મોરની સલાહ
મોરની સલાહ
એક જંગલ હતું તેમાં ઘણા બધા પશુ-પંખીઓ રહેતા હતા. એક દિવસ જંગલમાં અચાનક ધોધમાર વરસાદનું વાતાવરણ થઇ ગયું.
ત્યારે પશુ-પંખીઓને થયું કે હવે અમે આ વરસાદથી બચવા ક્યાં જઈશું. ત્યારે બધા જ પશુ-પંખીઓ ડરવા લાગ્યા. અને બૂમાબૂમ કરવા લાગ્યા ત્યારે એક વૃદ્ધ મોરે કહ્યું તમે ગભરાશો નહીં, આપણે હળીમળીને કામ કરીશું તો આપણે વરસાદથી બચી શકીશું એટલે બધા પશુ-પંખીઓ ભેગા થઈ વરસાદથી બચવા માટે લાકડાં ભેગા કરીને,રહેવા માટે ઘર બનાવ્યું હતું અને તેઓ ધોધમાર વરસાદથી બચી ગયા.
બોધ : શાંતિથી હળી મળીને કામ કરવું જોઈએ..
