મહાશ્વેતા
મહાશ્વેતા
સાધના આજે કંઈક વધારે શ્વેત લાગતી હતી વધારે સુંદર લાગી રહી હતી કોઈ સમજી ન શકતુંં હતુંં. આ સુંદરતા ત્યાગની હતી કે સમર્પણની કે ખુદ સાધનાની પોતે કરેલા નિર્ણયની.
પોતે કરેલા નિર્ણયથી પોતાને સાંત્વના મળતી હતી.એ વિચારથી સાધના સ્વસ્થ હતી.જ્યારે ઘરના બધા જ વિચલિત હતા.
તોપણ...સ્વસ્થ સાધના ભૂતકાળના ઘેરામાં ઘેરાયેલી હતી, એવું એના હાથની આંગળીઓ અને ચહેરાના હાવભાવ સ્પષ્ટ કહેતા હતા.નસીબ તો કદાચ પહેલેથી જ સાધનાના હાથ વગુ હતુંં તેમ, ..
જન્મી ત્યારથી જ પોતાના મહાશ્વેતા જેવા રૂપ ને લીધે સૌની લાડકી હતી.મોટી થતી ગઈ તેમતેમ ગુણ પણ નીખરવા લાગ્યા..એટલે સ્વભાવિક છે કે ...
લાડકોડ પણ વધતા ગયા..મોટી-બાપના સંસ્કારે એને ભડકવા પણ ન દીધી..કે ..ચહેકવા પણ ન દીધી. આટલી રૂપાળી અને બુદ્ધિશાળી સાધનાના પગ જમીન પર જ ટકેલા હતા.
ભાઈ બહેન માં પણ વર્ચસ્વ એનું જ વધારે ..તેમ છતાં કેળવણીની આગળ અભિમાન ફરક્યું પણ નહીં.સૌ કોઈ એને સાધના ઓછી અને મહાશ્વેતા નામથી જ વધારે ઓળખતા.દસમા ધોરણમાં આવતા સુધીમાં બધું બરાબર જ હતુંં..ત્યાં જ...એના જીવનમાં સૌરભે પ્રવેશ કર્યો ...સૌરભ ખૂબ જ સાધારણ વ્યક્તિત્વ ધરાવતો છોકરો હતો.પણ એ જે ચોરીછૂપીથી સાધનાને આંખોથી જ સ્પર્શી લેતો, એ સ્પર્શ સાધનાને પીગાળવા પૂરતો હતો, બલ્કે સક્ષમ હતો.સંયમિત સાધના સંસ્કારોથી પૂરેપૂરી કેળવાયેલી હતી.સંયમિત...
એણે કોઈ પહેલ ન કરી.આ બાજુ સૌરભ કયા સંકોચને કારણે આગળ ન વધ્યો રામ જાણે.પણ.આમ કરતા કરતા બંને કોલેજના બીજા વર્ષમાં આવી ગયા.
કોલેજમાં યુથ ફેસ્ટિવલ ની તૈયારી ચાલી રહી હતી.
દરેક સ્ટુડન્ટ પ્રોફેસર તૈયારીમાં બિઝી હતા. મેળામાં અલગ અલગ સ્ટોર હોય છે, તેમ યુથ ફેસ્ટિવલમાં પણ અલગ અલગ કૃતિઓ પીરસવામાં આવશે એની જાણ કરતા પણ એનો ઉત્સાહ સૌને વધારે હતો. તેમક ગ્રુપ જે પુરા જોશ અને ઉત્સાહથી પ્રેક્ટિસ કરતું હતું.
એ ગ્રુપ હતુંં, સાધનાનુ ગ્રુપ. ડાન્સનું ગ્રુપ..જે ઇંગ્લિશ સોંગ પર કપલ ડાન્સ કરવાનું હતું.ગ્રુપ માં ઘણા હતા..
પંકજ, જય, મંથન, સુનિતા, દર્શના, નિમિષા, સાધના અને સૌરભ. પણ પ્રોફેસર નાયકની સુચનાથી સૌરભ અને સાધના બંને એક બીજાના પાર્ટનર ન બની શક્યા.સાધનાએ તો દરેક પરિસ્થિતિના સ્વીકાર સાથે આ પણ સહર્ષ સ્વીકારી જ લીધુ હતું.સાધનાએ આંખો આજે પણ સાધનાને સ્પર્શી લેતી અને....સાધના આ હકીકતથી વાકેફ હતી.આજે પણ એ જ સ્પર્શ સાધનાને વિહવળ બનાવતો હતો.
દરેક જોડી પ્રેક્ટિસ કરી રહી હતી..જય વારેવારે સાધનાને કહેતો હતો.ઓ મહારાણી જરા નજર તો આમ કરો.
આઈ કોન્ટેક્ટ વિના ડાન્સ કેવી રીતે શક્ય છે ? સાધના શરમાઈ જતી...સાધનાસના બહાને કુદરત સૌરભ અને સાધનાને વધારે નજીક લાવતી હતી.નિમિષા હંમેશા દરેક માટે કંઈક નાસ્તો લાવતી આજે પણ ઈદડા અને ગ્રીન ચટણી જે સૌરભને પ્રિય હતી, એ લઈને નિમિષા આવી હતી પણ નિમિષાએ ડબ્બો ખોલ્યો ...ને ...ખોલતા જ પતી પણ ગયો.એક જ ઇદડુ બચ્યુ હતુંં.જેના પર સૌરભ અને સાધનાની નજર અને હાથ બંને સાથે જ પડ્યા.
બે હાથની વચ્ચે ઈદડુ હતુંં..એમ તો ઈદડુ સફેદ...પણ..બંનેના સ્પર્શની રંગીન અસર સ્પષ્ટ વર્તાતી હતી.લઈ લે ..ના ..તું લઈ લે..
હા અને ના માં ...અંતે સૌરભ જીત્યો..ને ..ઈદડુ ગયુ સાધનાના પેટમાં..અને સાથે સાથે એ સ્પર્શ પણ પેટમાં પહોંચ્યો હોય એમ એક ઓડકાર....અને હસાહસ સાથે ફરીથી ડાન્સ પ્રેક્ટિસ શરુ થઈ...
પ્રેક્ટિસના બહાને સાધનાને સૌરભની આંખો નો સ્પર્શ વારંવાર મળતો.અને સાધના 'મહાશ્વેતા' એ સ્પર્શનિમિષા વધારે ખીલતી ગઈ.આજે રવિવાર હોવા છતા પ્રેક્ટિસમાં જવાનું હોવાથી સાધના ખૂબ ખુશ હતી.એને આજે બધા માટે કંઈક બનાવીને લઈ જવું હતુંં ..બધા માટે કરતા તો સવિશેષ સૌરભ...આમ તો શું બનાવવુંની મીઠી મુંઝવણ રાતથી જ શરુ થઈ ગઈ હતી.
પણ ઉકેલ સવાર સુધી મળ્યો ન હતો...અંતે સાધનાએ ભેળ પર પસંદગી ઉતારી. ...
અને સાધનાના આશ્ચર્ય વચ્ચે સૌરભને ભેળ અતિ પ્રિય હતી....આમ, ભેળ ઇદડા અવનવા નાસ્તા અને પ્રેક્ટિસ..આ બધાની વચ્ચે સૌરભ અને સાધના મનથી ખૂબ નજીક આવી ગયા હતા.આજે આખરે યુથ ફેસ્ટિવલનો દિવસ આવી ગયો.જેની તૈયારી આટલા દિવસથી ચાલતી હતી....સવારે થોડો સમય હતો..એટલે ...દરેક જોડી પ્રેક્ટિસ કરી રહી હતી..જય વારેવારે સાધનાને કહેતો હતો.ઓ મહારાણી જરા નજર તો આમ કરો ...આઈ કોન્ટેક્ટ વિના ડાન્સ કેવી રીતે શક્ય છે ? સાધના જવાબ આપે પહેલા ભાગદોડ મચી ગઈ..પહેલા માળે કંઈક અજુગતુંં બન્યાની ખબર મળતા જ સૌ ત્યાં ભાગ્યા. સૌથી પહેલો સૌરભ પહોચ્યો. અને એ પહોચ્યો ને તરતજ પોલીસ પણ આવી...
મતલબ કંઈક ગંભીર બન્યુ છે..અને કયારનુ બની ગયુ છે...સૌરભ ને એ સમજતા વાર ન લાગી.
પોલીસ ઉલટ તપાસનો મારો ચલાવી રહી હતી
શું થયુ શું થયુ કરતા લગભગ બધા જ ત્યા પહોંચી ગયા ....યુથ ફેસ્ટિવલ ચાલુ જ હતો...અને ત્યારે ડાન્સ ગ્રુપને ઈનવાઈટ કરતી સ્પીચ સંભળાઈ.....
સ્પીચ સાધનાની સખી મીરા જ આપતી હતી...સ્પીચ ની ઓફર પહેલા સાધનાને જ મળી હતી..પણ સૌરભ સાથે ડાન્સની લાલચ જીતી ગઈ, અને માઇક આવ્યુ, મીરાના ભાગે અને ડાન્સની સાથે સૌરભનો સાથ આવ્યો સાધનાના ભાગે..સાધના વિચારોમાં જ હતી ને ફરી એનાઉન્સમેન્ટ સંભળાયુ.....મીરાનો મધુર અવાજ માઈકમાં રણકી ઉઠયો....
નાઉ, યું વિલ હેવ અ લવલી ડાન્સ ગ્રુપ ઈન ફયું મિનિટસ...પોલીસ ડાન્સ એનાઉન્સમેન્ટ.
