Kamal Naik

Inspirational

4.2  

Kamal Naik

Inspirational

મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને પત્ર

મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને પત્ર

2 mins
384


પૂજ્ય વંદનીય પપ્પા,

ઘણા દિવસથી આપને પત્ર લખવાનો વિચાર કરતો હતો. પરંતુ આજે હિંમત કરી મારા હ્ર્દયમાં ઉદ્દભવતા શબ્દો કલમ દ્વારા સહજ રીતે લખાઈ ગયા છે.  મારી કોમળ આંગળીને જ્યારે તમે તમારા સખ્ત હાથો વડે પકડી મને જ્યારે પ્રથમ ડગલું ભરાવ્યું હતું ત્યારે મારી આંગળીમાં જે દર્દ થયું હતું તે ખરેખર દર્દ ન હતું પણ પ્રથમ પગલાંથી જ પપ્પા તમે મને આ જીવનમાં આવનારી દરેક મુશ્કેલીનો સામનો કરવા સક્ષમ બનાવતું એ તમારો છૂપો સંકેત હતો. જેમ જેમ મોટો થતો ગયો પણ પપ્પા તમારાથી વિશેષ હું કંઈ જ નથી..એ હરહંમેશ મારા જીવનમાં મંત્ર બની ગયો છે.

આપના નક્ષકદમ પર ચાલુ તો છું પણ આપનાં જેવું પગલું હજુ નથી માંડી શક્યો. એ જ તો છે પપ્પા આપની અલગ ઓળખ કે જે અવિસ્મરણીય છે. પપ્પા આપનાં શીખવેલ ગુણો આજેય મારા જીવનમાં અકબંધ છે. પપ્પા યાદ છે તમે મને કહ્યું હતું આત્મસન્માન માટે હંમેશા લડવું. ઉદારતા કોઈ દિવસ ન છોડવી. અને પપ્પા નિઃસહાયની સેવા કરવાનાં ગુણો તો રક્તમાં વહે છે. આપે જીવનમાં મારા માટે કેટકેટલીય યાતના વેઠી છે એને હું કઈ રીતે વિસરી શકું. પપ્પા પણ મને એ નથી સમજાતું કે આપણે છેલ્લાં આંઠ વર્ષથી આટલા દૂર કેમ છીએ. શું મારી કોઈ ભૂલ થઈ હશે કે પછી તમે મારાથી રિસાઈ ગયા ?

પણ પપ્પા તમારા આ દીકરાને જિંદગી જીવવાનું શિખવ્યું તમે તમે જે જે કહ્યું તે તમામ અનુભવો મારા જીવનમાં તબક્કાવાર થાય છે ..પણ હું જરાય ડગ્યો નથી કે નથી હિંમત હારી..કારણ કે તમે મને એ બાબતે તો વાકેફ કર્યો જ છે..એજ તો મૂડી છે મારી પપ્પા..વધુ લખવું છે પણ પપ્પા આપની યાદે મારા આંખોમાં અશ્રુસ્વરૂપ લીધું અને એ મારી કલમથી લખતા શબ્દો પર ટપકી જાય છે..માફ કરશો પપ્પા જાણ્યે અજાણ્યે આપનું હૃદય મેં દુભાવ્યું હોય તો..આપ જ્યાં પણ હોય ત્યાં પ્રભુ આપને શાંતિ અર્પે એજ પ્રાર્થના...

લિ..

આપનો પુત્ર

કમલેશ 'કમલ'       


Rate this content
Log in

Similar gujarati story from Inspirational