BHOOMIKA MODI

Inspirational

3  

BHOOMIKA MODI

Inspirational

માની મમતા

માની મમતા

2 mins
236


એક નાનકડું ગામ હતું. તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા. તેમાં વિધવા બાઈ પણ રહેતી હતી. તેની નામ ગંગાબાઈ હતું. તેને એક દીકરો હતો. તેનું નામ રાજુ હતું. રાજુ ખુબ જ નાનો હતો ત્યારે જ ગંગાબાઈના પતિની અવસાન થઈ ગયું હતું. ઘરમાં કમાવાવાળું કોઈ ન હતું. એટલે ઘરની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. ગંગાબાઈ ગામમાં લોકોના ઘરે કપડા, વાસણ અને બીજી મજુરીનું કામ કરીને જેમ તેમ કરીને દીકરા રાજુને મોટો કરતી હતી.

એવામાં દિવાળીનો તહેવાર આવ્યો. બધા લોકો નવાં નવાં કપડાં પહેરવા લાગ્યા. ઘર શણગારવા લાગ્યા. અને નવી નવી મીઠાઈઓ બનવવા લાગ્યા. આ બધું જોઈને એકવાર રાજુ એ પણ પોતાની માતાને કહ્યું, ‘મા મારે પણ હલવો ખાવો છે. તું હલવો બનાવને!’ રાજુની માં જાણતી હતી કે ઘરમાં બે ટાઈમ રોટલા ખાવાના સાંસા છે ત્યાં હલવો તો ક્યાંથી બને. પણ મા ખુબ જ હોંશિયાર અને લાગણીવાળી હતી. તે પોતાના બાળકને ના કહીને દુ:ખી કરવા માંગતી ના હતી.

તેને રાજુને કહ્યું, 'સારું બેટા રાજુ ચાલ હું હલાવો બનવું છે. એમ કહી તેને ચુલા પર કડાઈ મૂકી. તેમાં પાણી નાખ્યું. અને તેની પર ઢાંકણ ઢાંકી દીધું. પછી પોતે ચુલા પાસે જ બેઠી. તેને રાજુને કહ્યું, ‘બેટા રાજુ હલવો બનવામાં વાર લાગશે. તું એક કામ કાર ત્યાં સુધી તું મારા ખોળામાં માથું નાખીને સુઈ જા. હું તને એક પરીની વાર્તા સંભળાવું.’ રાજુ પોતાની માના ખોળામાં માથું નાખીને સુઈ ગયો. તેની મા ગંગાબાઈ તેને પરીઓની વાર્તા કહેવા લાગી. તેને એટલી મીઠી વાર્તા કહી કે રાજુને વાર્તા સાંભળતા સાંભળતા જ ઊંઘ આવી ગઇ. તે સુઈ ગયો. એટલે ગંગાબાઈએ તેને ખાટલામાં સુવાડ્યો. અને પાણી ઉકળતી કડાઈ ચુલા પરથી નીચે ઉતરી. પોતે પણ રડતી આંખે સુઈ ગઈ.

ઊંઘમાં પણ તેને પરીઓના જ સપના આવ્યા. અને પરીઓએ તેને ખુબ જ હલવો ખવડાવ્યો. સવાર પડી એટલે રાજુ જાગ્યો અને તેની માને કહેવા લાગ્યો. મા ખરેખર આજે તો મે હલવો ખાધો. અને હલવો ખુબ જ મીઠો હતો. આમ માની મીઠી મીઠી વાતોથી જ રાજુની હલવો ખાવાની ઈચ્છા પૂરી થઈ ગઈ. એ જ દિવસે ગામના નગર શેઠના દીકરાનો જન્મદિવસ હતો. તે ખુશીમાં તેમણે ગામના દરેક ઘરે ઘરે હલવો વેચ્યો હતો. રાજુના ત્યાં હલવો આવ્યો. અને એ હલવો કહીને રાજુ ખુશ ખુશ થઈ ગયો.

આમ દરેક પરિસ્થિતિમાં પોતાના બાળકને સમજાવી લે તે મા. એટલે જ તો કહ્યું છે, ‘મા તે મા.’


Rate this content
Log in

More gujarati story from BHOOMIKA MODI

Similar gujarati story from Inspirational