Chirag Zavar

Inspirational

3.4  

Chirag Zavar

Inspirational

મારા ભાગની, મિસાઈલ સિસ્ટમ

મારા ભાગની, મિસાઈલ સિસ્ટમ

9 mins
247


દીકરો... દીકરો એટલે કે ફાધરની જવાબદારીઓ હળવી કરી નાખે તે. રાજેશભાઈને પણ આવો જ દીકરો છે, રોહન. કોલેજ પૂરી થયા બાદ રોહન ઘરના જ ધીકતા ધંધામા એટલે કે ટેક્સટાઈલ બિઝનેસમાં જોડાઈ જાય છે. પિતાશ્રી રાજેશભાઈ, રોહનને એક પછી એક ટેક્સટાઈલ બિઝનેસના પહેલું સમજાવવામાં ખુબ ઉત્સાહી છે. રોહન પણ ઉત્સાહભેર - ફટાફટ બધું સમજી રહ્યો છે. આમ રોહનનું ભણતર અહી ગણતરમાં ફેરવાઈ રહ્યું છે. પરિણામે હવે રાજેશભાઈની જવાબદારી માત્ર બેંકની મોટી લેવડ દેવડ, ડીલર સાથેની મીટીંગ કે ક્યારેક આવતી મુશ્કેલી જેવા અગત્યના કાર્યો પુરતી સીમિત થઈ ગઈ છે.

રાજેશભાઈ એક પછી એક, આર્થિક અને પારિવારિક જવાબદારીઓ પૂરી કાર્ય બાદ, હવે તેઓ સામાજિક જવાબદારી પૂરી કરવા તરફ વળ્યા છે.

નહિ, નહિ, રાજેશભાઈ સીનીયર સીટીઝન નથી. પણ ઘરડા થયા પછી જ સમાજ સેવા થાય એવું તેઓ માનતા નથી. માટે જ રાજેશભાઈએ પોતાના નવરાશનો બધો સમય ક્રિએટીવ અને કન્સ્ટ્રકટીવમા વાળી દીધો છે. જેમાં સોસાયટીનું સેક્રેટરી પદ તથા “ધી સ્ટેટ ટેક્સટાઈલ એસોસિએશન”નું ચૈરમેન પદ શોભાવી રહ્યા છે. અને ખાસ પોતાના વતન રામપુરની માધ્યમિક શાળાના વિકાસ કાર્યમાં લાગી ગયા છે. શાળાના બાળકોમા દેશપ્રેમ જાગ્રત થાય તથા સેકડો - હજ્જારો બલિદાનો બાદ મળેલ સ્વતંત્રતાનું મહત્વ સમજી શકે તે હેતુસર, 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી, વાર્ષિકોત્સવ જેવા કાર્યક્રમમા, દેશપ્રેમ સંબંધી કોઈ પણ એક ડ્રામા તો અચૂક કરાવતા જ. અને તે કાર્યક્રમમા બાળકોનો ઉત્સાહ વધારવા, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, નગરસેઠ જેવા મુરબ્બીઓને આમંત્રણ આપતા. અને પોતાના કુટુંબનાં દરેક સભ્યને પણ આવા પ્રોગ્રામમાં સાથે લઈ જતા. તથા આખા પ્રસંગનું શુટીંગ કરાવી સ્કુલની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરતા.

રાજેશભાઈની સાથે સાથે તેમના વાઈફ અંજલીબેને પણ આવું જ કઇક બીડું જડપ્યું છે. જેમાં અંજલીબેન બપોરે 2 કલાક ફાળવીને પરિવારના, સોસાયટીના તેમજ પોતાના સમાજના નાના બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતી ભાષા શીખવવાનું શરુ કર્યું છે. કારણ કે હાઈફાઈ સોસાયટીમા આવ્યા પછી, બધા પેરેન્ટ્સ પોતાના સંતાનોને ઈંગ્લીશ મીડીયમ સ્કુલમા જ મુકે છે. જેથી નવી પેઢી ગુજરાતી ભાષા જ - માતૃભાષા જ ભૂલી રહી છે, એ વાતનો તેમને ખટકો છે. અંજલીબેને ઘણીવાર વાતચીતમા જયારે પોતાના જ બંને દીકરા - રોહન અને ઉજાશને અઢી, દોઢ, નેવ્યાશી, ફોઈ - ફૂવા જેવા શબ્દો કહે તો, મંગળગ્રહથી આવ્યા હોય એવો તો રિસ્પોન્સ આપે. આવી જ હાલત બધી જ નવી જનરેશનની છે. જેમાં અંજલીબેન પરિવર્તન લાવી રહ્યા છે.

ઘરના સૌથી વડીલ એવા જમના બા, દીકરા અને વહુના આવા ઉમદાકાર્યમા યથાશક્તિ ટેકો આપી તેમનો ઉત્સાહ વધારે છે. તે માટે અંજલી વહુને વિશેષ મદદરૂપ થવા, નોકર કેશુની મદદ લઈને, દૂધ, શાકભાજી લઈ આવવા, કરિયાણું લઇ આવવું, કપડા ઈસ્ત્રી કરાવવા વિગેરે કામો પણ પતાવી દે છે. બાની આવી હેલ્પથી અંજલીબેન વહેલા પરવારી જાય છે અને ગુજરાતી ભાષા શીખવાડવામાં લાગી જાય છે. જમના બાના સમયનો સદુપયોગ ટીવીમાં કથાવાર્તા જોવામાં અને શ્રીનાથજીની સેવાપૂજામાં થાય છે.

રાજેશભાઈ આજે સવારના 9 વાગે રોહન સાથે થોડી ચર્ચા કરી રહ્યા છે. રોહનને આજે પહેલીવાર CAની ઓફિસે IT રીટર્ન ભરવા મોકલી રહ્યા છે. રોહને બેગમાં લેપટોપ અને કેલ્ક્યુલેટર લઈ લીધું છે. હાથમા બ્લેક અને બ્લુ રિફિલવાળી, તેની લકી પેનનું બટન કોલેજ અંદાઝમાં કટ-કટ પ્રેશ કરતા કરતા ફટાફટ પહેલા માળેથી પગથીયા ઉતરી ઘરના ગ્રાઊન્ડ ફ્લોરમા આવેલ કાર પાર્કિંગમા પહોચી જાય છે. ત્યાં જ સામેના હિંચકા પર વાંચતા નાનાભાઈ ઉજાશને...

"હાય બ્રો... વોટ્સઅપ અબાઉટ રિવિઝન ?"

ઉજાશ બોલ્યો, "અફલાતુન... બસ પરીક્ષામા તમારી લકી પેન મને આપજો, એટલે બધું થઈ જશે."

"અફકોર્સ... તારા માટે જ આજે ડ્રોવરમાંથી કાઢી છે.

રોહન ઉજાશને તેની લકી પેન આપીને પરીક્ષા માટે બેસ્ટ વિસીસ આપે છે, અને ઓફિસે જવા નીકળે છે.

રોહન કારમાં બેસવા જ જાય છે કે, ત્યાં રાજેશભાઈએ બાલ્કનીમાંથી રોહન તરફ નીચે જોઈને કહ્યું. "પેલા CA ફર્મના હેડ મનોહરભાઈને કાલે બધી વાત કરી દીધી છે. આ વખતે 2 - 3 લાખ જ ટેક્સ ભરાય એવું કરી રાખ્યું છે. તો તુ ગભરાઈશ નહીં, બધી તૈયારીઓ થઈ ગઈ છે."

"બટ ડેડ… મે હિસાબ કર્યો છે… કમસેકમ 11 લાખ, બધી જ કાયદાકીય છૂટછાટ લેતા પછી, ભરવો તો પડશે જ અને આમાં 1.5 કરોડવાળો પેલો જોસેફ અંકલ સાથેનો રોકડ વ્યવહાર તો આપડે લખ્યો પણ નથી. માટે 11 તો ભરવા જોઈએ."

ત્યા જ રાજેશભાઈ બોલ્યા, "11 ભરવા જોઈએ એટલે શું ? કરોડપતિના દીકરા મોટા. અહીંયા બજારમાં મંદીનો પાર નથી અને તમારે પૈસા ઉડાડવા છે. તું જઈને ખાલી ફોર્માલિટી કરી આવ. મારી મનોહરભાઈ જોડે બધી વાત થઈ ગઈ છે. 2.70 લાખ પણ ફિક્સ જ છે. તને તો ખાલી બજારમાં સંબંધો બાંધવા, ઉઠકબેઠક વધારવા માટે જ મોકલું છું."

રોહન હજુ બોલવા જતો હોય છે ત્યા જ, સામે હિંચકા પર બેઠેલો ઉજાશ ઈશારામાં સમજાવીને, અત્યારે શાંતિથી નીકળી જવા કહે છે. ઉજાશ ઉંમરમાં નાનો પણ સમજણમાં બહુ મોટો. પરિવારમાં પણ તેની તર્કસંગત વાત બધા ધ્યાનમા લે છે. રોહન સંકુચિત ભાવ સાથે કારમાં બેસીને નીકળે છે.

રાજેશભાઈ અંદર જઈ નાસ્તાના ટેબલ પર બેસે છે અને નાસ્તો આવે ત્યાં સુધી ટીવી ચાલુ કરે છે. ઉજાશ પણ વાંચવાનું પૂરું થતા આળસ મરડીને ઊભો થાય છે, આંગળીઓનાં ટચાકા ફોડે છે. ચોપડા વ્યવસ્થિત બાજુમાં મૂકીને નાસ્તો કરવા ઉપર આવી જાય છે, અને રાજેશભાઈની પાસે ચેરમા બેસી જાય છે. થોડીવાર બાદ રાજેશભાઈ ન્યુઝની હેડલાઇન્સ જોતા જોતા બબડે છે. "યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવું છે, ચીન તો લદ્દાખ પડાવી લેવા જ બેઠું છે અને આ પાકિસ્તાન આતંકવાદીઓ મોકલ્યા જ કરે છે. અને સરકાર પણ ગરીબોને જ સહાય આપ્યા કરે છે અને ભૂલેચૂકે વેપારીઓ કે ઉધોગપતિઓને જરા પણ સપોર્ટ કરે કે આ દેશમાં આંદોલનનો તો પાર નથી રહેતો. આવી મુશ્કેલીઓમાં અને આવી મંદીમાં 11 લાખનો ટેક્સ ભરવો છે આ આજકાલના નબીરાને."

ત્યાંજ અંજલીબેન આવી રાજેશભાઇની સામેના ટેબલ પર ચા નાસ્તો મૂકી જાય છે. નાસ્તો કર્યા બાદ, રાજેશભાઈ અને ઉજાશ વચ્ચે પરીક્ષાની તૈયારીઓની વાતો ચાલે છે, અને ટીવી પણ ચાલુ જ છે. ત્યાં ઉજાશે ટીવીમાં ન્યુઝ જોતો જોતો પૂછ્યું... "શું લાગે છે પપ્પા ? પડોશી ચીનદેશ ભારત પર આક્રમણ કરે તો... તો... ભારત જીતી શકે ખરું ? અને આ ચીન તો પ્રોડક્શન હબ છે, રમકડાથી લઈને ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટ્સ દુનિયાભરમા એક્સપોર્ટ કરે છે. તેની પાસે તો અઢળક બજેટ છે, યુદ્ધ લાંબુ ચાલે તો પણ એ મેનેજ કરી શકે અને આવી આર્થિક મંદીમાં ભારત ટકી રહે ખરું ? જીતી શકે ખરું ?"

ભારોભાર દેશપ્રેમ ધરાવતા રાજેશભાઈ અંદરથી જરા ઉકળી ઉઠ્યા પણ ઉજાશને નાદાન બાળક સમજી, થોડું હસીને બોલ્યા, "તું પણ મૂરખ જ છે, તારા મોટાભાઈ રોહન જેવો. ચીન તો શું ? એક સાથે ચીન, પાકિસ્તાન, આર્થિક મંદી જેવા ચારે બાજુથી આક્રમણ થાય તોય ભારત જવાબ આપી શકે છે. ભારત આજ સુધી ક્યારેય ચીન સામે હાર્યું નથી અને હારશે પણ નહીં. આપણા એક એક સૈનિક બાહોશ છે. લદ્દાખની -40 ડિગ્રીની ઠંડીથી લઈને પોખરણની +51 ડિગ્રીની ગરમીમાં પણ બોર્ડર ઉપર તૈનાત રહે છે." આ બધું એકીશ્વાસે બોલી જવાથી રાજેશભાઈને ઉધરસ આવી ગઈ તેથી ઉજાશે થોડું પાણી આપ્યું.

પાણી પીધા પછી જરા ધીમા સ્વરે બોલ્યા, "થેન્ક્સ બેટા. પણ, એવું છે ને, ભારતમાં પ્રશ્ન ખાલી ટેકનોલોજીનો છે. જે થોડા અંશે સોલ્વ થયો છે. પણ ચીન જેવો તો નહીં જ. હા બેટા, ભારતના સૈનિક તો વર્લ્ડમાં અવ્વલ છે, પણ મીલેટરી બજેટ ચીન કરતા તો પાછળ રહી જ જાય છે. જ્યાં નૈતિક ધોરણ જ નથી આપણા દેશવાસીઓમાં, ત્યાં બજેટના છેડા ભેગા ક્યાંથી થાય ! જોને ભારતને રશિયા પાસેથી “સુપર સોનિક એન્ટી-મિસાઈલ સિસ્ટમ” ખરીદવી છે. જે છેલ્લા 22 વર્ષથી અટકેલી છે, બજેટના વાકે. અને તે જ ટેકનોલોજીને ચીને રશિયા પાસેથી 25 વર્ષ પહેલા જ ખરીદી લીધી છે."

