Aadit Shah

Inspirational

3  

Aadit Shah

Inspirational

OSCAR

OSCAR

4 mins
14.3K


OSCAR - શુ આ એવોર્ડ તમે જીત્યો કે નહિ ???

હેલો દોસ્તો, લો આ ગયા હૈ આદિત શાહ, આપકે લિયે એક નયે ટોપિક કે સાથ... હું આપ સૌ માટે એક એવોર્ડ લઈને આવ્યો છું. જાણો છો, કયો છે એ એવોર્ડ ??? – It’s OSCAR….

હા, OSCAR – બસ એ જ OSCAR, જે આપણા દેશ અને સમગ્ર વિશ્વની એન્ટરટેઈનમેન્ટ ટેક્નોલોજીમાં આગવું સ્થાન અને મહત્વ ધરાવે છે, તો બસ આ જ એવોર્ડ હું આપ સૌ માટે લઈ આવ્યો છું. આર્ટિકલની ખાસ વાત એ છે કે એ યંગસ્ટર્સની સાથે સાથે પ્રોફેશનલ્સ માટે પણ મહત્વપૂર્ણ નીવડશે. લેટ્સ બેક ટુ ધી ટોપિક, હકીકતમાં તો આ એવોર્ડ આપણી પાસે બાયબોર્ન જ હોય છે, પણ શાયદ આપણે એને પારખી નથી શક્યા હોતા. પરિણામ એ આવે કે માણસ વારાફરતી જોબ બદલ્યા કરે ને તો ય ભાઈનો ક્યાંય મેળ ન પડે. જો મારી પોતાની વાત કરું તો, 2012 થી અત્યાર સુધીમાં હું પોતે અલગ અલગ ચારથી પાંચ કંપનીમાં પગબદલી કરી ચૂક્યો છું. કારણ એ જ કે OSCARનો કન્સેપ્ટ મારા મગજમાં ક્લિયર ન હતો. જૂન 2017માં ફાઈનલી જ્યારે મે એક સ્માર્ટફોન બ્રાન્ડ જોઈન કરી ત્યારે મને આ એવોર્ડ વિશેનું બ્રહ્મજ્ઞાન થયું અને પછી મારા ફળદ્રુપ મગજને મારા દિલમાં છુપાઈ લપાઈને બેઠેલા આ એવોર્ડે સવાલ કર્યો કે જનાબ, અભી તક આપ થે કહા....???    

ચાલો મિત્રો, આગળ વધતાં પહેલા આપણે આ એવોર્ડ વિશે થોડી જાણકારી મેળવી લઈએ. કોઈ પણ ફિલ્ડ કે ઓર્ગેનાઈઝેશનમાં સફળતા કે પ્રમોશન મેળવવા પાંચ પેરામીટર્સ પાયાના તબક્કે કામ કરે છે. બસ એ જ પાંચ પેરામીટર્સ છે આ O – S – C – A – R. પાંચ વરસ અને પાંચ અલગ અલગ કંપનીમાં “આગુ સે ચલી આતી પ્રથા” અને આંધળા ગાડરિયા પ્રવાહની વાંહે વાંહે ગરબા ગાયા પછી મને આજે એક લેખક, મોટિવેશનલ સ્પીકર અને બેસ્ટ પરફોર્મર તરીકેની જે સફળતા પ્રાપ્ત થઈ છે, એના પાયાના તબક્કે આ જ O – S – C – A – R એ ભાગ ભજવ્યો છે. તો ચલો એક કદમ બઢાયે બ્રહ્મજ્ઞાન કી ઓર....

અહીં હું આપ સૌ વાચકમિત્રોને OSCARનું વિસ્તૃતિકરણ જણાવી રહ્યો છું, જે જાણ્યા બાદ સૌના મગજના રડાર એક્ટિવેટ થશે અને પછી શરૂ થશે લાંબી રેસના ઘોડાઓની સક્સેસ માટેની દોડ. 

O = OWNERMENRSHIP : માલિકીપણું

S = SELF INVOLVEMENT : સ્વ સમાવેશ

C = CHARACTER : ચરિત્ર

A = ATTITUDE : વલણ

R = RESPECT : માન અને સન્માન

અહીં દર્શાવેલા આ શબ્દો આમ તો કઈં ખાસ ઉકાળી લે એમ નથી પણ જો યોગ્ય રીતે એનું ધ્યાન રાખવામાં ન આવે તો એ ઘણું બધું ઉખાડી શકે એમ છે. OSCAR એવોર્ડ કાંઈ એમ તરત તો મળી જનારી વસ્તુ નથી. એ.આર.રહેમાનને પણ 25 વર્ષ મહેનત કરવી પડી હતી, ત્યારે જઈને સ્લમડોગ મિલિયોનેરમાં સૌથી શ્રેષ્ઠ સંગીત આપવા માટે એમને ઓસ્કાર મળેલો. હવે જો રહેમાન 25 વરસ મથી શકતા હોય તે આપણે ઓછામાં ઓછું 25 અઠવાડિયા તો ઈમ્પ્લીમેન્ટ કરી જ શકીએ ને ?? ખરું ને...

