Darji Parth

Inspirational

2  

Darji Parth

Inspirational

ઓછું બોલો પણ યોગ્ય બોલો

ઓછું બોલો પણ યોગ્ય બોલો

1 min
137


પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછું બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછું પણ સારૂ ખાવુંં તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી.

આમ પણ વધારે ખાવું અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે. સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટું બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલું જ બોલવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational