joshi diya

Inspirational

4.0  

joshi diya

Inspirational

લાલચી માણસ

લાલચી માણસ

2 mins
279


એક ગામમાં નાનકડું કુટુંબ હતું. તે કુટુંબમાં કાકા કાકી અને તેમનો પુત્ર હતો. કાકા કુંભાર હોવાથી તે માટલા ઘડીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા. એક દિવસ તેમને પૈસાની જરૂર પડી કાકા જંગલમાં જઈને ખૂબ જ તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને કાકાને વરદાન માગવાનું કહ્યું, કાકા એ વરદાન માંગ્યું કે હું જે વસ્તુને સ્પર્શ કરું તે વસ્તુ સોનાની થઈ જાય. ભગવાને આ વરદાન સ્વીકાર કર્યો કાકા ખુશ- ખુશ થઈને પોતાના ઘરે જતા હતા ત્યારે તેમને રસ્તામાં એક હાથી દેખાયો કાકા એ વિચાર્યું કે હું સાચું પડે કે નહીં,તે તપાસ કરવા માટે હું આ હાથીને સ્પર્શ કરું હાથીને સોનાનો થઈ જાય છે. કાકા હાથીને સ્પર્શ કર્યો તો, હાથી સોનાનો થઈ ગયો. કાકા ખુશ થઈને ઘરે પહોંચ્યા. કાકી એ કાકાને પૂછ્યું કે આટલા દિવસ તમે ક્યાં હતા, ત્યારે કાકાએ કહ્યું કે હું તપસ્યા કરવા માટે જંગલમાં ગયો હતો. કાકાએ વરદાન માગ્યું હતું તે કાકી ને કહ્યું કાકા ને કીધું કે આ માટલા ને પણ તમે સોનાના કરી દો ત્યારે કાકાએ માટલા ને સ્પર્શ કર્યો ત્યારે માટલા સોનાના થઈ ગયા કાકા અને કાકી ને લાલચ આવી ગઈ કે આપણે આપણી ઝૂંપડીને પણ સોનાની બનાવી દઈએ કાકાએ ઝૂંપડી ને સ્પર્શ કરતાં ઝૂંપડી સોનાની બની ગઈ તેમણે વિચાર્યું કે આપણો પુત્ર આવશે શાળાએથી તો ખૂબ જ ખુશ થશે થોડી વારમાં તેમનો પુત્ર આવ્યો પુત્ર સોના ની ઝૂંપડી જોઈને ખુશ થયો પુત્ર પિતાને કીધું કે પિતાજી મને સોનેરી રંગ ગમે છે એટલે તમે ઝૂંપડી ને રંગ કર્યો છે. ના બેટા મેં રંગ નથી કર્યો સોનાની ઝૂંપડી છે. પુત્ર ખુશ થઈને પિતાજીના ગળે મળ્યો ત્યારે પુત્ર પણ પિતાજીને સ્પર્શ થતાં સોનાનો થઈ ગયો ત્યારે પત્ની પણ પુત્રને બચાવવા ગઈ તો, એ પણ સોનાની થઈ ગઈ. કાકાને સ્પર્શ કરવાથી કાકી અને તેમનો પુત્ર સોનાના થઈ ગયો. ત્યારે કાકા એ જંગલમાં જઈને ભગવાનને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું કે હું જે છું એ બરાબર છું મારે ઘર, દોલત કે પૈસા જોઈતા નથી પણ મારી પત્ની અને પુત્રને જેવા હતા તેવા કરી દો, કાકા ઘરે ગયા ત્યારે પત્ની જમવાનું બનાવતી હતી અને પુત્ર રમતો હતો. આ કાકા કાકી અને પુત્ર ખુશીથી જીવન જીવવા લાગ્યા..

બોધ - લાલચ રાખવાથી તેના ફળ કડવા મળે છે.


Rate this content
Log in

More gujarati story from joshi diya

Similar gujarati story from Inspirational