So Now, લો સફર શુરૂ હો ગયા..... 

સૌથી પહેલાં સમજીએ આપણો પ્રથમ શબ્દ O = OWNERMENRSHIP એટલે કે માલિકીપણું. અહીં માલિકીપણાંનો મતલબ એ નથી કે કંપનીની MD કે CEOની ગળચી પકડીને એને એની ખુરશી પરથી ઉઠાડી દેવાનો. કહેવાનો અર્થ એ છે કે તમારા ઓર્ગેનાઈઝેશનને તમારા પોતાનું ઓર્ગેનાઈઝેશન સમજવું. કોઈ પણ કંપની કે ફર્મ જ્યારે એક સામાન્ય એમ્પ્લોયી તરીકે તમને એક તક આપે છે ત્યારે એની એવી અપેક્ષા હોય છે કે એનો કર્મચારી એ તકને, એને આપવામાં આવતી સેલરી, કન્વેયન્સ અને રીઈમ્બર્સમેન્ટને પૂરી રીતે જસ્ટિફાય કરે. જો તમે સવારે 10 વાગ્યે ટિફીનનું ડબલું લઈને આવનાર અને સાંગે 6 વાગ્યે ખુરશી ખંખેરીને ઘેર ઉપડનાર એમ્પ્લોયી છો, તો પછી પ્રમોશન કે કોઈ અચિવમેન્ટની આશા રાખવી એ તમારા માટે મૂર્ખતાભર્યું સાબિત થઈ રહેશે. તમારી ફર્મ તમારી પાસે જ્યારે કઈંક અલગ ડિમાન્ડ કરે ધેન માઈન્ડ ઈટ કે તમારી કંપની તમારામાં કઈંક ખાસ ખૂબી પિછાણી રહી છે, પણ એ વાતને સમજવા તમારે તમારા ઓર્ગેનાઈઝેશનને પોતાનું સ્વીકારવું રહ્યું.

આ જ વાત તમારી પર્સનલ લાઈફમાં પણ લાગુ પડે છે. જો કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી રહી છે તો એ સારી વાત છે. શક્ય છે કે એ વ્યક્તિને તમારી મજીક આવવામાં થોડો સમય લાગે પણ એ સમય ટૂંકાવવા માટે તમારે તમારી OWNERMENRSHIP દર્શાવવી પડશે.

અહીં OWNERMENRSHIP ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે કારણ કે કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ રીતે સ્વીકારવું ખૂબ જ કઠિન છે, ખાસ કરીને એ કેસમાં, જ્યારે એ વ્યક્તિ સાથે એનો કોઈ પાસ્ટ, કોઈ ભૂતકાળ જોડાયેલ હોય. પર્સનલ રિલેશનશિપની બાબતમાં આ કામ એક રીતે ઝેરનાં પારખાં કરવા બરાબર છે, પણ જો કોઈ વ્યક્તિના મનમાં મહાદેવ તરીકે રહેવું હોય તો ગળેથી ઝેર તો ઉતારવું રહ્યું. કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ જ આ ઝેરનો ઘૂંટડો છે, જેને પોતાના હ્રદયમાં તમારે ઉતારવાનો છે. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવી રહી છે તો, એનો સંપૂર્ણ હક છે તમારા વિશે જાણવાનો અને તમારો પણ હક છે એને જણાવવાનો. આ જ હક તમારા માટે પણ એટલો જ જરૂરી છે. જે સંબંધમાં બંને પક્ષ તરફથી OWNERMENRSHIP જળવાઈ ગઈ, એ સંબંધ એ કપલ માટે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ બની રહેશે. અન્યથા, વગર OWNERMENRSHIP તો, ના તો તમે મહાદેવ બની શકશો અને ના તો સામી વ્યક્તિના જયા પાર્વતી ફળશે. અત્યારે બસ આટલું જ...    


Rate this content
Log in

More gujarati story from Aadit Shah

OSCAR

OSCAR

4 mins read

Similar gujarati story from Inspirational