પણ હજી શાળા છૂટવાની વાર હતી. જો તે સમય કરતાં વહેલા ઘરે જાય તો મમ્મીને ખબર પડી જાય કે નરેશ શાળામાંથી નાસીને ઘરે આવ્યો છે. અને મમ્મી વઢે. એટલે તેણે ઘરે જવાને બદલે થોડીવાર બહાર જંગલમાં રમવાનું નક્કી કર્યું.

તે ગામની નજીકના જંગલમાં રમવા ચાલ્યો ગયો. ત્યાં રમતા રમતા તેને એક પેન્સિલ મળી. પેન્સિલ દેખાવમાં સાવ સાદી જ હતી. નરેશ પેન્સિલ લઈ ખીસામાં મૂકી દીધી. શાળા છુટવાનો સમય થયો એટલે નરેશ ઘરે ગયો. તેણે જંગલમાંથી મળેલી પેન્સિલ જોઈને લખવાનું મન થયું. તે દફતર ખોલીને લખવા બેઠો. તેણે જેવી પેન્સિલ નોટ પર મૂકી, અચાનક જ એક ચમત્કાર થયો. પેન્સિલ એની આપમેળે જ જાતે ચાલવા લાગી. અને બધું જ લેસન જાતે કરવા લાગી. આ જોઈને નરેશને નવાઈ લાગી. તેણે બીજા વિષયની નોટ કાઢી લખવાનું શરુ કર્યું, તો પણ પેન્સિલ તેની જાતે જ લખવા લાગી અને બધું લેસન પૂરું કરી દીધું.

આ બધું જોઈને તો નરેશ ખુશ થઈ ગયો. તે બીજા દિવસે શાળાએ ગયો. ત્યારે બધા વિષયનું લેસન તૈયાર હતું. ક્યારેય લેસન ન લાવતા નરેશનું લેસન જોઈ શિક્ષકને પણ નવાઈ લાગી. તેમણે નરેશને કરેલા લેસનમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા. પણ નરેશને તે ના આવડ્યા. એટલે શિક્ષકને ખબર પડી ગઈ કે નરેશે બીજા કોઈ પાસે લેસન કરાવ્યુ છે. નરેશને પણ પોતાની ભૂલ સમજાવી કે જાદુઈ પેન્સિલ પાસે લેસન કરાવાથી તેને પોતાને કશું જ નહિ આવડે.

એટલે તેણે જાતે જ તે પેન્સિલ ગામના તળાવમાં નાંખી દીધી. અને બીજા દિવસથી જાતે લેસન કરવા લાગ્યો. આમ જાતે લેસન કરતો થયો એટલે નરેશ ભણવામાં પણ હોંશિયાર થઈ ગયો. એટલું જ નહિ. વરસની અંતિમ પરીક્ષામાં તે શાળામાં પ્રથમ નંબરે પાસ થયો. તેને શાળા તરફથી ઇનામ પણ મળ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational