STORYMIRROR

Dr. Gulabchand Patel

Inspirational

3  

Dr. Gulabchand Patel

Inspirational

મારું જીવન ગાંધીજીની જન્મભૂમિ પર બદલાઈ ગયું છે

મારું જીવન ગાંધીજીની જન્મભૂમિ પર બદલાઈ ગયું છે

20 mins
145

મારું જીવન મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં તેઓની પ્રેરણાથી બદલાઈ ગયું છે.

મને જીવનમાં ન કલ્પેલ સમ્માન અને એવાર્ડથી સમ્માનિત થવાનો એક સુંદર અવસર મારા સામાજિક કાર્યને કારણે પ્રાપ્ત થયો છે. હું બહુ જ ખુશ છું. હવે મને જે કાર્યથી ઘણું બધું જીવનમાં મેળવવાની તક મળી છે તે નીચે મુજબ મારા જ સરળ શબ્દોમાં રજૂ કરું છું. જે તમને ગમશે તો હું આપનો આભારી રહીશ. 

મારા જીવનજે પ્રેરક કહાની:

હું ડૉ ગુલાબચંદ પટેલ હું જણાવવા માંગીશ કે મારામા પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજી ના વાયબ્રેસન આવ્યા .૫ મી સપ્ટેમ્બર ૨૦૦૮ શિક્ષક દિવસ બન્યો અભિયાન દિવસ ભૂત પૂર્વ માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીસાહેબ ગુજરાતની પ્રેરણા મળી. મારૂ કર્યા જોઈને આદરણીય મોદી સાહેબ ખૂબ રાજી થઈ ગયા હતા. તેઓની સાથે શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા કે જેઓ મારી આ યાદગાર ક્ષણના સાક્ષી હતા. 

મારા જીવનનો એક યાદગાર પ્રસંગ :

ગાંધીનગર કમિશ્નર શ્રી મધ્યાહન ભોજન અને શાળાઓની કચેરીએથી મારી બદલી પોરબંદર જિલ્લા તાલીમ ભવન રામ બા બીએડ કૉલેજ ખાતે થઈ હતી ત્યારે હું ગામ, ઘર પરિવાર અને મિત્રો છોડી ને બહાર ગામ જવાનો આ મારો પ્રથમ પ્રસંગ હતો. મનમાં ડર હતો કે પોરબંદર કેવું હશે ? ત્યાંના વિશે અનેક ગુણગાન સાંભળેલા,આમ તો મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ પરંતુ મનમાં એક ચિંતાનું આવરણ આવી ગયેલું. મારા ધર્મપત્ની પાર્વતી બહેન નું મન માન્યું નહીં, એટલે તેઓ પોરબંદર ડૉ ગુલાબચંદ પટેલ ની સાથે એટલે કે મારી સાથે પોરબંદર હું ઓફિસ માં હાજર થવા માટે ગયેલ ત્યાંં મારા પત્ની એ જોયું કે અહીં તો બધી સગવડ સારી છે, રહેવા જમવાની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે તેની ખાતરી થઈ એટલે મારા પત્ની એ મનમાં સંતોષ વ્યક્ત કર્યો હતો,.. આમ તો પોરબંદર માં“રામ બા બી ઍડ કૉલેજ” જ્યાં ચાલતી હતી તે રાજમહલ બિલ્ડિંગમાં જ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચેરી બેસતી હતી .અહી કૉલેજ ના વિધાર્થીઓ માટે રસોઈ બનતી હતી, જમવાની વ્યવસ્થા ખૂબ સરસ હતી. તેમજ રહેવા માટે ઓફિસ ની સામે ક્વાટર હતું, એટલે મારી પત્ની નો ચિંતા નો ભાર ઓછો થઈ ગયો.કૉલેજ માં પગ મૂક્યો ત્યાંં ડૉ ઇશ્વર ભાઈ ભરડા સાહેબ મળ્યા.તેઓ કૉલેજ ના પ્રિન્સિપાલ હતા અને તેઓ કચેરી ના ઇન્ચાર્જપ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર હતા. તેઓ ખુબજ વિદ્વાન અને સદભાવના ધરાવતા હોઈ મને તેઓએ ગાંધીનગર પરત જવાની રજા આપી .તેઓ સાથે કામ કરવાની તક મળતા મને ખૂબ જ મજા આવી, કારણ કે તેઓ સરળ સ્વભાવ ના હતા. તેઓ ના પ્રોત્સાહન ને કારણે જ હું સાહિત્ય માં રુચિ ધરાવવા લાગ્યા હતો,અને તેઓના પ્રોત્સાહન ને કારણે જ હું હિન્દી ગુજરાતી કવિતા,કહાની અને અનુવાદક ની ખૂબ સરસ કામગીરી કરવા લાગ્યો .મારો પ્રથમ કાવ્ય સંગ્રહ “હરિ કૃપા” હિન્દી ગુજરાતી માં પબ્લિશ થયો, તેનું વિમોચન પોરબંદર ના કલેક્ટર શ્રી એમ બી પરમાર સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું,ડૉ. ઈશ્વર ભાઈ ભરડા સાહેબ ની પ્રેરણાથી પોરબંદર વિશે મેં કવિતા લખી, જે લોકો ને ખૂબ ગમી,કવિતા “બદલી થઈ મારી પોરબંદર” કવિતા પોરબંદરના લોકોને ખૂબ જ પસંદ પડી.  હવે ૫ મી સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી નો વિધાર્થીઓ સાથે ઓન લાઇન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો .એટલે રામ બા બી ઍડ કૉલેજ ના વિદ્યાર્થીઓ અહીં અમારી ઓફિસમાં બેઠા તેઓએ પાંચ વૃક્ષો વાવીશુ, અભણ ને ભણાવીશું એ પ્રકાર ના અલગ અલગ સંકલ્પ અલગ અલગ વિદ્યાર્થીઓ એ કર્યા.એટલે મારા દ્વારા પણ સંકલ્પ કરવામાં આવ્યો કે હું વ્યસન મુક્તિ નું કાર્ય કરીશ, કારણ કે અહીં ફાકી એટલે કે તંબાકુ વાલા પાન મસાલા ખાવાની ટેવ સ્કૂલમા ભણતા વિદ્યાર્થીઓમા પણ હતી. પૂજ્ય ગાંધીજી ના વાયબ્રેશન મારામાં આવ્યા, સૌરાષ્ટ્ર માં વિધાર્થીઓમાં વ્યસનનું પ્રમાણ વધારે હોય“વ્યંસન મુક્તિ અભિયાન”ચલાવવું એવો સંકલ્પ કર્યો અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ને સંકલ્પ મોકલી આપ્યો. હવે આ સંકલ્પ પુરો કરવા હું સ્કૂલ કોલેજ ખાતે કાર્ય ક્રમ યોજવા લાગ્યો. વિદ્યાર્થીઓ સંકલ્પ કરે કે હું જીવનમાં ક્યારેય વ્યસન નહીં કરું એટલે તે વિદ્યાર્થી ને હું ચોકલેટ ખાવડાવતો હતો.મેં વ્યસન  મુક્તિ માટે કવિતાઓ, અને સ્લોગન તૈયાર કર્યા, વિધાર્થીઓ ને ગમ્મત કરાવતા, કવિતા અને સ્લોગન ના સ્ટીકર બનાવી જાહેર સ્થળોએ લગાડવા લાગ્યો .  મારા થકી વ્યસન મુક્તિ અંગે પ્રેઝન્ટેશન ગુજરાતી અને અંગ્રેજીમાં જાતે તૈયાર થયું. મેં મારા જન્મ દિવસ નિમિત્તે ૨૦૧૦ માં કેલેન્ડર મારા માતા પિતા ની તસવીર સાથે અને વ્યસન મુક્તિ ના સંદેશા સાથે છપાવી તેનું વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નયન ભાઈ શુકલ ના હસ્તે તેઓની ઓફિસ માં, સ્વામિનારાયણ ગુરુકુળ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાનુ પ્રકાશ સ્વામી, રામબા બી ઍડ કૉલેજ ના પ્રિન્સિપલ ડૉ એ આર ભરડા, તથા ભાવસિંહ જી હાઈ સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એન જી વ્યાસ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું. પોરબંદર ના અનેક અખબારો એ અને ટી વી માધ્યમો એ  મારા આ કાર્ય ની નોંધ લીધી. મારા આ સુંદર સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરી.ઈ ટી વી, જી ટી વી અને ટી વી નાઇન દ્વારા તેઓનો ઈન્ટરવ્યું લઈ લોકો અને વિધાર્થીઓ સુધી મારી વાત પહોંચાડી.  આ સંદેશ માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોંચતા તેઓને મુખ્ય મંત્રી જ્યારે પોરબંદર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં આવેલા ત્યારે મને ફોન કરીને મળવા માટેસર્કિટ હાઉસ  વીલામાં ચૌપાટી ખાતે રૂબરૂ મળવા બોલાવ્યા ત્યારે મને અને ઓફિસ ના તમામ કર્મચારીઓને  ચિંતા થઈ કે મુખ્ય મંત્રી શ્રી તેઓને કેમ બોલાવ્યા હશે ? મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા, મારા અધિકારીઓ પણ ચિંતા માં આવી ગયા, કે આપણી ઓફિસ નો કોઈ પ્રશ્ન હશે કે શું, ?તે સમયે ચૌપાટી પર અમે  સૌ“રેતી શિલ્પ” ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત હતા, મુખ્ય મંત્રી શ્રી ની વ્યવસ્થા માં ત્યાંં હાજર હતા.પરંતુ તેઓ એ મને વીલામાં મળવા માટે બોલાવ્યો  હતો  એટલે તેઓ વીલામાં પહોંચ્યા, ત્યાંં શ્રી પુરુષોત્તમ રૂપાળા સાહેબઉપસ્થિત  હતા.મોદી સાહેબે શ્રીએ મને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. તેઓ એ મારો પરિચય રૂપાલા સાહેબ સાથે કરાવ્યો.માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મારા  દ્વારા રચાયેલ કવિતા“બીડી બાઈ ની જાન” ગાઈને સંભળાવવા કહ્યું, તેઓ ને મેં કવિતા ગાઈ સંભળાવી, સાહેબ ખૂબ ખુશ થઈ ગયા, શ્રી  તેઓએ મને આ કાર્યમા આગળ વધવા પીઠ થાબડી કહ્યું કે “તુમ આગેબઢો હમ તુમ્હારે સાથ હે, “, ત્યાંર બાદ હું મારા ઓફિસ મિત્રો સાથે મળીને જમવા ગયો અને ખુશી વ્યક્ત કરી. પોરબંદર સંદીપની આશ્રમ ખાતે કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ગુરુપૂર્ણિમા ના દિવસે તેજસ્વી શિક્ષકો નું સન્માન કરે છે તેમાં મને પણ  બોલાવ્યો અને મારું શાલ ઓઢાડી સન્માન પત્ર સાથે સન્માન કરવામાં આવ્યું.મારો ક્રમ સન્માન માટે આવ્યો એટલે મારા દ્વારાશ્રી રમેશભાઈ ને પૂછવામાં આવ્યું કે હું શિક્ષક નથી તો મને કેમ બોલાવ્યો  ? ત્યારે રમેશભાઈ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું કે તમારું કામ તો શિક્ષક કરતા પણ ઊંચું છે. આ કાર્ય માટે મને નેશનલ ગ્રૂપ એસોસિએશન નાગપુર દ્વારા“મૌલાના અબ્દુલ કલામ આઝાદ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. તારીખ ૭ ડિસેમ્બર ૨૦૧૨ માં ગાંધી નગર કલ્ચર ફોરમ દ્વારા સાહિત્ય પર્વ ની ઉજવણી કાર્યક્રમ માં ચૌધરી મહિલા કોલેજ ખાતેમારા વ્યસન મુક્તિ અંગે ના બે પુસ્તક નું વિમોચન પરમ પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું. પુસ્તક નું નામ ૧. સ્વર્ણિમ સંકલ્પ, ૨. ચાલો વ્યસન મુક્ત શાળા કોલેજ નું નિર્માણ કરીએ .માનનીય ગવર્નર શ્રી ડૉ કમલા બેનીવાલ ના કરકમળોથી “ધરતી રત્ન અવોર્ડ ૨૦૧૧ “અમદાવાદ નાઆશિર્વાદ એજ્યુકેસન  ટ્રસ્ટ ના આયોજન મા મને એનાયત કરવામાં આવ્યો. મને આ કાર્યથી ખૂબ જ આનંદ આવે છે. મને હુંનિવૃત  થયો હોય તેવું લાગતું નથી,મને એકસોથી અધિક અનેક સમ્માન પ્રાપ્ત થયા છે, આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ ના પ્રમુખ શ્રી આર એસ પટેલ ના મારા માટે સમ્માનિત શબ્દો, આ પ્રમાણે છે. “ધરતી રત્ન અવોર્ડ(૨૦૧૧) વિજેતા ડૉ ગુલાબચંદ પટેલ” ધરતી પર બે પ્રકાર ના પુષ્પો ખૂબ માનીતા – પ્રિય છે. એક છે કમળ કથોપકથાન પ્રમાણે કમળ નું પુષ્પ પ્રજાપિતા બ્રહ્મા જી નું આસન છે. આજ બ્રહ્મા જી સૃષ્ટિનું સર્જન કરે છે,બીજું ફૂલ“ગુલાબ “‘બ્રહ્મા જી ના સર્જન માં’ “ગુલાબ” નું સ્થાન અનેરું છે ગુલાબ એ સ્વભાવે ગુલાબી સુગંધથી મઘ મઘતું ફૂલ છે. બહારના સૌંદર્ય ની સાથે તેના અંતર માં જે સુગંધ છે તે પણ અનેરી છે. આવા “ગુલાબ” નામધારી એક વ્યક્તિ ને મળીએ.મૂળ નામ ગુલાબચંદ પટેલ છે તેમનામાં તેમના કાર્યો ની સુગંધ છે અને તેમની વાણી કર્ણપ્રિય છે,શીતળતા નો અનુભવ કરાવે તેવી શાંત – સંસ્કારી અને સાંભળવી ગમે ઉપરાંત તેમની વાણી પ્રમાણે સંભાળનાર વર્તન કરવા પ્રેરાય તેવી છે. “ચંદ્ર” જેવી શીતળ છે, શ્રી ડૉ ગુલાબચંદ પટેલ તેમના આ ગુણોનો ઉપયોગ લોકો ના કલ્યાણ માટે કરી રહ્યા છે. જીવન માં સારી વાત નો સ્વીકાર /નુકસાન કરનારી વાતનો ત્યાંગ ,કેટલાક વ્યસન એવા હોય જેની ટેવ છોડવી એ કોઈક માટે સન્યાસ લેવા જેવું બની રહે, છતાં ગુલાબચંદ ભાઈ ની સ્નેહ ભરી વાણી ના પરિણામે ઘણા બધા માણસો એ “ઝેરી”વ્ય્‌સનોથી સન્યાસ સ્વીકારી લીધો છે. આપણો સમાજ “શુરા” ને બિરદાવે છે, સુરા ને દફનાવી દે છે. બિરદાવવા નું અને દફનવવાંનું પ્રેરક બળ છે. ગુલાબચંદ ભાઈ નું મીઠી ચોકલેટ અંને પાણી મૂકવા જેવી સોગંદ લેવા જેવી પ્રતિગના, આવી પ્રવૃત્તિ કરવાથી ગુલાબ ચન્દ ભાઈ ને શું ફાયદો ?અરે ભાઈ એમની પાસે “સરસ્વતી” જેવી વાણી છે,તેમની પાસે દેવ દેવીઓને સ્નાન કરાવાય, શુભ પ્રસંગો એ જેનો છંટકાવ થાય તેવું “ગુલાબ” જળ છે.  આવી વ્યક્તિ ને મન બીજા કોઈ ફાયદા નો વિચાર પણ ક્યાંથી આવે ? છતાં સ્વર્ણિમ ના કાર્યો કર્યે જાય છે.એમના સમાજ શુધ્ધિ કરણ ના કાર્ય માટે અનેક અભિવાદન ના અધિકારી બની રહ્યા છે. ખાસ વાત મહત્વ ની એ છે કે તેઓ “ગાંધી નગર” ના નિવાસી છે. પોતાનો સમય આપી વ્યસની ઓ ને સમજાવી વ્યસન મુક્ત કરે છે.ગુલાબ ચન્દ ભાઈ કમળ જેવી કોમળ કવિતાઓ લખે, સૌ કોઈ ને ગમે, જે ધરતી આ પુષ્પો, પ્રેમથી આપે છે તે માત્રુભૂમિ ભારત ને ભૂલ્યા નથી.“જય જય ગરવી ગુજરાત” “નર્મદા ના વારસદાર છે.નામ “ગુલાબ”ચન્દ ભાઈ “છે. ગાંઠ નું ગોપીચંદ સમાજ ને અર્પે છે .આવું કાર્ય કરનાર ને કોઈ પોતાના વખાણ કરે કે ન કરે, તેની પરવા નથી ખરેખર તો પોતાની પ્રસંશા બાબતે આવાસન્યાસી ને ગમે કે ન ગમે આપણે તો,. આ “કર્મ દિપ” અવોર્ડ” ફૂલ નહીં ને ફૂલ ની પાંખડી “કૃતાર્થ થઈને આપ ને અર્પણ,” પ્રસરતી રહે આપની સુગંધ સર્વદા “

-આર એસ પટેલ-પ્રમુખ આશીર્વાદ એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદ 

 મારું કાવર્ધા છતિશગઢ ખાતે ગ્રંથ મુનિ કૉલેજ માં ઓલ ઇન્ડિયામદફક દ્રવ્યો ની સામાજિક આર્થિક અને શારીરિક અસરો વિષે ના ઓલ ઈન્ડિયા કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તજગ્ન તરીકે બોલાવી બહુમાન કરેલ છે.અહીથી હું ભોજલારામ મંદિર દર્શન અર્થે ગયેલ મારી સાથે મારા પત્ની અને મારો સાહિત્યિક મિત્ર મનોજ ફગવાડવી પણ હતો, ૧૩ મી સદી ની મૂર્તિઓ જોવા મળી,હું મહિલા ઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ પણ યોજુ છું હું ઓલ ઈન્ડિયા કેન્સર કેર કોન્ફરન્સ માં શ્રી શ્રી રવિ આશ્રમ ખાતે ૨૦૧૬ માં ગયો હતો અને આ કોન્ફરન્સ માં મે મારૂ પ્રવચન આપ્યું હતું અમારા રેસ એ ઇન રેન ટ્રસ્ટ મુંબઈ ના પ્રમુખ શે રીટા બનિક ખૂબ ખુશ થઈ ગયેલ અને મને ભેટી પડ્યા હતા,કારણ કે મે સ્ટેજ પર અમારી દિલ્લી મુબાઈ અને અમદાવાદ ની ટિમ ને બોલાવી ને એનથમ રજૂ કરવાનો મોકો ઉપલબ્ધ કરાવ્યો હતો. હું દશ વર્ષથી વ્યંસન મુક્તિ કાર્યક્રમ યોજુ છું .મેં 3૫0 થી વધુ સ્કૂલ કોલેજ ખાતે અને પોરબંદર જતાં આવતા ટ્રેન માં ૧૫૦ જેટલાકાર્યક્રમ યોજ્યા છે, ૫૦, 000 થી વધુ વિધાર્થીઓને , શિક્ષકો ને અને આમ નાગરિકો ને વ્યંસન મુક્તિ સંકલ્પ લેવડાવેલ છે. સામાજિક કાર્યક્રમો માં પણ મે વ્યસન મુક્તિ કાર્યક્રમો યોજયા છે.મને  ગુજરાત ના તમામ ધાર્મિક સંતો ના આશીર્વાદ જેવા કે પ્રમુખ સ્વામી મહારાજ, ઓમ શાંતિ ના કૈલાશ દીદી ના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે.હું સામાજિક કાર્યકર ઉપરાંત એક સારો હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક છું, મને ભારત ભરમાંથી ૪૦૦ જેટલા સન્માન પ્રાપ્ત થયા છે, મારા ગુજરાતી ભાષા માં પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે, તેમજ હિન્દી માં ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે. 

ગાંધીજી ની જેમ મે પણ દેશ માં વિભિન્ન પ્રદેશો માં યાત્રા કરી છે,જેમાં વિધાર્થીઓ ના હિત માટે રાષ્ટ્ર ભાવનાથી પ્રેરાઈ ને જે કર્યા કર્યું છે તેની વિગત મારી છતીસગઢ ની કવર્ધા યાત્રા જોશો એટલે સમજાઈ જશે.

