STORYMIRROR

TORALBEN LUHAR

Inspirational

3  

TORALBEN LUHAR

Inspirational

મારું ગામ

મારું ગામ

2 mins
257

મારા ગામનું નામ દિયોદર છે. તે ઉત્તર ગુજરાતમાં બન્સકાંઠા જિલ્લામાં આવેલું છે. તે એક તાલુકા મથક પણ છે. મારૂ ગામ એક સુંદર ગામ છે. મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે. તે તળાવની પાસે એક મંદિર છે. એ મંદિરની પાસે એક જુના વખતથી વિશાળ વડ છે. મારા ગામમાં લગભગ ચારસો ઘર છે. મારા ગામમાં એક સરકારી દવાખાનું અને એક પોસ્ટ ઓફિસ પણ છે. ગામમાં એક ઐતિહાસિક અંબાજીમાતાનું મંદિર છે. જ્યાં અવારનવાર ભજન કીર્તનના કાર્યક્રમ થતા રહે છે. ગામમાં એક મસ્જીદ પણ છે જ્યાં મુસ્લિમ ભાઈઓ નમાજ અદા કરે છે. ગામની નજીકમાં જ એક નાનકડું બજાર છે. ત્યાં જીવન જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓ મળી રહે છે. અમારા ગામમાં એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા પણ છે. શાળાની બાજુમાં જ પંચાયત ઘર છે.

અમારું ગામ એક ભાતીગળ વિવિધતા ધરાવતું ગામ છે. ગામમાં અનેક જ્ઞાતિના લોકો રહે છે. જેવા કે પટેલ, લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, વાળંદ, રબારી વગેરે. ગામમાં મુસ્લિમ ભાઈઓ પણ વસે છે. આ બધાજ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉપરાંત આ લોકો પોતાનો વારસાગત વ્યવસાય પણ કરે છે. અમારા ગામને સિંચાઈની સુવિધાનો લાભ મળ્યો હોવાથી અમારા ગામના લોકો વર્ષમાં ત્રણવાર ખેતી કરે છે. તેઓ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે. ગામના કેટલાક લોકો ભણી ગણીને સારી સરકારી નોકરીઓ કરે છે તો કેટલાક શહેરમાં જઈને મોટા ધંધા પણ કરે છે. અમારા ગામમાં લોકો દાનવીર પણ છે. એક ભાઈએ ગામમાં શાળાનું બાંધકામ કરાવ્યું છે. તો વળી બીજા એક ભાઈએ આંખની હોસ્પિટલ બનાવડાવી છે.

અમારા ગામના બધાજ લોકો એક બીજા સાથે હળીમળીને રહે છે. અને હોળી, જન્માષ્ટમી, ઈદ-એ-મિલાદ, દિવાળી જેવા તહેવાર સાથે મળીને ઉજવે છે. ગામના લોકો સ્વછતા બાબતે જાગૃત છે. એટલે ગામ સ્વચ્છ અને સુઘડ છે. વળી સ્વછતાને લીધે બીમારીઓથી પણ મુક્ત છે. ગામના લોકો મુસીબતના સમયમાં એકબીજાને સાથ અને સહકાર આપે છે. ગામની સહેજ બહાર એક ખુલ્લી જગ્યાવાળું મેદાન છે. જેને ગામનું પાદર કહેવામાં આવે છે. અહીં એક વિશાળ ઝાડ છે. ગામનું પાદર એટલે છોકરાઓ માટે તો રમતા ગમત માટેની મોટી જગ્યા. અહીં અમને કોઈ રોકે-ટોકે નહિ.

આ વડલો એ અમારા ગામની શોભા છે. આ વડલો અનેક પશુ-પંખીઓનો વિશ્રામ સ્થાન અને આશ્રય દાતા છે. અમારા ગામના પાદરમાં આવેલો આ વડલો ગામના સારા માઠા પ્રસંગોનો સાક્ષી છે. અહીં જાનૈયાઓ ડી.જે.ના તાલે મન મુકીને નાચે છે. તો વળી આજ જગ્યાએ મૃત્યુ પામેલી વ્યક્તિની અંતિમ યાત્રાનો વિસામો થાય છે. મારું ગામ મને ખુબ જ ગમે છે.


Rate this content
Log in

More gujarati story from TORALBEN LUHAR

Similar gujarati story from Inspirational