Bijal Jagad

Inspirational

3  

Bijal Jagad

Inspirational

લોકડાઉન - ચાવી

લોકડાઉન - ચાવી

2 mins
33


તમારી જાત ને મળવાનો સમય એટલે લોકડાઉન ! 

ખરેખર આ જાતને મળવા માટે આ લોકની જરૂર ખરી ?


જાતને મળવાનું રાખો ઘડી બે ઘડી

દર્પણમાં ઝાંખી મળશે ખુદાની.


આ લોકડાઉનનો સમય તો ખરોજ પણ આ લોકની કી (ચાવી) શોધવાનો પણ સમય છે.

આશ્ચર્યની વાત એ છે કે તમેજ લોક છો અને તમેજ કી (ચાવી) છો.


જીવનનો કોઈ ભરોસો નથી, આપણા ગુરુજનો કહે છે કે " જીવન આ ક્ષણમાં છે." એને ત્યારેજ જીવો. આ પ્રક્રિયા અપનાવી જીવનમાં અધ્યાત્મિક રીતે વ્યક્તિ જીવન અનુલક્ષી શકે છે. જે ચીજ સવારે પે'લાં ઉઠતાવેત યાદ આવે એને એકંદરે ટાળતા રહીએ કે સમય નથી, અને અત્યારે ભરપૂર સમય હોવા છતાં એ નથી કરી શકાય એમ વર્તાય એટલે જીવનમાં શિષ્ટતાની ખોટ છે, અને આ સમજણ પર અચાનક ખુલી આંખ, મોડે તો મોડી ખુલી આંખ કેટલો એનો આનંદ હોય છે. એક નવી શિષ્ટતા જીવનમાં આવે, અને શિષ્ટતા સાથે જીવનમાં નવી તરંગ હળવેહળવે ઈન્દ્રધનુષમાં મનડું રંગાય. 

કારણકે કોને અને ક્યારે પરવરદિગાર નો ટ્રંક કોલ આવી જાય, ને પછી રોંગ નંબર નહીં કહેવાય.

સ્મરણની બંધ શીશી ખોલી, જૂના કાટમાળ પર અડકાયેલ સંબંધો ઉજાગર થયા, અને જાત સાથે સંવાદ, આખરે માણસને માણસ જ સાલે.. નામ, પૈસા, પ્રતિષ્ઠા નહીં. અને આજ કાયમી સત્ય છે. પૈસા નહીં માણસ કમાવ, દર્દ ની દવા બે બોલ કેમ છો માજ હોય છે !

સત્ય થઈ આવ્યા અંતરનાં ઓરડે.

સ્વપ્ન થઈ આંખોથી રસ્તો થઈ જવા દો.

થોડું દર્દ મારું પૂછો

દર્દની દવા તમે થય જવા દો.

વિશ્વવ્યાપી લોકડાઉન સમય માં મારા દ્વારા રચાયેલી કવિતા -જિંદગી સ્થિર થઈ ગઈ


ઘરમાં રહેવાનો તહેવાર લાગે છે

સદંતર ચાલતી જિંદગી એકંદરે કુલ થઈ ગઈ


ભાર એવો ઉતર્યો આ લોક ડાઉન એ

ભાગતી જિંદગી હળવી ફૂલ થઈ ગઈ


પારખું પાપને મારા એકાંતે સ્વયંમાં 

નજર સામે ઘર ખુદા બંદગી કબુલ થઈ ગઈ


સલામત આગની પાસે ક્યારે પારો નથી રહેતો

આપને શોધવા જનારાની દુનિયા ડૂલ થઈ ગઈ


કોઈનું દિલ છે અને ઉર્મીઓની લાશો છે

મનનો તંબુરો વાગે, કાળભંગ રાત થઈ ગઈ


બધું કપરું છે આ દુનિયામાં, એ રીતે મન મોકળુ કરી લો એ "સાગર"

વર્ષો જૂની લાગણી, થાપણમાં સ્થિર થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational