મારા પિતા
મારા પિતા
મારા પિતા જે ધરનો આધાર સ્તંભ મારુ 36 વર્ષની ઉંમરે વિધુર થયા વાત છે 1962 ,63ની
મારુ વતન મહુવા અમે પાંચ સંતાનો,તેમા બે દિકરાને ત્રણ દિકરીઓ,તેમા મારો નંબર ચોથો
મારા માતાના અવસાન વખતે મારી ઉંમર છ સાત વર્ષની મારાથી નાની બહેન ચાર વર્ષની
આંખા ગામના લોકોએ પિતાને બીજા લગ્ન કરવા ખુબ સમજાવ્યા, તેઓનો એક જ જવાબ કે મારા સંતાનો માટે હુ અપરમાં નહી લાવુ.
પિતા શ્રીફળ જેવા હોય છે બહારથી કઠોરને અંદરથી નરમ તે ક્યારેય પોતાના માટે નથી જીવતા ,સંતાનોની સુખાકારી એજ એમનુ સુ:ખ જ્યારે માતાનુ પણ સ્થાન જેમના શિરે હોય
ત્યારે કઠણ કાળજાનો પુરુષ હિંમત હારી જાય પરંતુ મારા પિતા ડગ્યા નહી .
સંતાનોને ભણવીને પરણવાની તમામ ફરજ નિષ્ઠાપૂર્વક એકલપંડે નિભાવી પિતાને જોયા કરતા મે એમને વાંચ્યા છે વધારે .પિતા પોતાના ચહેરા પર ક્યારેય સુ:ખદુ:ખના હાવભાવ નથી લાવતા ,જે પરિસ્થિતિઓ આવે જીવનમાં તેનો સામનો એકલા જ કરતા હોય છે
તેઓનો જીવન મંત્ર અડગ મનના હું મુસાફર એકલો ચાલ્યો
જાઉં છુ રાહમાં આવે ખાડા ટેકરા અવગણના કરતો જાવ છે
સંતાનો મોટા થાય ત્યારે પિતાને સંતાનો વચ્ચે દોસ્તીનો સંબંધહોય છે જે મે મારા પિતામાં જોયો .અમારી પસંદના પસંદ નો ખ્યાલ પિતા જ રાખતા .તેઓની
જીંદગીમાં અવરોધો ધણા આવ્યા તેને પાર કરીને સામાજિક કાર્યમાં આગળ વધતા રહ્યા. પિતા પોતે શેકાઈ ને સંતાનોને ઠંડકનો અહેસાસ કરાવે છે તેઓ આખ્ખી જિંદગી આમારા નામે
ખર્ચી આનાથી વધારે શુ અપેક્ષાઓ હોય.મે તેઓના ચહેરા પર નિરાશા નથી જોઈ
સમાજમાં મોભાનુ સ્થાન ધરાવતા તેઓને નાના મોટા સૌની
સાથે એકરસ થતા જોયા છે
માતા ને પિતાની ફરજ એકલા હાથે નિભાવતા જોયા છે.
સંતાનોના લગ્ન બાદ પણ ફરજ નિભાવી ,પુરુષ હોવાને નાતે વ્યવહાર માં સમજ ન પડેતો ભાઈ ભાભીને સાથે સલાહ સૂચન મુજબ વ્યવહારિક કામમાં ઘ્યાન કેન્દ્રિત કરતા
કદાચ માતાપિતા બન્ને મળીને નથી પોહચી વળતા,તેઓએ એકલે હાથે પહોચ્યા છે
મારા પિતાએ ધણા સામાજિક
કાર્ય કર્યા છે.
મારા પિતાએ મારા પરિવારનો
આધાર સ્તંભ. જે દુ:ખના ધુંટડા
પીતા પીતા સંતાનોને સુ:ખ વહેચતા.