"અને મારા આખા એસોસીએશનને ખબર છે તેમ, જે દિવસે ભારતમાં એ ટેકનોલોજી આવશે, તે દિવસે હું પાર્ટી કરીશ અને તેનું 3D મોડલ બનાવીને ઘરમાં રાખીશ. એ વાત તને પણ ખબર જ છે." ત્યાં જ ઉજાશ બોલ્યો, "અરે વાહ પપ્પા, તો તો હું પંકજકાકાને ત્યાં 3D મોડલનો અત્યારે જ ઓર્ડર આપી દઉં છું." પપ્પાનો કુતુહલ પૂર્ણ પ્રશ્ન કે ‘અત્યારે ક્યાં એ ટેકનોલોજી ખરીદાઈ છે ?’

ત્યા જ ઉજાશ બોલ્યો, "સિમ્પલ... ડેડ... સિમ્પલ… તમે તમારા ભાગની “સુપર સોનિક એન્ટી-મિસાઈલ સિસ્ટમ” ખરીદી જ શકો છો... 11 લાખ પુરેપુરો ટેક્સ ભરીને. એ ટેક્સથી જ તો બધા બજેટ બને છે અને એમાંથી જ મીલીટરી બજેટ પણ બનશે અને છેડા ભેગા થતા ભારતમાં પણ “સુપર સોનિક એન્ટી-મિસાઈલ સિસ્ટમ” આવશે. બસ બધા પુરેપુરો ટેક્સ ભરે તેની રાહ જોવાય છે અને તમે તમારો પુરેપુરો ટેક્સ ભર્યા પછી વટ કે સાથ, એ “મિસાઈલ સિસ્ટમ”નું 3D મોડલ ઘરમાં મૂકી જ શકો છો. અને હા, કોણ જાણે તમારા આ ઇનીસ્યેટીવથી ઇન્સ્પાયર થઈને તમારા “ધી સ્ટેટ ટેક્સટાઈલ એસોસિએશન” ના થોડા સભ્યો પણ પુરેપુરો ટેક્સ ભરતા થઈ જાય."

ત્યાં જ જમના બા મોટી થાળીમા થોડા બટાકા લઈને શાક સમારવા, બાજુની ખુરશી પર બેસીને કહે છે, "અલ્યા રોહન તું આ ટેક્સ ભરવાની વાતો કરે છે, પણ આ સરકારને 11 લાખ ટેક્સ આપવો અને આપણે કરકસરમાં જીવવું એ ક્યાંનો ન્યાય ?"

ઉજાશ બોલ્યો બા, "તમે અને દાદા કરકસરમાં જીવ્યા હતા, તેના પરિણામે અમે સહુ અત્યારે જાહોજલાલીમાં જીવીએ છીએ અને અમે પણ જો થોડી કરકસર કરી લઈશું તો દેશનું ભવિષ્ય ઉજવળ થઈ જશે. અને આપણો દેશ ઘણા દાયકાથી ઘૂંટણીયા ભેર જ ચાલતો હતો, જે હવે ઉભો થયો છે અને દોડવાની તૈયારીમાં છે, થોડો જ સમય હવે જો બધા દેશવાસીઓ પ્રામાણિકતાથી વર્તે, વિવેકપુર્વક વર્તે તો દેશના વિકાસને કોઈ રોકી નહીં શકે."

ત્યાં જ રાજેશભાઈ બોલ્યા, "પણ બેટા, ટેક્સ પૂરેપૂરો આપી દઈએ પણ તે ટેક્સનો સરકાર ઉપયોગ પણ ક્યાં કરે જ છે ?"

"કેમ પપ્પા ! આ મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, ફોર લેન રોડ, સિક્સલેન રોડ, પોલીસ સિક્યુરિટી, બોર્ડર પર મીલીટરી, પ્રાથમિક સારવાર કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, ઘર-ઘર શૌચાલય, ઘર-ઘર પાણી, ઘર-ઘર લાઈટ જેવી અનેક ફેસિલિટી આપણને નથી મળતી ?"

"પણ બેટા, મેં બધી સરકારો જોઈ છે. પણ કોઈ સરકારે દુબઈ, અમેરિકા કે યુકે જેવી ફેસીલીટી આપી નથી. એટલે હવે તો આ ચૂંટણીમાં તો, મને વોટીંગ પણ કરવાની ઈચ્છા નથી."

