*MAA*
*MAA*


'મા' આ શબ્દ સંભળતા જ પ્રેમનો લાગણીનો કાળજીનો એક શ્રેષ્ઠ સબન્ધનો અનુભવ થાય(એહસાસ થાય) છે. જેને આપણે માતા, મમ્મી, મા, માવડી, માય, બા, આઈ, મેયા ના નામ થી ઓળખી છીએ. જે પ્રેમથી સવનું જતન કરતી હોઈ નિસ્વાર્થ પણે પોતાની બધી જવાબદારી નિભાવતી હોઈ એ વ્યક્તિ એટલે મા. એ કહેવત સાચી જ છે કે ''મા એ મા, બીજા વગડા ના વા" .
મા પોતાના બાળક નવ મહિના પોતાની કોખ માં રાખે છે, એને સાચવે છે. બાળક એક નાની આચ ના આવે એની દરકાર રાખે છે અને નવ મહિના પુરા થયા પછી અસહ્ય પીડા સહન કરી પોતાના બાળક જન્મ આપે છે. અને એક નવા જીવનું સર્જન કરે છે એનાથી વિશેષ બીજું સુ હોઈ શકે. જન્મ આપીયા પછી પણ મા પોતાની જવાબદારીથી હટતી નથી કે નથી એના બાળક માટે એનો પ્રેમ ઓછો થતો. એક મા એક બાળક હોઈ કે પછી પાંચ એ પોતાના પાંચેય બાળકો જરા પણ ભેદભાવ વગર સરખો પ્રેમ કરવાની શક્તિ ધરાવે છે. એના માટે તો એના પાંચેય બાળકો સરખા જ છે. એવું કયારેય નથી બનતું કે મા પોતાના એક બાળક વધુ પ્રેમ કરે અને બીજા ઓછો. એના માટે બધા બાળકો એના કાળજાના ટુકડા જ છે અને મા પોતાના બાળકો ઉપર પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતી હોય છે. મા પોતાની કાળજી કરે કે નહીં પરંતુ બાળકોની કાળજી પેહલા કરે છે. મા પોતે ભૂખી રહી પોતાના બાળક પેહલા ખવડાવે છે. માના પ્રેમ કોઈ સાથે સરખાવીએ કે કેટલા પણ વખાણ કરીયે એ ઓછા જ પડશે એટલે જ તો મા વાત્સલ્ય ની મૂર્તિ કહી છે. મા કે જેના જેવું આ સૃષ્ટિ ઉપર કોઈ નથી.
બાળકના મુખ માંથી પહેલો શબ્દ નીકળે એ મા, જે પોતાના બાળક એક શ્રેષ્ઠ વ્યક્તિ બનાવામાં કોઈ કસર છોડતી નથી. એનું બાળક આંગળી પકડી ચાલવાનું શરૂ કરે ત્યારથી એને રમાંડવાનું ખવડાવાનું નવડાવાનું જેવા નાના નાના કામથી લઈ એના ઘડતર સુધી, એનું બાળક મોટું કે સમજનુ ના થાય ત્યાં સુધી સઘળો બાળક ઉપર ધોળી દેતી હોઈ છે. અને એ જ બાળક અચાનક કાંઈ વાગી જાય તો મા પોતાની રાતોની ઊંઘ, પોતાનું જમવાનું, પોતાની સંભાળ એ તમામ વસ્તુ પોતાના બાળક ઉપર ન્યોછાવર કરી દેતી હોઈ છે. મા આપણે ત્યાગની મૂર્તિ કહીએ કે પ્રેમની મૂર્તિ બંને એક જ છે.
માના પ્રેમનો ત્યાગનો માવજતનો કે શિક્ષણનો બદલો કોઈથી વાળી શકાય એમ નથી. એટલે તો એક કવિ એ કહ્યું છે કે" જનની ની જોડ સખી નહીં મળે રે લોલ." મા વગરનું જીવન વિચારવુંએ અસંભવ છે. ઈશ્વર એ જો માનું સર્જન ના કરીયું હોત તો આટલો પ્રેમ લૂંટાવનારું જગતમાં કોઈ ના હોત. સારા સંસ્કાર પણ બાળક મા જ આપે છે. પોતાનું બાળક રૂપાળું હોઈ કે કાળું,લુલું હોઈ કે લંગડું,મા માટે તો એ જગત નું શ્રેષ્ઠ બાળક જ છે. અને મા પોતાના બાળક માટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના રાખે છે એ પણ નિસ્વાર્થ ભાવે. મા જગતની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે અને એની કમી બીજું કોઈ પુરી કરી શકે એમ નથી.
અને અંતે એક કવિ એ મા સો શિક્ષકો ઉપર બતાવી કહીયું છે કે
"મા સો શિક્ષકોની ગરજ સારે છે."