મારી વર્ધા યાત્રા :

વર્ધા મહારાષ્ટ્ર માં મહાત્મા ગાંધીજી ના આશ્રમ ને કારણે પ્રસિદ્ધ છે,તે ઇન્દ્ર લોક ની નગરી નામે પ્રખ્યાત છે,અને તેને ઇન્દ્ર પૂરી પણ કહે છે,નાગપુરથી વર્ધા 50 કિલોમીટર દૂર છે.વર્ધા નદીની મુખ્ય સહાયક નદી પેન ગંગા છે. આ કપાસ ઉત્પાદનનું ક્ષેત્ર છે.

  વર્ધા માં સેવગ્રામ આશ્રમ માં રોકવાનો અવસર પ્રાપ્ત થયો,વર્ધામાં પવનાર વિનોબા ભાવે આશ્રમ,કસ્તુરબા સ્મારક,ગીતાઈ,મંદિર મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય વિશ્વ વિધાયલય આવેલી છે,તેને જોવાનો મોકો મળ્યો,ભાષા પ્રચાર સમિતિ હિન્દી માટે સારું કર્યા કરી રહી છે.

સેવાગ્રામ 300 એકર ભૂમિ માં ફેલયેલું છે.સેવાશ્રમ ગાંધીજીના જીવનનું દર્પણ છે,વર્ધા આયોજક કોંગ્રેસે ૧૪ જુલાઈ ૧૯૪૨ માં કોંગ્રેસ વર્કિંગ સમિતિ ની બેઠક માં મહાત્મા ગાંધી યોજના થઈ, ભારત છોડો અપનાવવામાં આવે.

આદિત્ય ફાઉંડેશન વર્ધા મહારાષ્ટ્ર વિશ્વ મહિલા દિવસ પર ૮ માર્ચ ૨૦૨૦ ના દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્ય સંમેલન નું આયોજન સંસ્થાની અધ્યક્ષા ડૉ અર્ચના પાઠય ની તરફથી આયોજિત કરવામાં આવી હતી,જેમાં મને મહાત્મા ગાંધી ઍવોર્ડ 2020 ના સન્માન હેતુ આમંત્રણ મળ્યું હતું.વર્ધા માં અમે મિત્રો સાથે મુખ્ય સ્થળો ની મુલાકાત લીધી,અમને સન્માનીત કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ ઉપસ્થિત ર્હવાના હતા,પરંતુ કોરોના વૈરસના કારણે સ્વસ્થ્ય નું ધ્યાન રાખવા માટે તેઓને વર્ધા આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી।હું પણ ઘેરથી વર્ધા જવા નીકળ્યો તો માસ્ક લગાવી નીકળ્યો હતો. રેલ્વે સ્ટેસન પર એક મહિલા એ કહ્યું કે સેવાગ્રામ માં કોરોના ના બે કેસ પોઝિટિવ છે,પરંતુ ત્યાંં પહોચ્યા ત્યારે એવું કઈ નહતું.

 મહાત્મા ગાંધી વર્ધા માં જે આશ્રમ ને કર્મા ભૂમિ બનાવી હતી ત્યાંં યાત્રી નિવાસ ની ઝૂપડી માં રહેવા નો અવસર પ્રાપ્ત થયો.અહી વાતાવરણ ખૂબ સરસ હતું,કોઈ મોટા બિલ્ડીંગો આજુ બાજુ ન હતા.યાત્રી નિવાસ ની સામે જૂની ઝૂપડી પર નલિયાથી ઢાંકેલી હતી.અહિયાં રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી મળીને ચર્ચા કરતાં હતા.અહી ચરખા ભવન માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ નું આવવાનું રદ થયું તો ચરખા ભવન ના સંચાલકો એ ચરખા ભવન માં આયોજિત કાર્યક્રમ ક્યાક બીજે કરવાની સૂચના આપી દીધી.એટલા માટે આ કાર્યક્રમ સાંસદ રામદાસ તડસ મુખ્ય અતિથિની ઉપસ્થિતિ માં અન્ય જ્ગયા એ હૉલ માં આયોજન કરી મારૂ મહાત્મા ગાંધી ઍવોર્ડ -2020થી સન્માન કર્યું. મને આ સન્માન મારા સામાજિક કાર્ય માટે એનાયત થયું હતું. ગાંધીનગર ના એક વકીલ મિત્ર સામાજિક કાર્યકર નું પણ સન્માન કરવામાં આવ્યું,અમદાવાદથી રમેશભાઈ મુલવણી,સાહિત્યકાર અને વિજય તિવારી સાહિત્યકારે જવાબદારી નિભાવી હતી. તેઓનું પણ સાહિત્ય શિરોમણી સન્માન થી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ સ્થળ અને મુખ્ય મહેમાનો ની ફેર બદલી ને કારણે અધ્યક્ષા ડૉ અર્ચના જી ખૂબ ચિંતિત હતા તેમ છતાં કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો.

  અમે કાર્યક્રમ ના બીજા દિવસે વિનોબા ભાવે આશ્રમ પવનર ગયા ત્યાંના જોવા લાયક સ્થળો,વિનોબા ભાવે નું નિવાસ્થાન માં 1500 વર્ષ જૂના મંદિર ની દીવાલ માં લગાવેલી ભારત રામ મિલન ની જૂની મૂર્તિઓ જોઈ,ગીતાઈ મંદિર જોયું,ગંગા ની મુર્તિ જોઈ,વિષ્ણુ મુર્તિ કાળા પાષાણથી બનેલી હતી.જેના મસ્તક પર દસ અવતાર છે,વિનોબા ભાવે પ્રાંગણ માં પણ બીડી સીગરેટ પીવા ની મનાઈ છે,તેવી સૂચના વાંચવા મળી,ખૂબ સારું લાગ્યું.વિનોબા જી એ લખ્યું છે કે નિર્ણય કરવાવાળી શક્તિ ને પ્રજ્ઞા કહે છે અને તે એકાએક પ્રાપ્ત થતી નથી,ધીરે ધીરે અનુભવથી ઇન્દ્રિયો ને કાબૂ માં રાખી શુક્ષમ વિવેકથી તે પ્રાપ્ત થાય છે.

 વિનોબા ભાવે આશ્રમ જાપાન દ્વારા બનાવેલ સ્તૂપ નો 100 ફૂટ નો વ્યાસ અને એટલી જ તેની ઊંચાઈ છે,વિશ્વ શાંતિ સ્તૂપ નું ઉદ્ઘાટન તત્કાલિન રાષ્ટ્ર પતિ શંકર દયાલ શર્મા ના કરકમળોથી કરવામાં આવ્યું હતું.જાપાન દ્વારા બનાવેલ ખૂબ સુંદર સ્તૂપ જોવા નું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું,.ઝાંસી ની યાત્રા 

ઈમેજિન ગ્રુપ ઓફ કંપનીજ ઝાંસી દ્વારા રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય સંમેલન માં ઉપસ્થિત રહેવા માટેનું નિમંત્રણ પ્રાપ્ત થયું ખૂબ ખુશી થઈ,તારીખ ૨૨ ફેબ્રુઆરીએ ૨૦૨૦ ના રોજ હોટલ એમબીન્સ માં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો,જેમાં દેશભર ના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમ માં મિડયા નો હિન્દી સાહિત્ય પર પ્રભાવ વિષય માં આલેખ અને તું બિન સુની ગલિયા કવિતા સંમેલન માં પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો,આ કાર્યક્રમ માં ભારત કે સાહિત્ય રત્ન સન્માન ૨૦૨૦થી સંસ્થા ના અધ્યક્ષ શ્રી દિલ શેર ખાન ના હસ્તે સન્માનીત થવાનો અવસર પ્રાપ્ત થયો,. અમે ઝાંસી માં રાજકીય સંગ્રહાલય જોવા માટે ગયા,આ સંગ્રહાલય માં રાણી લક્ષ્મી બાઈ ના પ્રવેશ દ્વારથી મહારાણી લક્ષ્મી બાઈ વીથિકા માં જવાનો અને તસવીર ખેંચવાનો અવસર મળ્યો,આ સંગ્રહાલય માં ઝાંસી ની આઝાદી માટે અંગ્રેજો સામે ઝાંસી ની રાણી ની લડાઈ ની તસ્વીરો જોવા મળી,બુંડેક ખાંડ કલામથી ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ માટે લખવામાં આવેલ કઈક વિગતો વાંચવા મળી,રાણી લક્ષ્મી બાઈ વીથિકા માં મંગળ પાંડે ની ફાંસી ની વિગત અને તસવીર જોઈ,રાણી લક્ષ્મી બાઈ માટે લખવામાં આવેલ કવિતા સુંદર ફ્રેમ માં દીવાલ પર લગાવવામાં આવી હતી,આ સંગ્રહાલય માં બહુ બધી ઐતિહાસિક રંગીન સુંદર તસ્વીરો રાખવામા આવી છે,અમને આ બધી જ તસ્વીરો જોવા મળી.

 અંગ્રેજોએ એ અવગણના કરી ને ઝાંસી ને પોતાના સામ્રાજ્ય નું અંગ ગણાવી દીધું હતું,૧૮૫૮ માં અંગ્રેજોએ સામે યુદ્ધ થયું,રાણી પોતાના સૈનિકો ની સાથે ભયંકર યુધ્ધ અંગ્રેજોએ સાથે કરતી કરતી કાલપી અને કાલપીથી ગ્વાલિયર પહૂચી ગંભીર રીતે ઘાયલ થયેલી રાણી લક્ષ્મી બાઈ ૧૮ જૂન ના અંત માં ૧૮૫૮ માં શાહિદ થઈ ગઈ.

શિવ મંદિર કાલ કોટડી ,આમોદ બાગ વિગેરે ના અવશેષો જોવા મળ્યા,અહી કડક બીજલી નામની તોપ સ્વત્રંત્ર્તા સંગ્રામ માં વપરાઇ હતી તે જોવા માટે મૂકી હતી,શ્રીમતી સુલભા ચૌહાણ કવિઈત્રી દ્વારા લખવામાં આવેલ ઝાંસી ની રાણી માટે ની કવિતાઓ પથ્થરના શિલાલેખો પર જોવા મળી હતી,કવિતાની પંક્તિઓ આ પ્રમાણે હતી,”સિંહાસન હિલ ઊઠે,રાજ વંશી ને ભ્રૂકુટિ તાની થી,બુદ્ધે ભારત મે ભી આ ગઈ જવાની,આ કિલ્લા માં દીવાલ પર ખંડેરાવ દતિયા ઉન્નાવ ઓરછા,બડગાંવ,લક્ષ્મી સાગર સાઇન,યાર લંદર અને ઝીરના નામક દશ દ્વાર હતા,તદુપરાંત ચાર બારીઓ હતી,ઝાંસી ફોર્ટ માબાગ માં સુંદર તસવીરે ખેંચવા નો આનંદ આવ્યો.

,અમે બીજા દિવસે અમારા ઝાંસી ના મિત્ર સાકેત સુમન ની સાથે,ઓટોથી ઓરછા જવા નીકળ્યા,રસ્તા માં સતાર પર શિરોમણી અમર શહિદ ચંદ્ર શેખર ની પ્રતિમા જોઈ,તો અમે ઊભા રહ્યા,આઝાદ ચંદ્ર શેખર સ્વત્રંત્રતા સંગ્રામ ના સમયે ૧૮૫૮ માં દોઢ વર્ષ અહી વેશ બદલી ને સન્યાસી ના રૂપ માં રહ્યા,બાજુ ના થિમર પૂર ગામ માં ઠાકુર મલખાન સિંહથી પંજો લડાવવા માટે જતાં હતા,

સતાર ના મિયાવાન જંગલ માં ચંદ્ર શેખર ને ગેરીલા યુદ્ધ ની તાલીમ લીધી હતી,સતાર પર તેઓ એ કૂવો ખોદયો હતો,તે નાની કૂઈ જેવા દેખાતા હતા ,પરાત્મા નું કામ ચાલી રહ્યું હતું.અમે ત્યાંં તસવીર ખેંચાવી મારા પત્ની અને મારા મિત્ર કાંતિભાઈ પટેલ એડ્વોકેટ અને તેઓની શિક્ષિકા પત્ની વિમલા બેન પણ અમારી સાથે હતા,

તેમણે સતાર પર પાસે હનુમંજી ની મુર્તિ સ્થાપી હતી.સાકેત સુમન મારા મિત્ર એ અમને ખૂબ જાણકારી આપી આ સ્થળ ને અમર શાહિદ ચંદ્ર શેખર આઝાદ અજ્ઞાતવાસ સ્થળ સતાર પર નામથી ઓળખાય છે.અમે અહીથી ઓરચા જવા નીકળ્યા ,ઓરચા માં રામ નું બહુ જૂનું પૌરાણિક મંદિર છે,ત્યાંં દર્શન કર્યા,આ મંદિર રાજા એ બનાવ્યું હતું ,રામ ના માટે રાની એ રામ ની મુર્તિ આ જગ્યા પર રાખી દીધી હતી,તો રામ ભગવાન ત્યજ રોકાઈ ગયા ,આજે પણ ભગવાન રામ પૌરાણિક મંદિર માં બિરાજમાન છે, સાંભળ્યુ હતું કે અહી રામ રાજ્ય છે.રામ ના નામથી કોઈપણ પત્ર બને છે.તેમાં કલેક્ટર ના ક્યાય હસ્તાક્ષર નથી હોતા.બધા નિયમો અહી રામ ના નામથી ચાલે છે.બેતવા નદી માં પાણી બહુ ઊંડું હતું,ખૂબ સુંદર વાતાવરણ હતું, નદી કિનારે રાજ મહેલ છે તેનું રિનોવેસન થઈ રહ્યું હતું,,દર્શન કરી બહાર નીકળ્યા તો બાજુ માં હરદોલની સમાધિ જોઈ રાજા અને રાની વચ્ચે અણબનાવ રહે તે માટે કોઈએ રજાના ભાઈ એટલે કે રાની જીથી પ્રેમથી જોડાયેલા છે.આવી ખોટી વાત ફેલાવી દીધી તો હારડોલ રાનીના દિયર પોતાની નિર્દોષતા બતાવવા માટે અને રાની ની આબરૂ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હરોળ બેકસૂર હતો,ઓરછા મધ્યપ્રદેશ માં આવે છે તે ઝાંસી થી12 કિલો મીટર દૂર છે.,ઓરછાથી અમે પરત આવ્યા અને કાર્યક્રમ માં બેસી ગયા,કાર્યક્રમ પૂરો થયા પછી અમે મારા સાહિત્યિક મિત્ર નિહાલચંદ ની કાર માં દતિયા ગયા,દતિયા ઝાંસીથી 100 કિમી દૂર છે,દતિયા માં પૌરાણિક દતિયા બગલા મુખી માતા જી નું સુંદર મંદિર આવેલું છે.ત્યાંં દર્શન કર્યા,એતિહાસિક સ્થળ ઝાંસી જોવાનો અવસર અમને ઈમેજિન ગ્રુપ કંપનીજ ના સાહિત્ય કાર્યક્રમ ના કારણે મળ્યો .હું તેઓનો અને મારા મિત્રો સાકેત સુમન તથા નિહાલ ચંદ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું,

