લેફ્ટનન્ટ વીર સિંહને પત્ર
લેફ્ટનન્ટ વીર સિંહને પત્ર
પ્રતિ,
લેફ્ટનન્ટ વીર સિંહ
બટાલિયન 22,
ગુરખા રેજીમેન્ટ,
પેટ્રોલિંગ પાર્ટી,
તિબ્બત
પ્રિય વીર
હુ આશા રાખું છું કે, તમે ત્યાં સકુશળ હશો. અહીં અમે બધા પણ શકુશળ છીએ. મને જાણવા મળ્યું છે કે તમારી વીરતા, હોદ્દા અને અત્યારની પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી, ચીની ઘૂસણખોરીને અટકાવવા તમારી પોસ્ટિંગ લદાખ બોર્ડર પર કરીદેવામાં આવી છે. તમે દરેક રીતે પરિસ્થિતિ, સંજોગો તેમજ દુશ્મન સાથે લડવા સક્ષમ છો, અને તમારી એ ખુમારીને ધ્યાન મા રાખીને જ મેં જીવનસાથી તરીકે તમારી પસંદગી કરી છે. તમારા માતા પિતા કાલે અહીં મારા માતા પિતાને મળવા આવેલ, આપણા લગ્નની તારીખ નક્કી કરવા, અને અગાઉ બે વખત જે આપણા લગ્ન પાછળ ગયા તેનો અફસોસ વ્યક્ત કરવા. પરંતુ મને એ વાતનો કોઈ અફસોસ નથી હુ ખરેખર ખુશ છું કે તું લગ્ન કરતા પહેલું મહત્વ તારી ફરજ અને દેશપ્રેમને આપે છે.
હુ તને હરેક પળે&n
bsp;વિચારતી રહુ છું.તું સામે નથી તો કાંઈ નઈ પણ તારી યાદો હંમેશા મારી સાથે સંકળાયેલી રહે છે, મારે હરેક ત્યોહાર, પ્રસંગ તમારા વગર ઉજવવા પડે છે પણ મને જયારે કોઈ તારા વિશે પૂછે તો મારી છાતી ગર્વ થી ફૂલી જાય છે, કે હુ એક વીરની પત્ની બનવા જઈ રહી છું. હુ તમને ખુબ જ પ્રેમ કરું છું, અને તારો આ પ્રેમ જ મને તારી યાદોમા જીવવાની હિમ્મત આપે છે. આપણે ક્યારેય એટલો સમય મળ્યો નથી કે સાથે બેસીને એકબીજાની પસંદ ના પસંદ જાણી શકીયે પણ મને વિશ્વાસ જે કે હુ લગ્નની તમારા માટે જે ખરીદી કરીશ એ ચોક્કસ તમને ગમશે. તમારી દેશ માટે ની સેવાનિષ્ટાથી હુ ખુબ જ ખુશ છું.
હુ અંતે તને માત્ર એટલી કહીશ કે જો તારી દેશ પ્રત્યેયની ફરજ ના લીધે જો આપણે ક્યારેય લગ્ન ના કરી શકીયે તો પણ હુ આજીવન તારી ના બનવા છતાં તારીજ બનીને આ જિંગદી પુરી કરી લઈશ પણ કોઈ બીજા ને ક્યારેય નહિ પરણું.
બસ એજ તમારી,
ધરા રાજપૂત
"આશીર્વાદ "
બંગલો -10A
વંદેમાતરમ
રેસીડેન્સી,
સુરજગઢ,
રાજસ્થાન.