મમ્મી પપ્પા મોટા થઈ ગયા
મમ્મી પપ્પા મોટા થઈ ગયા
મમ્મી પપ્પા મોટા થઈ ગયા સાંભળીને નવાઈ લાગે છે. ને પણ વાત સાચી છે મમ્મી પપ્પા મોટા થઈ ગયા.
હજી તો હું પાપા પગલી કરતી હતી. મમ્મીના ફુલકા ખાઈને સ્કૂલે જતી હતી હજી તો પપ્પાને ઓફિસે જતા હું જોતી હતી પણ મને ખબર જ ન પડી મમ્મી પપ્પા ક્યારે મોટા થઈ ગયા. હજી તો હું મમ્મી-પપ્પાનું સ્મિત જોતી હતી અને જોતજોતામાં મમ્મી-પપ્પા મોટા થઈ ગયા.
મમ્મીના ફુલકામાંથી ક્યારેય હૉટલના પિઝા ઉપર આવી ગઈ મને ખબર જ ના પડી, પપ્પાનો હાથ છોડીને ક્યારે દોસ્તારો સાથે મુવી જોવા ગઈ મને ખબર જ ના પડી. મારા દોસ્તારો સાથે હેપી બર્થ ડે ઉજવીને આવું છું અને જોવું છું પપ્પાના સફેદ વાળ ને મમ્મીની આંખમાં ચશ્માં ક્યારે આવી ગયા ખબર જ ના પડી.
દુનિયા જોવાને અને આગળ વધવાની હોડમાં મમ્મી પપ્પાને તો જોવાનું જ રહી ગયું. મમ્મી પપ્પાની આંખો તરસતી રહી મને જોવા માટે અને મારી આંખો તરસતી હતી ભવિષ્ય જોવા માટે,
હજી તો પાપા પગલામાંથી ક્યારેય કુમકુમ પગલામાં આવી ગઈ ખબર જ ના પડી. સાસરે જઈને પેલાજ દિવસે આખી દુનિયા જોઈ લીધી ત્યારે મમ્મી પપ્પાની યાદ આવી. પાછું વળીને જોવું છું ત્યારે દેખાય છે મમ્મી પપ્પા ખૂબ જ મોટા થઈ ગયા.
ભગવાન મને હર જનમ આજ મમ્મી પપ્પા મળે અને હવે એનું ધ્યાન રાખું એવી મારી પ્રાર્થના છે.
