STORYMIRROR

arti geriya

Inspirational

4  

arti geriya

Inspirational

મૌન

મૌન

3 mins
238

વૃષાલી અહીં આવ તો ! ઘરમાં આવતાની સાથે જ વૃંદાએ તેને બૂમ પાડી, પણ વૃશાલી ક્યાંય દેખાઈ નહીં. વૃંદા ફરી આખા ઘરમાં તેના નામની બૂમ પાડતી તેને શોધવા લાગી, છેવટે તે તેના રૂમમાં એક ખૂણામાં બેઠેલી દેખાઈ.

અરે, તું અહી બેઠી છો ? હું ક્યારની બૂમો પાડું છું કેમ સાંભળતી નથી ? વૃંદાએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું. અને પછી પોતાના બંને હાથ ફેલાવી તેને પોતાની પાસે બોલાવી.

વૃષાલી જરા ખુશ થઈને ઊભી થવા જતી હતી કે પાછળ પોતાની દાદીને જોઈને તે જગ્યાએ બેસી રહી.

 વૃંદા તરત સમજી ગઈ, અને પાછળ ફરીને જોયું અને ફરી વૃશાલી સામે સ્મિત કરીને બોલાવી તેના હાથ હજી તેની સામે ફેલાયેલા જ હતા. પણ વૃષાલી એ કોઈ જ ભાવ ના બતાવ્યો તે એક ખૂણામાં મૌન બેસી રહી. વૃંદા આશ્ચર્યથી બંને તરફ જોતી રહી.

  અરે તું થાકી ગઈ હશે ! ચાલ પે'લા જરાક પાણી પી લે, અને જો તો ખરી તારા બાળકો તને શોધે છે, આમ કહેતા તેઓ વૃંદાનો હાથ લગભગ ઢસડીને લઈ ગયા. વૃંદાની નજર હજી વૃષાલિ પર જ હતી, તેનું આવું વર્તન તેને અજુગતું લાગ્યું.

  તે રસોડામાં આવી, તેની માંએ તેને પાણી આપ્યું અને ભાભીએ તેના માટે ચા બનાવી રાખી હતી, તે આપી, પણ વૃંદાનું મન હજી બેચેન હતું.

 જેવી તેની માં બહાર ગઈ એટલે તેને ધીમેથી પૂછ્યું, ભાભી વૃષાલીને શું થયું છે ? કેમ આમ સાવ શાંત એકદમ મૌન એકતરફ બેઠી હતી, અને મને જોઈને પણ કંઈ જ રીએકશન નહિ ?

  અરે બેનબા એવું કાઈ નથી. તેની ભાભી એ આડું જોઈને જવાબ આપ્યો. વૃંદા હજી વધુ કંઈ પૂછે એ પહેલા તેની માં ત્યાં આવી ગઈ. વૃંદાના મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું.

  માં હું આવું. એમ કહી ને તે ઊભી થઈ અને વૃષાલીના રૂમ તરફ ચાલવા લાગી.

  વૃંદા. . . વૃંદા. . ઉભીરે. . એની માં એ બૂમ પાડી, પણ વૃંદાએ તેની વાત ના સાંભળી, અને તે ચાલતી જ રહી. પાછળ પાછળ એની માં અને ભાભી પણ ગયા.

  વૃષાલી મને જવાબ દે શું થયું છે, એમ કહી વૃંદા તેની નજીક ગઈ, પણ વૃષાલી પોતાની ફઈથી દૂર ખસી ગઈ. તેના ચેહરાનો ભય અને ચિંતા જોઈને વૃંદા અંદરથી હચમચી ગઈ.

  વૃંદા. . . દૂર રે એનાથી એ માસિકમાં આવી છે. તેની માં અને વૃષાલીની દાદીએ મોં બગાડીને કહ્યું.

  શું ? માં આ તો સારી વાત છે, વૃંદાના ચહેરા પર સ્મિત આવી ગયું.

 વૃંદાની માં એ તેની વાત સાંભળીને ફરી એકવાર મોં બગાડ્યું. હવે વૃંદાને આખી વાત સમજાઈ ગઈ.

  તેને પોતાની ભાભી અને વૃષાલીની માં સામે જોયું, જે નીચી નજર રાખી પોતાની સાસુની સામે મૌન ઊભા હતા.

  માં વૃષાલી હવે એક પૂર્ણ સ્ત્રી બનવા જઈ રહી છે, અને તમે એની સાથે આવું વર્તન કરો છો ?

  અને ભાભી તમે ! તમે પણ કશું જ ના બોલ્યા, યાદ છે ને જ્યારે હું પે'લી વાર રજોમાસમાં આવી હતી, ત્યારે તમે જ મને કેટલો સપોર્ટ આપ્યો હતો, માં ના આવા વર્તન સામે તમે જ મારો આધાર હતા, અને માં જ્યારે તમે રજોનિવૃત્તિના સમયમાંથી પસાર થતા હતા, ત્યારે ભાભીએ જ તમને હિંમત આપી અને ઘરના પુરુષોને સમજાવ્યા હતા, કે અત્યારે તમારી સામે કેમ વર્તન કરવું !

  ભાભી માંનો તો સ્વભાવ જ એવો છે, પણ શું તમે પોતે તમારી દીકરી સાથે આવું વર્તન કરશો ? આટલું બોલી વૃંદાએ વૃષાલીને પોતાની બાથમાં લઈ તેને વહાલ કર્યું. વૃષાલી પણ હવે પોતાની ફઈને ભેટી પડી.

સાસુ વહુ મૌન બની ફઈ ભત્રીજીનો પ્રેમ જોતા રહ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from arti geriya

આશુ

આશુ

2 mins વાંચો

મૌન

મૌન

3 mins વાંચો

આરવી

આરવી

4 mins વાંચો

Similar gujarati story from Inspirational