નિહારિકા
નિહારિકા
`` યાર જલ્દી કર ! અહીંથી જવું મને તો બહુ ડર લાગે છે એમાંય પાછી આજે તો કાળી ચૌદશ છે. અને ઓશિયાંમાં પૂરું કે, રસ્તે આવતી આંબલીમાં ચુડેલ બેઠે છે. ! રાતના 11 તો થયા. !. જય બજરંગ બલી ! રક્ષા કરજો !"
રાતના અગિયાર થવા આવ્યા હતા ને ધરમપુર હજુ દૂર હતું. વિરમગામથી આવતાં બે જુવાન વિજય અને તપેશ ચાલીને ધરમપુર જઈ રહ્યા હતા. પણ તપેશ ગામના મુખે સાંભળેલ વાતોને લઈને ડરી રહ્યો હતો,
`` તપેશ, તું ગામની વાતમાં આવીને શું ડરી રહ્યો છે.? આજના જમાનામાં તું ભૂત પ્રેતમાં માને છે ? પાગલ, તારા જેવાના લીધે જ અંધશ્રદ્ધાને બઢાવો મળે છે. "
``એ ભાઈ ! તું સામે જોઈશ ને તો તું ય માનતો થઈ જઈશ ! " તપેશ આજુબાજુ જોતા બોલ્યો.
સાડા અગિયાર વાગી ગયા હતા જેમ જેમ ઘડિયાળનાં કાંટા આગળ વધી રહ્યા હતા તેમ તેમ તપેશનાં ધબકારા વધી રહ્યા હતા ! શિયાળાનાં દિવસોમાં પણ તપેશ પરસેવાથી નાહી નાખ્યો હતો. જયારે વિજય તો કોઈ પણ જાતના ડર વગર આગળ વધી રહ્યો હતો. તેણે કોઈ જાતનો ડર નહોતો. હજુ બે કલાકનો રસ્તો હતો. ગામડામાં વાહન વ્યવહારની બહુ કરકસર હોવાથી ચાલતું જવાં સિવાય છૂટકો નહોતો.
અચાનક વિજયને જોવા મળે છે કે,આગળ આગનાં ગોળા વરસી રહ્યા હૉય ઍમ આંબલી બળવા લાગી.. વિજય મનમાં જ બબડ્યો,` આ ડરપોકનાં લીધે મને પણ ભ્રમણાઓ થવા લાગી છે.. હવૅથી આ હલકા જોડે ક્યાય જવાનું નહીં !'
વિજયે પોતાની આંખ ચોળતા તપેશને પૂછ્યું.`` લ્યા ! સામેની આંબલીએ જો તને કંઈ દેખાય છે ? "
``એ ભાઈ ! એક તો ડર લાગે છે એમાં તું આવી સળી નાં કર હોં !"
``હા..... ! હા... ! હા ! જો પેલી તને બોલાવે છે. તું આમ એનાથી ભાગી રહ્યો છે એમ તો કેમ ચાલે ?"
``બચાવો ! ! !" તપેશ સાથે મસ્તી કરતા વિજયનાં કાને બચાવો એવા શબ્દો પડે છે.
``તને કંઈ અવાજ આવ્યો ? " કોઈક આપણને મદદ માટે બોલાવી રહ્યું છે !"
``તું યાર મજાક નાં કર ! બાર વાગી ગયા છે. અને તારી વાતોથી ક્યાંક મને એટેક આવી જશે !"
નાં યાર હું મજાક નહીં કરતો કોઈ છોકરીનો અવાજ આવ્યો. મદદ માંગી રહી છે. "
ક્રમશ :

