મા બાપની સેવા
મા બાપની સેવા
એક ગામ હતું. તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા. તે ગામમાં એક વૃદ્ધ ડોશીમા પણ રહેતા હતા. આ દોશીમાને બે સંતાન હતા. એક દીકરી અને એક દીકરો. દીકરી લગ્ન કરીને સાસરીમાં રહેતી હતી. જયારે દીકરો પોતાની પત્ની સાથે જુદા મકાનમાં એ જ ગામમાં રહેતો હતો. પણ દીકરો કુસંસ્કારી પાક્યો. એટલે પોતાની માને પોતાની સાથે રાખતો ન હતો. એટલે ડોશીમાં એજ ગામમાં એક જુદી ઝુંપડી બનાવીને રહેતા હતા.
એક દિવસ એવું બન્યું કે ડોશીમાના ઘરમાં અનાજનો એક પણ દાણો રહ્યો ના હતો. ડોશીમાને ઉમર થઈ ગઇ હતી. એટલે તે કામ પણ કરી શકતી ના હતી. પરિણામે તેને ભીખ માંગવાના દિવસો આવી ગયા હતા. તે પોતાના પેટનો ખાડો પુરવા માટે ગામમાં ઘેર ઘરે ફરીને ભીખ માંગવા લાગી. તે ભીખ માંગતી માંગતી ફરતી હતી એટલામાં જ તેની દીકરી પોતાની સાસરીમાંથી પોતાના પિયર ડોશીમાના ઘરે તેમને મળવા આવી હતી. ગામના પાદરે જ ડોશીમા અને તેમની દીકરીની મુલાકાત થઈ ગઇ.
દીકરી પોતાની સાસરીમાં ઘણી સુખી હતી. તે પોતાની મા માટે ઘણી ચીજ વસ્તુઓ લાવી હતી. પણ પોતાની માને આમ ભીખ માંગતી જોઈને તેને ખુબ જ દુખ થયું. તે રડવા લાગી ગઇ. તેને પોતાની માને ભીખ માંગવાનું કારણ પૂછ્યું. ડોશીમા એબધી જ વાત કરી કે તારા ભાઈ અને ભાભી મને રાખવા માટે તૈયાર જ નથી. ઘરમાં ખાવાનો એક દાણો નથી. પછી હું ભીખ ના માંગુ તો શું કરું. આ સંભાળીને દોશીની દીકરીને ખુબ જ દુખ થાય છે. તે પોતાના ભાઈના ઘરે જાય છે.
ભાઈના ઘરે જઈને તે પોતાના ભાઈને ખુબ જ ઠપકો આપે છે. ‘તને શરમ નથી આવતી, જે માએ તને નવ મહિના પોતાના પેટમાં રાખ્યો. પોતે ભૂખે રહી ને તારું પેટ ભર્યું. તણે ભાણાવ્યો ગણાવ્યો. તારા લગન કરાવ્યા. આજે એ જ મા ગામમાં ભીખ માંગતી ફરે છે. તને શરમ નથી આવતી !. તારારથી માનું ભરણ પોષણ ના થાતુ હોય તો હું માને મારી સાથે લઇ જવું છું.’ એમ કહી દીકરી પોતાની માને પોતાની સાથે પોતાની સાસરીમાં લઇ ગઇ.
ભાઈ બહેન વચ્ચેનો આ ઝઘડો ભાઈનો એકનો એક દીકરો સંભાળતો હતો. તે ઘણો નાનો હતો. તેણે પોતાના પિતાને કહ્યું. ‘પિતાજી તમારી મા તો તમારી બહેનના ઘરે ગયા. પણ મારે તો બહેન નથી. તો તમે કોના ઘરે જશો.’ આ સાંભળી ભવિષ્ય દેખાવા લાગ્યું. તેને પોતાની ભૂલનો એહસાસ થયો. એજ દિવસે તે પોતાની બહેનની સાસરીમાં ગયો. પોતાની માની અને બહેનની માફી માંગી. અને પોતાની માને પોતાના ઘરે પાછો લઇ આવ્યો.
ઘડપણમાં માતા પિતાની સેવા કરવી તે આપની ફરજ છે.