મિત્રો હવે માયા નગરી મુબઈ ની યાત્રા માણીએ :

ભારત સરકાર કે માનવ સંશાધન એવમ વિકાસ મંત્રાલય કેન્દ્રિય હિન્દી નિદેશાલય ના નિમંત્રણથી હું હરિદ્વાર નવ લેખક શિબિર ૨૦૧૪ માં ગયો હતો,ત્યાંં મિયાવાળી ધર્મ શાલ માં પંજાબથી આવેલ મનોજ ફગવાડવી સાથે મારી મુલાકાત થઈ,તેઓએ બતાવ્યુ કે પ્રયાગ વાળા નું હિન્દી સાહિત્ય સંમેલન મુબઈ માં યોજાવા નું છે,હું માર્ચ ૨૦૧૪ માં હિન્દી વિધ્યાપીઠ મુબઈ ટ્રેનથી મારા પત્ની સાથે ગયો,ત્યાંં ઓટોથી બહુ ફર્યા પણ કાર્યક્રમ નું સ્થળ મળતું ન હતું,મે તિવારી જી ના ઘેર ફોન પર વાત કરી તિવારી જી નો મોબાઈલ નંબર મેળવ્યો,તેઓ સાથે વાત થઈ ત્યારે કાર્યક્રમ નું સ્થળ મળી શક્યું,હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગ ૧૨૫ વર્ષ જૂની સંસ્થા પ્રયાગ માં આવેલી છે .આ સંસ્થાના કાર્યક્રમ માં હું પ્રથમ વખત શામેલ થયો ,કાર્યક્રમ સારો લાગ્યો,

 ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી શ્રીમતી આનંદી બેન પટેલ ના પતિ મફતભાઇ પટેલ,ની સાથે મુંબઈ હિન્દી વિધ્યાપીઠ માં સાહિત્ય સંમેલન માં મુલાકાત થઈ,તેઓનું મુંબઈ માં હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગ દ્વારા સન્માન થયું,મુંબઈ સાહિત્ય સંમેલન માં અમદાવાદથી આવેલ ભાનુભાઇ ત્રિવેદી,શ્રીમતી આશબેન ત્રિવેદી,હિના શાહ,નટુભાઇ રાવલ,શ્રી રાજગોર ભાઈ,સાથે મુલાકાત થઈ,અમે એ એમ ટી એલ ક્વાટર માં પાવૈ હીરાનંદાની હોસ્પિટલ પાસે રોકાયા હતા. ત્યાંંથી લક્ઝરી બસ કાર્યક્રમ ના સ્થળે લઈ જતી અને નિવાસ સ્થળે મૂકી જતી હતી,કાર્યક્રમ ના બીજા દિવસે ગુજરાતથી આવેલ સાહિત્યકારો સાથે મુંબઈ ફરવા ગયા,

  અમે મુંબઈ માં મહા લક્ષ્મી મંદિર ,સિધ્ધી વિનાયક મંદિર,હજી અલી ની દરગાહ,મુંબા દેવી મંદિર,ના દર્શન કર્યા,કોલબાથી મારા પત્ની એ પર્સ ,ડ્રેસ અને સાડી ઑ ખરીદી,અમે રાજીવ ગાંધી સી લેક ગયા,હોટલ તાજ જોઈ અને ફોટા પડાવ્યા .સંજય ગાંધી નેસનલ પાર્ક ગયા,શાહરુખ ખાન ફિલ્મ કલાકાર નો બંગલો જોયો અને જુહુ બીચ પર ગયા,મુંબઈ ખૂબ સુંદર શહેર છે,

  હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગ ની વ્યવસ્થા ખૂબ સારી હતી,મને ત્યાંથી સન્માન અને પ્રમાણ પત્ર પણ મળ્યું,વળતાં અમે ઘેર જવા નીકળ્યા ત્યારે દિનનાર પેક પણ આપ્યું હતું,જે મુસાફરી માં કામ લાગ્યું હતું,મે મન બનાવી લીધું કે હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગ દ્વારા આયોજિત થતાં સંમેલન માં દર વર્ષે ભાગ લેવો,મુંબઈ મહારાષ્ટ્ર ની રાજધાની છે,આરબ સાગર ના કિનારે શહેર વસેલું છે,ભારત નું આર્થિક પાટનગર છે,ત્યાંં મહેલ,મંદિર,મસ્જિદ ,જુહુ માઢ.માનારી મોર્ચ,વરસોવા બીચ ની મુલાકાત અમે લીધી હતી,આ બધુ ખૂબ સુંદર છે,અહી બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે,મને ઓલ મિડિયા કાઉન્સીલ અમદાવાદ તરફથી “ ઓલ મીડિયા ઍવોર્ડ હોટલ વિહંગ ઠાણે મુંબઈ માં સન્માનીત કરવામાં આવ્યો હતો આ બીજો અવસર મને મુંબઈ જવા માટે પ્રાપ્ત થયો હતો,મને ખૂબ આનદ થયો,મુંબઈ એક મોટું અને સુંદર શહેર છે,મુંબઈ માં ફિલ્મ સ્ટુડિયો પણ આવેલા છે,ફિલ્મ કલાકારો ના નિવાસ્થાન પણ ખૂબ સુંદર છે,મુંબઈ શહેર ખૂબ સુંદર છે,તેની એકવાર મુલાકાત લેવા જેવી છે.

મારી સર્જન યાત્રા :

 ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના પ્રમુખ તરીકે હિન્દી ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રચાર પ્રસાર નું સેવા કાર્ય ચાલુ છે,હિન્દી ગુજરાતી કવિ લેખક અનુવાદક ,ગાંધીનગર સાહિત્ય સેવા ના સભ્ય ,સાહિત્ય અકાદમી અમદાવાદ સભ્ય,હિન્દી સાહિત્ય પરિષદ અમદાવાદમાં કારોબારી સભ્ય ,સામયિક પરિવેશ હિન્દી પત્રિકા દિલ્લી ના ગુજરાત રાજ્ય ના પ્રભારી ,કવિ નિરાલા સાહિત્ય અકાદમી નાગદા જંકશન મધ્ય પ્રદેશ ના સચિવ ,આનદાલય સાહિત્ય મંચ ના સાધક ,વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા,બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ આયોજક,ભારત માતા અભિનંદન અભિનંદન સંગઠન હરિયાણા ના ગુજરાત અધ્યક્ષ,અખિલ ભારતીય ગુરુકુળ દિલ્લી ના ગુજરાત અધ્યક્ષ ,ઉમિયાગૌ શાળા અને ગુરુકુળ ગાંધીનગર ના પ્રમુખ ,૩૫૦થી વધુ સ્કૂલ કોલેજ માં વ્યસન મુક્તિ કાર્યક્રમ ના આયોજક અને સામાજિક કાર્યકર

   મારી સર્જન યાત્રા સચિવાલય ગાંધીનગરથી શરૂ થઈ.અમે બધા મિત્રો ઉજમશી ભાઈ પરમાર ,પરાગ શુક્લ ,ભરત વૈષ્ણવ અને બકુલ ત્રિવેદી રિસેસ માં ગાર્ડન માં બેસતા,સાહિત્ય ની વાતો કરતાં,હું શિક્ષણ ખાતા માં નોકરી કરતો હતો,ઉજમશી ભાઈ સાહિત્યકાર હતા,ધીરે ધીરે મને સાહિત્ય માં રસ પડવા લાગ્યો ,ભરત વૈષ્ણવ અને મે જરનાલિજમ નો અભ્યાસ ૧૯૮૯ માં સાથે નવગુજરાત કોલેજ માં ચાલુ નોકરીએ ઓફિસ ની મંજૂરી મેળવી અભ્યાસ કર્યો ગાંધીનગર સમાચાર માં નાના મોટા સમાચારો લખતો,નાની નાની કવિતાઓ લખતો, ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય કેન્દ્રિય હિન્દી નિદેશાલય દ્વારા આયોજિત હિન્દી નવ લેખક શિબિર માં દાર્જિલિંગ જવાનો અવસર બે હિન્દી ભાષામાં લખાયેલી કવિતાઓ ને કારણે અવસર મળ્યો,પૂના પણ જવાનું થયું,પૂના વિષે કવિતા લખી,સર પરશુરામ કોલેજ માં આઠ દિવસ રહેવાનો અને સાહિત્ય શિબિરમાં અભ્યાસ કરવાની તક મળી,ફિલ્મ સ્ટુડિયો ની મુલાકાત લીધી,ત્યાંર બાદ હરિદ્વાર,તિરુવનતમ પુરમ કેરલ લોટસ ટેમ્પલ ખાતે હિન્દી સાહિત્ય શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો, હરિદ્વારમાં મિયાવાલી ધરમશાળામાં પણ જવાનું થયું, હૈદરાબાદ ઓસ્માનિયા યુનિવર્સિટીમાં ભારત સરકારના નિમંત્રણ દ્વારા જવાનું થયું.

 હિન્દી ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય માં કવિતાઓ વાર્તાઓ લખવાની પણ શરૂઆત થઈ,ભુજ ખાતે ગીત અને કવિતા સર્જન શિબિર ચિંતન ફાર્મ કુકવાવ ખાતે ઉપસ્થિત રહી સર્જન વિષે માહિતી મેળવી,ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ના સભ્ય બન્યા,તેઓ દ્વારા આયોજિત સાહિત્ય સંમેલન માં ઈન્દોર ઉપસ્થિત રહેવા ની તક મળી,જુનાગઢ રૂપાયતન ખાતે સાહિત્ય સંમેલન માં જવાનું થયું ત્યાંં ભરતી આશ્રમ માં વ્યસન મુક્તિ કાર્યક્રમ કર્યો,બાળકોને વિવિધ સ્પર્ધાઓ માં વિજેતા થવા બદલ તેઓ ને સન્માન પત્ર અને ઈનામ વિતરણ મારે હાથે કરવાનો અવસર મળ્યો,અમરેલી સાહિત્ય સંમેલન માં વિધ્યા સભા ખાતે જવાનું થયું,ત્યાંં કેમ્પસ માં વ્યસન મુક્તિ કાર્યક્રમ કરવાનો અવસર પ્રાપ્ત થયો,હિન્દી સાહિત્ય સંમેલન માં ભિલવાડા વિનાયક વિધ્યાપીઠ ,ઝાંસી ,પ્રયાગ,મુંબઇ નાગપુર,શિલોંગ,વર્ધા,દિલ્લી,નાથદ્વારા,ચિતોડગઢ ,સલૂમ્મ્બર,ખાતે ઉપસ્થિત રહ્યા અને આલેખ રજૂ કર્યા.

ગુજરાતી ભાષા માં પ્રકાશિત પુસ્તકો :

૧.સાચા પ્રેમ ની શોધ

૨. શોધવો પડશે અમૃત કળશ

૩,સ્વર્ણિમ સંકલ્પ

૪. ચાલો વ્યસન મુક્ત શાળા કોલેજ નું નિર્માણ કરીએ

૫. હરિ કૃપા કાવ્ય સંગ્રહ

૬॰ જો ડૉ બાબા સાહેબ આંબેડકર ન હોત તો  ?

૭. ડૉ બાબા સાહેબ આંબેડકર નો જીવન સંદેશ

૮. ગાંધી કાવ્ય કુંજ

હિન્દી માં પ્રકાશિત પુસ્તકો :

૧. વૈશ્વિક પરિપ્રેક્ષ્ય માં ગાંધીજી ઔર અન્ય શોધ

૨. જડ બેરી ઔર અન્ય કહાનિયા

૩.મોત કા મુકાબલા

૪. હારી કૃપા કાવ્ય સંગ્રહ

૫. સંત રવિદાસ

૬. જન સંખ્યા

 ગુજરાતી સાહિત્ય માં કુલ ૨૭ સન્માન પ્રાપ્ત થયા છે.હિન્દી સાહિત્ય માં કુલ મળીને ૩૫૦ જેટલા સન્માન પ્રાપ્ત થયા છે।

મારી જીવન યાત્રા :

 હવે મારા જીવનની યાત્રા વિષે વાત કરીએ,મારો જન્મ અમદાવાદ ના સિટી તાલુકાનાં મોટેરા ગામે કે જ્યાં હાલ માં વિશ્વ કક્ષા નું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે ગામે ખેડૂત કુટુંબ નરસિંહભાઈ પટેલ માતા મંગુંબેન ને ના કૂખથી જાન્યુઆરી મહિનાની ઓગણીસમી તારીખે ૧૯૫૩ માં થયો હતો,અમે કુલ મળીને ૭ ભાઈ બહેનો હતા,મારો ક્રમ બીજો હતો, પિતા જી ખેતી ની સાથે અમદાવાદ ની એક કાપડ મિલ મંજુશ્રી માં કારીગર તરીકે નોકરી કરતાં હતા,માતા ઘર કામ સાથે ખેતી માં પિતા જી ને મદદ કરતી હતી મારી મમ્મી ભેંસ રાખતી હતી એટલે વહેલા ઉઠી વલોણું કરવા મને પણ મદદ હેતુ વહેલા જગાડી દેતી મને માખણ ખૂબ ખવડાવતી ,વલોણું ટાઈયા થઈ જાય એટલે મહોલ્લા માં બધા ને ઘેર ઘેર જઈ છાશ લેવા બોલાવી લાવતો,એ જમણા માં કોઈ છાશ ના પૈસા નહોતું લેતું,કોઈ ને ઘેર મહેમાન આવે અને ઘર માં જો ઘી દૂધ દહી ની જરૂર પડે તો અમારા ઘેરથી લઈ જતાં મારી મમ્મી તેના પૈસા ક્યારેય નહોતી લેતી,,મારા દાદા પરમાભાઇ ને બે પુત્રો હતા,મારા કાકા નું નામ મૂલજીભાઇ હતું કાકી બેની બેન અને દાદી રામીબા સંયુક્ત કુટુંબ માં રહેતા હતા,મારા આ પરિવાર માં કોઈ ભણેલ ન હતા,તેમ છતાં મારા દાદા જી એ જમીન માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો,જમીન માં વાવણી તેઓ કરી આવતા ત્યાંર બાદ અન્ય એક નિરાશી તેમાં જઈ ને વાવણી કરી આવતો હતો.ક્યારેક કોરટમાં બળદ અને હાલ સાથે જવું પડતું હતું પરંતુ મારા દાદા ઘભરાતા નહોતા મારા જન્મ વર્ષથી લઈ ને આજ દિવસ સુધી આ જમીન પાછળ સંઘર્ષ કરવા માટે મારો પણ ઉમેરો થયો,છે,હું બચપણ માં અમારી ભેંસ અને બે બળદ ને લઈ ને રાજા ના દિવસે ખેતર માં ઘાસ ચરાવવા માટે લઈ જતો એક બાજુ બળદ ભેંસ ચારો ચારે અને હું એક બાજુ બેસી ને મારી ચોપડી વાંચતો, શાળા માં મને દાખલ કરવા માટે અમારા ગામમાં અમારા મહોલ્લા માં રહેતા શિક્ષક શ્રી ભગવાન ભાઈ ને ઘેર મારા પિતાજી લઈ ગયા અને કહ્યું કે મારા અપુત્ર ને શાળા માં દાખલ કરવો છે,શિક્ષકે કહ્યું કાલે શાળા માં લઈને આવજો મારા પિતાજી શાળા માં મને લઈને ગયા ત્યાંં પેલા શિક્ષક ભગવાન ભાઈ ને મળ્યા અને મારૂ નામ ગળિયા માઠી ગુલાબચંદ લખાવવામાં આવ્યું ,હું શાળા માં ભણવા જવા લાગ્યો પરંતુ બપોરે રિસેસ માં મારે ઘેર જઈ ને બળદ અને ભેંસ ને લઈ ગામના હવાડે પાણી પીવા માટે લઈને જતો હતો બીજા બધા બાળકો નાસ્તો કરતાં ને સમય બચે એટલે રમતા હતા જ્યારે મારે નાસ્તો કરવાનો કે રમવાનો સમય રહેતો ન હતો, અમે નાના હતા ત્યારે મારી મમ્મી પપ્પા અમને બધા ભાઈ બહેનો ને ખડી ના ઘેર વણાટ કરીને વેચવા આવતા વણકર ભાઈ પાસેથી ખરીદી અમને કપડાં સિવડાવી આપતા હતા,દિવાળી માં મારા પપ્પા અમને અમદાવાદ સરવૈયા ને ત્યાંં બોલાવતા અને તેઓ મિલમાંથી છૂટીને ત્યાંં આવતા અને અમને રેડી મેડ સુંદર કપડાં લઈ આપતા હતા અમને દિલ્લી ચકલા નો દૂધ નો હળવો ખવડાવતા હતા,મારા પિતાજી ને પતંગ નો ખૂબ શોખ હતો તે શોખ મને પણ હતો તેઓ ઉતરાયણ માં રાત્રે ૧૨ વાગ્યે છૂટી ને પતંગ દોરી લેવા જતાં ,વહેલી સવારે દોરી અને પતંગ લઈ ને સાઇકલ પર આવતા હતા,અમારી આ જમીન માં ચારે બાજુ ખાસ કોઈ મોટી થોર ની વાડ નહોતી એટલે અચેર સાબરમતી ના રબારી લોકો ગાય ભેંસો લઈને ઘાસ ચરાવવા આવતા હતા અમારા ખેતર ની આજુ બાજુ માં મોટા કોતરો હોય આ કોતરો માં ગાય ભેંસ ચારવતા પરંતુ તાઓ ધ્યાન ન રાખતા તેથી આ ઢોર અમારા ઊભા પાક ને ખાઈ જઈ નુકસાન કરતાં, ક્યારેક તેઓ સાથે લડાઈ ઝગડા પણ થતાં, એક વાર હું અને મારા મમ્મી તથા મોટાભાઇ ઓટો રિક્ષામાં સાબરમતી જઈ રહ્યા હતા ત્યારે અમારી નજર ખેતર તરફ ગઈ તો અમારા ઊભા પાક માં બે રબારી લોકો ગાય ભેંસો ચારવતા હતા, મારા મોટાભાઇએ બૂમ પાડી કે એ ભાઈ તમને શરમ આવે છે ? આ અમારા ઊભા પાક માં તમે ગાય ભેંસ ચરવો છો, એટલે પેલા બંને રબારી મારા મોટાભાઇ ને કહે તું અહી આવ,મારા મોટા ભાઈ સવજીભાઇ ત્યાંં ગયા એટલે પેલા સોમાભાઇ રબારી એ મારા ભાઈ ને હાથ પર લાકડી મારી,હું તેઓ ને દવાખાને લઈ ગયો સિવિલ હોસ્પિટલ માં ત્યાંં રબારીઓ સામે કેસ પણ નોધાવ્યો ,ગામમાં મારા દાદા ની ખૂબ ભલાસ હતી,ગામમ્ના ભરવાડ અને પટેલ તત ઠાકોર લોકો ને ખબર પડી તો તેઓએ સમાધાન કરાવ્યુ,પેલા સોમા અને મોતી ભાઈ રબારી ને ત્રણસો રૂપિયા દંડ અને એક મણ જુવાર પક્ષીઓ ને ચણ નાખવાની સજા થઈ,બીજા દિવસે કોર્ટમાં મુદત હતી વકીલે કોરટમાં સમાધાન !


Rate this content
Log in

More gujarati story from Dr. Gulabchand Patel

Similar gujarati story from Inspirational