"હા પણ, પપ્પા… જુઓ...કોઈ પણ સ્કૂલ તેનો કોઈ એક સ્ટુડન્ટ 100% માર્ક લાવે તેની રાહ જોતું નથી. પણ બધા સ્ટુડન્ટમાંથી જેનું પર્ફોમન્સ સારું હોય તેને પહેલો નંબર આપે છે. એ જ ન્યાયથી તમારી ચોઈસની પોલિટિકલ પાર્ટી ના મળે, ત્યાં સુધી બેસી નથી રહેવાનું. પણ વર્તમાન પોલિટિકલ પાર્ટીમાથી, કઈ પાર્ટીએ સૌથી સારું કામ કર્યું છે, તે પાર્ટીને પસંદગી આપવાની છે. અને આ વખતે પણ તમારે વોટીંગ કરવાનું જ છે."

"પણ ઉજાશ, અત્યારે પબ્લિક પણ બધી ચોર છે. કોઈ વેપારી ટેક્સ પૂરેપૂરો ભરતા નથી, તો હું એકલો કેમ ભરું ?"

"અરે પપ્પા… જે પબ્લિક અને વેપારીઓ તમને ચોર લાગે છે, તો તેમની વચ્ચે રહીને જ આપણે કમાણી કરી છે. અને તે જ કમાણી પર ટેક્સ આપવાનો છે. અને હા પપ્પા, કોઈપણ દેશના વિકાસમાં "જય જવાન, જય કિસાન" પછી જો કોઈ અગત્યનું પરિબળ હોય તો તે "વેપારી" જ છે, કે જે ટેક્સ ભરે છે. અને હસતા હસતા કહ્યું, એટલે જ તો ગઈ વખતના રક્ષામંત્રી, આ વખતના નાણામંત્રી બન્યા છે, એટલે કે નિર્મલા સીતારમન."

ત્યાં જ અંજલીબેને રસોડામાંથી બૂમ પાડી, "ઉજાશ હવે નાસ્તો થઈ ગયો હોય તો તૈયાર થઇ જા. ટીવી અને ચર્ચા બંધ કરો."

ત્યાં જ રાજેશભાઈ હસ્યા, "અહિયા 11 લાખનું ડીસીઝન લેવાનું છે, ત્યાં તારા મમ્મીને નાહવાની પડી છે."

ઉજાશ ધીમેથી બોલ્યો, "ચલો પપ્પા હવે તમે શાંતિથી વિચારજો… હું જાઉં છું, 12 વાગે મારે ફરીથી રિવિઝન ચાલુ કરી દેવાનું છે."

મનોહરભાઈની ઓફિસમાં સંકુચિત ભાવ સાથે રોહન ટેક્ષ્ટ બચાવવા રસાકસી કરી રહ્યો હોય છે. ત્યાં જ ફોન આવ્યો. રોહનના હાથમાં પેન, કેલ્ક્યુલેટર, કાગળિયા હોવાથી, સ્પીકર ઓન કરીને ફોન ઉપાડે છે, "હા પપ્પા, કહો"

સામેથી રાજેશભાઈ નમ્રતાથી બોલ્યા... “બેટા રોહન, 11 લાખ પૂરા ભરી દેજે અને વળતા પંકજકાકાની શોપમાં ‘સુપર સોનિક એન્ટી-મિસાઈલ સિસ્ટમ’ નું 3D મોડલ પ્રિન્ટ કરીને તૈયાર કરાવી રાખ્યું છે. તે લેતો આવજે.”

ત્યાં જ મનોહરભાઈ આ વાત સાંભળી આનંદ સાથે મોટા અવાજે બોલ્યા, "શું શેઠ, ભારતે “સુપર સોનિક એન્ટી-મિસાઈલ સિસ્ટમ” ખરીદી લીધી કે શું ?"

રાજેશભાઈ ખુમારીથી બોલ્યા, "હા… આજે જ ખરીદશે, આપડે 11 લાખનો ટેક્ષ્ટ પૂરેપૂરો ભરીએ એટલીવાર… "

મનોહરભાઈ બોલ્યા, પણ શેઠ, "ટેક્સને અને મિસાઇલ સિસ્ટમને શું લેવાદેવા ?"

અરે… મનોહરભાઈ આજે ખુશીના પ્રસંગે બધી વાતો ફોન પર નહિ થાય, પણ તમે ક્યારેક મળજો. તમને માંડીને વાત કરીશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational