Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Kaushal Sheth

Inspirational

4.0  

Kaushal Sheth

Inspirational

મનુભાઈ મોચી

મનુભાઈ મોચી

3 mins
193


રાજકોટથી છ સાત કિમિ દૂર એક નાનું ગામ વીરડા વાજડી.

આ ગામના એક નવયુવાન જેવા વૃધ્ધ મનસુખભાઈ મોચીની આ વાત છે. વાર્તા સ્વરુપે કોઈપણ ભાવનાત્મક મિશ્રણ અને અતિશયોક્તિ વિના આ સત્ય ઘટના રજૂ કરી રહ્યો છું.

આમ તો મારે સવારથી રાત સુધી ઘરમાં રહેવાનું બનતું ન હોવાથી સોસાયટીમાં કોણ આવે છે ને જાય છે એનો ઝાઝો ખ્યાલ ન હોય, પણ તે દિવસે રવિવાર હતો અને હું મોર્નીંગ વોક કરીને આવીને બહાર ફળીયામાં પડેલું છાપું હાથમાં લઈ ગાર્ડનમાં બેસી વાંચી રહ્યો હતો ત્યાં જ કાને અવાજ અફળાયો, " સાઇબ કાંઈ બૂટ ચપ્પલને પાલીશ કે રીપેર કરવાના છે?" મેં જોયું તો સામે સફેદ રંગના થોડાં જૂનાં કપડાં પહેરેલ એક મોટી ઉંમરના કાકા ચહેરા ઉપર આશાવાદ અને પ્રસન્નતાના મિશ્રિત ભાવો સાથે ઉભા હતાં.

મને જોઈ એ ફરી વખત બોલ્યાં , "બૂટ ને પાલીશ કરવાનાં છે સાઇબ? " ઓછી આવક ધરાવતાં મહેનતુ લોકોને જોઈ હંમેશા હું કોઇ કામ ન હોય તો શોધીને પણ આપું એ મારો સ્વભાવ ,એટલે મેં કહ્યુ "ઊભાં રહો કાકા જોઈ લઉં ".

કાયમ પાલીશ વિનાના બૂટ પહેરવાની મારી આદત પણ આવા સમયે હું એને ચમકીલા થવાનો મોકો આપી દઉં. એમને મારા બૂટ આપીને હું અંદરથી મારા સ્પોર્ટ શૂઝ લઈને બહાર આવ્યો ત્યાં બહારનું દ્રશ્ય જોઈ મને મજા આવી. દરિદ્રતામાં પણ સુઘડતા અને વ્યવસ્થિતતાનું જીવંત ઉદાહરણ મારી નજર સામે હાજર હતું.

શેરીમાં અમારા દરવાજા પાસે એ કાકાએ જૂની પણ એકદમ સાફ સુથરી સાયકલને ઘોડી ચડાવી અને પાછળના કેરીયરમાં થેલાં સાથે ભરાવેલું આસનીયું કાઢ્યું અને દિવાલ પાસે પાથરીને પછી થેલો લઈ બેઠાં ને મારા બૂટ હાથમાં લીધાં ! કપડું ,બે ત્રણ ડબીઓ અને બ્રશ કાઢી તેમણે બાજુ પર મૂક્યા અને કપડાં વડે બૂટ સાફ કરી પાલીશ કરવા લાગ્યા, મેં બૂટ સાધવા આપતાં પૂછ્યૂં "કાકા છોકરા નથી તમારે?" જાણે મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા હોય એમ એ બોલતાં ગયા.

" બાપા , બે દીકરીયું ને પરણાવી સાસરે મોકલી, બે દીકરાવનાય લગન કરી દિધા ને એને ઘરેય છોકરાં છે, હું ને ઘરવાળી આંય વીરડા વાજડી રઈ છી ને છોકરાવ આગળ વડ વાજડી ગામે રે છે, બેયને ઘરના ઘર છે, નોકરી કરે છે ને પોતાનું કરી લે છે. હું રોજ સવારે 7 વાગે નીકળીને સાંજે 4 -5 વાગે ત્યાં ઘરે પાછો પોગી જાવ. બે માણાં ને જોય કેટલું ? તમારી સોસાયટીમાં દર રવિવારે આવું છું એમ રોજ અલગ એરિયામાં જવાનું, અઠવાડીએ વારો આવે. હજી તો મને પાંસઠ થ્યા ને સાયકલ હાલે છે, ઉપરવાળાની દયા છે...આ જોઈ લ્યો પાલીશ બરાબર છે ને પછી ઓયલાં સાંધી દવ."

એમની આંખમાં જેવી ચમક હતી એવી જ ચમક એમણે બૂટ પર લાવી દીધી હતી. હું સ્તબ્ધ થઈને વસંતની એ સવારે વિચારતો રહ્યો કે આમને તો વસંતનો કાયમી વસવાટ છે.

સુખ અને સગવડ વચ્ચેનો તફાવત કોને કહેવાય અને સંતોષ કોને કહેવાય એ થોડી વાતમાં સમજાવી ગયા. જાણે જિંદગીને બહુ જ સારી રીતે ઓળખી અને પચાવી લીધી હોય તેવો ભાવ એમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

છેલ્લે મેં પૂછયું " ચા પીશો ને?"

તો બોલ્યા " હમણાં જ મોટા મવાએ ભાઇબંધ હારે પીધી, પણ તમે કીધું છે તો અડધી રકાબી જ પીશ. તમારા બાપૂજી કાયમ પીવડાવે."

નામ પૂછ્યું તો કહે "મનુભાઈ મોચી, બધાય ઓળખે..."


Rate this content
Log in

More gujarati story from Kaushal Sheth

Similar gujarati story from Inspirational